SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮૫) ગુરુ એટલે આચાર્ય. ગુરુ તો બધાય કરે છે, પણ સાચ ન આવે ત્યાં સુધી કંઈ ન થાય. દેહથી આત્મા ભિન્ન છે, એવી જેને પ્રતીતિ થઈ હોય અને જે આત્માને જાણવા પુરુષાર્થ કરતા હોય તેની પાસેથી જાણવાનું મળે છે. સદ્ગુરુ વ્યવહારથી જરૂરના છે. સંસારનું સ્વરૂપ સદ્ગુરુ દ્વારા સમજાય તો પછી જીવને સંસારના સુખની આશા ન રહે, નહીં તો પડવાનાં સ્થાનકો ઘણાં છે. અગિયારમે ગુણસ્થાનકેથી જીવ પડે છે. સદ્ગુરુનું આલંબન હોય તો ન પડે. માટે જીવને સદ્ગુરુનું અવલંબન મોક્ષ થવા માટે જરૂરનું છે. (બો-૧, પૃ.૨૫૧, આંક ૧૪૬) D ગુરુ તો આત્મા છે. તેને દેહ કે અમુક જ્ઞાતિના માનવા તે જ પાપ છે. ગુરુમાં પરમાત્મબુદ્ધિ, ઇશ્વરતુલ્ય ન મનાય તો ધર્મ ન પમાય, એમ જ્ઞાનીઓ કહે છે. (બી-૩, પૃ.૭૦૫, આંક ૮૪૮) સંસારનાં બધાં કામ કરતાં મોક્ષનું કામ સર્વોપરી છે, એમ હૈયે જ્યાં સુધી નહીં બેસે ત્યાં સુધી આત્મા સંબંધી ઓળખાણ કે સદૂગુરુની ઓળખાણ કરવા જેટલી યોગ્યતા જીવમાં આવતી નથી અને યોગ્યતા વિના સાચી વાત કહેવામાં આવે તોપણ સમજાતી નથી. માટે યોગ્યતા લાવવા પુરુષાર્થ હાલ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ. ૩, આંક પ૧) | મહાપુણ્યના યોગે પરમકૃપાળુદેવ - સાચા આત્મજ્ઞાની સદ્ગુરુનું શરણ પ્રાપ્ત થયું છે. તે મરણપર્યંત ટકી રહે તેવી ભાવના કરવાથી, પરભવમાં પણ તે ભાવ પોષાય તેવી સામગ્રી જીવને મળી રહેશે. નિમિત્તાધીન ચંચળ બનતા ચિત્તને, સદ્ગુરુશરણે મંત્રમાં બાંધી રાખતાં શીખો. “નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં' તે દૃઢતા વધે તેમ કરો. (બો-૩, પૃ.૭૧૯, આંક ૮૭૨) ઠગાયો આજ સુધી અત્યંત, હવે તો માફ કરો ભગવંત. ઠગાયો૦ ખોટાં ખાતાં ખતવ્યાં મેં તો, જૂઠો રાખી હિસાબ; રકમ શરીર ખાતાની માંડી, આત્મા ખાતે સાફ. ઠગાયો૦ સદ્ગુરુ સમીપ ગયા ના તેથી, માયા લાંબી ચાલી; હવે હાજરી હરદમ ગણીને, વૃત્તિ અંતર વાળી. ઠગાયો આપની ભાવના જાગૃતિ અર્થે જાણી સંતોષ થયો છેજ. ઘણા દિવસ પ્રતિક્રમણ કર્યા છતાં જીવ પાછો ફરતો નથી, અંતવૃત્તિ રાખતો નથી. જેવો સહવાસ સગાંવહાલાંનો ઇચ્છે છે, તેવો સહવાસ સદ્દગુરુ પ્રત્યેનો સમજાતો નથી. પોતાની હાજરી પ્રગટ ભાસતી નથી, તો તેનો વિયોગ ક્યાંથી સાલે? તો પછી જેને પ્રાર્થના કરીએ છીએ, તેની હાજરી કે વિયોગ ક્યાંથી લાગે ? બહિરાત્મભાવના ભાર નીચે જીવ દબાયો છે, તેને હલકો કરવા પરોક્ષપણે પણ આત્મપ્રતીતિ કરવી જરૂરની છેજી. નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો.” (૧૭૨) આદિ જ્ઞાની પુરુષનાં વચનો વિચારી, આ જીવે હાલ સુધી કરવા યોગ્ય કંઈ કર્યું નથી, માત્ર ઠગાતો આવ્યો છે. તે આત્મવંચનામાંથી જીવ હવે જાગે, સત્ય સમુખ થાય, સાચી આત્મઅર્પણતા સમજે અને આદરે, એવી વિચારણામાં પ્રયત્નપૂર્વક વર્તવું ઘટે છે). (બી-૩, પૃ.૩૯૭, આંક ૪૦૫)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy