SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૯) કૃત્રિમ પ્રતિમા એટલે બનાવેલી પ્રતિમા અને અકૃત્રિમ પ્રતિમા એટલે ત્રિકાળ રહે તેવી પ્રતિમા મહાવિદેહમાં, મેરુ વગેરે પર્વતો ઉપર શાશ્વત પ્રતિમાઓ છે. ભરતચક્રી, મહાવીરસ્વામી થયા પહેલાં થયા હતા, પણ તેમણે મહાવીરસ્વામીની પ્રતિમા કરાવી હતી. (બો-૧, પૃ. ૨૨૧, આંક ૧૧૦) પૂજા I અહીં આવો ત્યારે પૂજાની વિધિ શીખી લેશોજી. પત્રથી લખે આવડી જાય એમ નથી. દેવ અપૂજ્ય રહે કે દેવની પૂજા થઈ, એ બધા બાહ્ય પ્રશ્નો છે. હજી દેવને ઓળખ્યા નથી. તે ઓળખવા સત્સંગ, સત્સાધન, વિનય અને વિચારની જરૂર છેજી. દેવને માટે પૂજા કરવાની નથી. પોતાના આત્માને જ્ઞાની પુરુષની દશા તરફ દોરવા માટે ભક્તિપૂજા કરવાની છે. તે ઘેર કે મંદિરમાં, ગમે ત્યાં કરવા યોગ્ય છે. જ્યાં પોતાના ભાવ સપુરુષ પ્રત્યે વિશેષ ઉલ્લાસવાળા બને, ત્યાં તે કરવા યોગ્ય છે. દેવ કદી અપૂજ્ય થતા નથી અને અપૂજ્ય રહેતા નથી. આપણા દેવ પ્રત્યે ભાવ કેવા છે, તે આપણે રોજ તપાસતા રહી, દેવ પ્રત્યે ભક્તિભાવ વધારતા રહીશું તો કલ્યાણ થશેજી. (બો-૩, પૃ. ૨૧૮, આંક ૨૧૬) પૂજા કરવા જાઓ છો, તે ઠીક છે. ભગવાનનું સ્વરૂપ સમજીને પૂજા કરવાથી ઘણો લાભ થવા યોગ્ય છે. અહીં આવો ત્યારે યાદ કરશો તો તે વિષે વિશેષ વાત થશેજી. હાલ તો પૂજા કરતી વખતે, વીસ દોહરા કે ક્ષમાપનાનો પાઠ બોલતા રહેવા ભલામણ છે). (બી-૩, પૃ.૬૦૯, આંક ૭૦૨) પ્રવૃત્તિથી નિવર્તીને ભગવાન પાસે આવે ત્યારે એવા ભાવ થવા જોઈએ કે હે ભગવાન ! રખડતો-રખડતો આપને શરણે આવ્યો છું. મારે હવે કોઇ શરણરૂપ નથી. ભગવાનના દેરાસરરૂપ સમવસરણમાં આવતાં એવી ભાવના હોય તો ખરી પૂજા છે. (બો-૧, પૃ.૩૪૦, આંક ૧૦) કર્મ પ્રશ્ન : કર્મ શાથી આવ્યાં? પૂજ્યશ્રી પોતે બોલાવ્યાં, તેથી આવ્યાં; માટે ભોગવવાં તો પડશે જ. હસતાં કે રડતાં ભોગવવા પડશે. પોતાનાં બાંધેલાં આવે છે. માટે સમભાવે ભોગવવાં. કોઈ પ્રત્યે દ્વેષ કરવા જેવું નથી. એથી કર્મ બંધાય છે. આવા પ્રસંગોમાં પોતાનો વાંક જોવો. કર્મ બાંધેલું હોય, તે ગમે ત્યારે ફૂટી નીકળે છે. કર્મ ઉદયમાં આવે ત્યારે કેમ ભોગવવાં, એ શીખવાનું છે. જીવ કંટાળે છે. કંટાળો એ છૂટવાનો રસ્તો નથી. મન તો કામ કર્યા જ કરે છે. આત્મામાં રહે તો આત્માનું કામ કરે. ફિકર-ચિંતા એ કર્મબંધનું કારણ છે. પ્રારબ્ધ ક્યાં રહેવાનું છે? એ તો જવાનું છે. (બો-૧, પૃ.૩૪૦, આંક ૧૨). પૂર્વનાં કર્મો અનેક પ્રકારે ઉદયમાં આવે છે. જાગતાં, ઊંઘતાં, વિચારતાં કે એકાએક પણ જે ભાવો પૂર્વે વિશેષ સેવાયા હોય છે તે વગર વિચાર્યું પણ ફુરી આવે છે. (બો-૩, પૃ.૫૨૨, આંક ૫૬૭)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy