SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬) સહનશીલતા જો સમભાવે ઉરમાં રહી નિરંતર તો, ઉદય આકરો ગભરાવે નહિ, આનંદે જીવ રહે તરતો; સદ્દગુરુ શરણે જીવન-મરણનો, નિશ્વય અડગ રહે જેને, અસહ્ય કર્મોના ઉત્પાતો, નાટક સમ લાગે તેને. કર્મઉદયને કારણે જીવની શક્તિ, પરાભવ કોઈ-કોઈ વખતે પામે છે; પરંતુ જેને સદ્ગુરુનો યોગ થયો છે, જેણે તે પુરુષની યથાશક્તિ પ્રેમભાવથી ઉપાસના કરી છે અને કરે છે તથા સાધનસંપન્ન જે જીવ છે, તેણે તો હવે શૂરવીરપણું ગ્રહીને કર્મની સામે ઝૂઝવું ઘટે છે, કારણ કે તેની કુમકમાં(સહાયમાં) સદ્ગુરુશરણરૂપી દિવ્ય શસ્ત્ર ધારણ કરેલ, વિશ્વાસરૂપી કોટી-સુભટ છે. ગુપ્ત ચમત્કાર જ સૃષ્ટિના લક્ષમાં નથી.” (૨૧-૩૦) એમ પરમકૃપાળુદેવ લખે છે. તેનો જરૂરી કંઈક અનુભવ થવો ઘટે છેજી. આવા કઠણાઈના કઠણ કાળમાં જે મુમુક્ષુજીવો સદ્ગુરુશરણને વૃઢતાપૂર્વક વધતા પરિણામે વળગી રહે છે, અનુભવ-અમૃતથી ઝરતાં પરમકૃપાળુદેવનાં વચનો વાંચી, વિચારી, યથાશક્તિ અમલમાં મૂકી, તેની પરમ ઉપકારક શક્તિ અનુભવી રહ્યા છે, તેમને ધન્ય છે ! આવા વખતે તે અનુપમ વચનામૃતો પરમ સત્સંગરૂપ નીવડે છે. એક તો મરણપ્રસંગ ઝઝૂમતો લાગે તેનો વૈરાગ્ય હોય, તથા પરમગુરુનું શરણ જે નિત્યત્વ, અછઘત્વ, અવિનાશી, પરમાનંદ સ્વભાવના આદર્શને ખરું કરતું હોય, તેનો લક્ષ બળવાનપણે આધારરૂપ ર્દયમાં દૃઢ થતો હોય તેવો કાળ, ચોમાસામાં પ્રથમ વરસાદ થાય ત્યારે ખેડૂતને જેમ બધાં કામ કોરે કરી, ખેતર ખેડીને વાવવાની લગની લગાડે છે, તેની સાથે સરખાવવા જેવો છે. નિકટનું કોઈ સગું મરી ગયું હોય તોપણ ઉતાવળે-ઉતાવળે તેનો અગ્નિસંસ્કાર કરી, પોતાના કામ, ખેડ ઉપર તે ચઢી જાય છે; તેમ લખચોરાસીના ફેરામાં ફરતાં-ફરતાં અનેક તાપથી તપી રહેલા આ જીવને, મનુષ્યભવરૂપ મોસમ આવી લાગી છે. તેમાં સદ્ગુરુનું શરણ, બોધ, અને વિશ્વાસ - પકડરૂપ વરસાદ થતાં, રૂડા જીવો બધેથી વૃત્તિ વ્યાવૃત્ત કરી, ઉઠાવી લઇ, એક આત્મહિત ત્વરાથી કરી લેવા તત્પર રહે છે. આવા યોગમાં જો જીવ મિથ્યાગ્રહ, સ્વચ્છંદ, પ્રમાદ અને ઇન્દ્રિયપરવશતા તજી, સપુરુષાર્થ આરાધે તો અલ્પકાળમાં પરમશાંતિ અનુભવે. પોતાનું વીર્ય ગોપવ્યા વિના, બને તેટલો સદ્ગુરુશરણે પુરુષાર્થ કર્યા કરે, તેને કોઈ પણ ક્લેશનું કારણ રહેતું નથી. (બી-૩, પૃ.૫૪૯,આંક ૬૦૬) I વચનામૃતમાંથી પત્રાંક ૫૭૫, ૫૯૨ વારંવાર વિચારવા ભલામણ છેજી. સદ્ગુરુના આશ્રયનું બળ તેમાં છે. વળી જનકવિદેહી, અષ્ટાવક્ર ગુરુનું અવલંબન લઇ, દુસ્તર માયાના વિકટ પ્રસંગોમાં મન તણાઈ ન જાય તેમ વર્તતા, એવો પત્ર પરમકૃપાળુદેવે લખ્યો છે, તે પત્રાંક ૩૨૧; અને પત્રાંક ૩૪૮ પણ વિચારવા યોગ્ય છેજી. (બી-૩, પૃ.૪૫૧, આંક ૪૭૦). D પરમકૃપાળુદેવનાં વચનોમાં ““આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે” તે વિષે જણાવ્યું છે, તે વારંવાર સ્મૃતિમાં આણી, તે ભાવમાં આત્મા રંગાઈ જાય તેમ કરવા ભલામણ છે. તેમાં વિઘ્ન કરનાર
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy