SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૭) મિથ્યાગ્રહ, સ્વચ્છંદ, પ્રમાદ અને ઇન્દ્રિયના વિષયોની પ્રવૃત્તિ કે રમણતા - એ છે. તે દોષો ટાળવા સદ્ગુરુની ભક્તિ એકનિષ્ઠાએ કર્તવ્ય છેજી, (બી-૩, પૃ.૭૬૭, આંક ૯૭૨) પ્રશ્નઃ પ્રત્યક્ષ અને પરોક્ષ કોને કહેવાય? પૂજ્યશ્રી : જે મનુષ્ય હાજર છે, તે પ્રત્યક્ષ યોગ છે; અને સલ્ફાસ્ત્રાદિ છે, તે પરોક્ષ છે. જો પ્રત્યક્ષ સગુરુનો યોગ હોય તો પોતાના દોષ સગુરુના બોધથી દેખાય, સરુ પણ તેને કહે કે તારામાં આ દોષ છે, એટલે તે દોષ નીકળે. જે શાસ્ત્રાદિ પરોક્ષ યોગ છે તેમાં તો શંકા કરવી હોય તો થાય, જેમ પોતાનું માનવું હોય તેમ માને. સિદ્ધભગવાન કંઈ જીવને કહેવા નથી આવતા કે તારામાં આ દોષ છે, છતાં તેઓની ભક્તિ તો કરવી અવશ્યની છે; કારણ કે તેઓની ભક્તિ કરતાં તેઓના અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય આદિ ગુણો સાંભરી આવે. તેથી આપણને તેઓના ગુણોની ભાવના થાય. પ્રત્યક્ષ યોગની જરૂર છે, યોગ્યતા લાવવાની જરૂર છે. (બો-૧, પૃ.૪૫, આંક ૧૭) નમસ્કાર અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને અત્યંત ઉપકાર સ્મરી પરમ પ્રેમે નમસ્કાર હો! નમસ્કાર હો! "इक्को वि नमुक्कारो जिणवर वसहस्स वद्धमाणस्स । संसार सागराओ तारेइ नरं व नारी वा ।।'' અર્થ : એક જ વંદન, સાચું, જિનવરપતિ શ્રી વર્ધમાન પ્રતિ (પદે); નર નારીને તારે, ભયંકર ભવસાગરથી. જીવે હજી નમસ્કાર પણ કર્યા નથી, દર્શન પણ કર્યા નથી, બોધ પણ સાંભળ્યો નથી એમ પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી કહેતા હતા; તેથી શરીરથી નમસ્કાર કરીએ તેની ગણતરી તેમણે ગણી નથી. માત્ર પુણ્ય બંધાય એમ પણ કહેતા. કોને નમસ્કાર કરો છો એમ પણ પૂછતા, અને આત્મા પ્રત્યે દ્રુષ્ટિ કરાવવા અથાગ શ્રમ લેતા હતા; પણ આ અભાગિયા જીવને તે વખતે તે અનંત ઉપકારી પ્રભુનું જોઈએ તેવું માહાસ્ય લાગતું નહીં. જીવે સામાન્ય કરી નાખ્યું છે એમ પણ વારંવાર કહેતા, તે હવે વારંવાર સાંભરી આવે છે. તે વખતે ઉપરના ભાવો તો ઘણા હતા, પણ જ્ઞાની પુરુષો માગે તેવી યોગ્યતાની ખામીને લીધે જેટલો લાભ એ સપુરુષનો લેવો જોઈએ તેટલો લઈ શકાયો નથી. તેનો ખેદ હજી વર્તે છે. ઘણી વખત ગળું બતાવી કહેતા, આટલા સુધી ભર્યું છે પણ ક્યાં કહીએ ? કોને કહીએ ? કહેવાનું સ્થળ જોઇએને? જેને વંદન કરવા છે તેને જાણ્યા વગર વંદન થાય, તે દ્રવ્ય વંદન કે બાહ્ય શરીરનું વંદન ગણાય; પણ આત્મા જ્યારે આત્મા ભણી ખેંચાય, તે માહાભ્ય પ્રત્યે ઉલ્લાસ આવતાં સહેજે તે પરમપુરુષની દશામાં રંગાય, તેના ચરણારવિંદ ર્દયમાં સ્થપાય, તેને જ્ઞાની પુરુષો વંદન કહે છે. એવા એક વાર વંદન થતાં ગમે તે સ્ત્રી કે પુરુષ ભવસાગર તરી જાય તેવું સમ્યક્ત્વપણું તેના હૃદયમાં પ્રગટે છે. એ વંદન મને-તમને-સર્વને સહજ સ્વભાવે પ્રાપ્ત હો, એ જ ભાવના પરમકૃપાળુદેવ પ્રત્યે છેજી.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy