SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮૪) સરુ D પરમકૃપાળુદેવને જ ગુરુ માનવા. તેના આપણે બધા શિષ્યો છીએ. જેનાથી આપણને ઉપકાર થાય તેનો ઉપકાર માનવો પણ કોઈને પરમકૃપાળુતુલ્ય સદ્ગુરુ ન માની લેવા. આ શિખામણ લક્ષમાં વારંવાર રાખવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૬૯૪, કે ૮૩૪) ૫.પૂ. પ્રભુશ્રીજી એટલું બધું ભાર દઈને કહેતા કે અમને પણ ગુરુ ન માનશો, પણ અમે જે શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને ગુરુ માન્યા છે તેને, તમે અમારા કહેવાથી, ગુરુ માનશો તો તમારું કલ્યાણ થશે. માટે આ જ્ઞાની અને આય જ્ઞાની છે એમ કરવાનું પડી મૂકી, પરમકૃપાળુદેવમાં બધાય જ્ઞાની આવી ગયા એ લક્ષ રાખી “એક મત આપડી ને ઊભે મા તાપડી.' એમ સમજી સહજાત્મસ્વરૂપ પરમગુરુ' મંત્રનું સ્મરણ મૂંઝવણના પ્રસંગે કરતા રહેવા ભલામણ છે. (બી-૩, પૃ.૪૪૮, આંક ૪૬૭) T સદ્ગુરુ એ જ્ઞાનનેત્ર આપનાર છે. તેમની કૃપાથી સમ્યક્દર્શન થાય છે, એટલે દેવ, ગુરુ અને ધર્મનું ઓળખાણ આપનાર સદ્ગુરુ છે. આંખ વડે નગર કે આકાશ દીઠું તો તે આંખમાં બધું સમાય છે કે નહીં ? તેમ જે સગુરુની ઉપાસનાથી સમ્યક્દર્શન થાય, કેવળી વગેરેનું સ્વરૂપ સમજાય, ઓળખાય તો સદ્ગરનું માહાસ્ય કેટલું ? સદ્ગુરુની સમજ કે ગુરૂગમ વિના, કેવળી કે સર્વજ્ઞ કહે તે શબ્દમાત્ર છે; ભાવ સંતના ર્દયમાં રહ્યો છે, તે સમજાતાં સર્વ સમજાય છેજી. સમ્યક્દર્શનની માતા સદ્ગુરુ અને કેવળજ્ઞાનની માતા સમ્યક્દર્શન, હવે સમ્યક્દર્શનમાં કેવળજ્ઞાન સમાય કારણ કે તે તેને ઉત્પન્ન કરે છે) તો સદ્ગુરુમાં કેમ ન સમાય? સદગુરુ પદમેં સમાત હું, અહંતાદિ પદ સર્વ તાતે સદ્ગુરુ ચરણકો, ઉપાસો તજી ગર્વ.” (બી-૩, પૃ.૩૧૫, આંક ૩૦૪) | પરમકૃપાળુદેવને દેહ છોડ્યાને પચાસ વર્ષ થયાં અને મોક્ષમાળા સોળ વર્ષની ઉંમરે લખી હતી. આ બોધ સં. ૨૦૦૮માં થયેલો.) એટલાં વર્ષ થયાં છતાં લોકો જાણતા પણ નથી કે મોક્ષમાળા શું હશે ? સદ્ગુરુની કૃપા વગર સન્શાસ્ત્ર પણ હાથ ન આવે. ભગવાનની કૃપા થાય ત્યારે સદ્ગુરુનો યોગ મળે છે. (બો-૧, પૃ.૧૪૯, આંક ૨૩) T સન્શાસ્ત્ર પ્રમાણે જેનું જીવન છે, તેની પાસે શાસ્ત્ર સમજે તો સમજાય. પોતાની યોગ્યતા વિના શાસ્ત્ર વાંચે તો સમજાય નહીં. યોગ્યતા આવવા વિવેકની જરૂર છે. એ વિવેક સદ્ગુરુથી આવે છે. (બો-૧, પૃ.૨૮૪, આંક ૨૮ | શાસ્ત્રોને જાણે, પાળે અને બીજાને બોધે તે સદ્ગુરુ છે. સર્વસંગપરિત્યાગી તે સદ્ગુરુ છે. ભગવાને જે ઉપદેશ કર્યો તે ધર્મ છે. સદ્ગુરુના આધારે ધર્મ છે. સદ્ગુરુ સાચા દેવ અને સાચો ધર્મ બતાવે. જે આત્માથી આપણા આત્માનું ભાન થાય, તે સદ્ગુરુ છે. દેહ છે, તે સદ્ગુરુ નથી. દેહ કંઈ કલ્યાણ કરે છે ? એમાં જે આત્મા છે, તે કલ્યાણ કરે છે. એમનો આત્મા ઓળખાય તો કલ્યાણ થાય, લાભ થાય.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy