SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૭ D દ્રવ્યલિંગી મુનિને આખી જિંદગી ચારિત્ર પાળતાં છતાં મોક્ષ થતો નથી, અને કોઇ જીવ નિત્યનિગોદમાંથી નીકળી, મનુષ્યભવમાં આવી આઠ વર્ષે સમકિત પામે, દીક્ષા લઇને કેવળજ્ઞાન પામી મોક્ષે જતો રહે છે; કારણ કે તેને ખોટા સંસ્કાર પડેલા હોતા નથી, કોરા કાગળ જેવો હોય છે, તેથી તેને કોઇ સાચી વસ્તુ મળે કે ઝટ પકડાઇ જાય. પ્રશ્ન : નિગોદમાં પણ નિકટવિ હોય છે ? રૂજ્યશ્રી : હા, નિગોદમાં પણ હોય છે. પહેલાંથી જ જીવ નિગોદમાં છે. ત્યાંથી આવીને મનુષ્યભવ પામી મોક્ષે જઇ શકે છે. મરુદેવીમાતા કેળના વૃક્ષમાંથી આવી, મનુષ્યભવ પામી, કેવળજ્ઞાન પામી મોક્ષે જતાં રહ્યાં. અર્ધપુદ્ગલપરાવર્તનકાળ કંઇ જેવો તેવો નથી. અનંતકાળ જેવો છે. ગમે તે સમકિત આવ્યું હોય તોપણ અર્ધપુદ્ગલપરાવર્તનકાળમાં મોક્ષે જાય જ. કોઇ જીવો અર્ધપુદ્ગલપરાવર્તનકાળ પૂરો થવામાં અંતર્મુહૂર્ત બાકી હોય તેટલામાં સમકિત પ્રાપ્ત કરી લે છે, મુનિપણું આવી જાય છે અને કેવળજ્ઞાન પામી મોક્ષે જતા રહે છે. (બો-૧, પૃ.૨૮૭, આંક ૩૫) મોક્ષમાર્ગ D ‘રાગાદિ મટાડવાની રુચિ, શ્રદ્ધા તે જ સમ્યક્દર્શન છે. રાગાદિ મટાડવા જે જાણવું તે સમ્યજ્ઞાન છે. રાગ, દ્વેષ, મોહ (અજ્ઞાન) મટે તેવું આચરણ એ જ સમ્યક્ચારિત્ર છે. આવો મોક્ષમાર્ગ જાણવા યોગ્ય, માનવા યોગ્ય છે.’' (મોક્ષમાર્ગપ્રકાશક, સાતમો અધિકાર) (બો-૩, પૃ.૭૬૮, આંક ૯૭૬) .. I સાધન (જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિ આદિ) કે નિમિત્ત આશ્રયી મોક્ષના ઉપાયમાં ભેદો ગણાવ્યા છે; પરંતુ પરિણામની અપેક્ષાએ તો આત્માની ઉપાસના કે આત્મ-પ્રાપ્ત પુરુષની શ્રદ્ધા, તેનું ઓળખાણ અને તેના પ્રેમમાં તન્મયતા, તે મોક્ષમાર્ગ છે. આત્માનો ઉદ્ધાર કરનાર આત્મા છે. સત્પુરુષનાં વચનને અવલંબને જીવે જાગ્રત થવાનું છેજી. ‘‘જબ જાયેંગે આતમા, તબ લાગેગે રંગ.’' (હાથનોંધ ૧-૧૪) (બો-૩, પૃ.૨૧૪, આંક ૨૧૧) આપણે બધા પરમકૃપાળુદેવનાં વચનના અવલંબને, પરમકૃપાળુ પ્રભુશ્રીજીએ જે શ્રદ્ધા દૃઢ કરાવી છે, તે આધારે વર્તીએ છીએ. તેનો લક્ષ સમ્યક્દર્શન અથવા આત્મજ્ઞાન છે, અને આત્મજ્ઞાન સિવાય ચાર ગતિરૂપ સંસારપરિભ્રમણ ટળે તેમ નથી. તેથી, જેમ કોઇ અંધ દેખતાને આશરે હોય ત્યાં ખાડામાં પડતો નથી, તેમ સત્પુરુષે જણાવેલ માર્ગે જે ચાલે છે, તે કર્મનાશ કરવાને માર્ગે છે. બે પ્રકારના જીવો મોક્ષમાર્ગમાં પરમકૃપાળુદેવે કહ્યા છે : એક તો સમ્યક્ત્તાની જીવો અને બીજા સમ્યજ્ઞાનીની આજ્ઞામાં પ્રવર્તતા જીવો. આત્મજ્ઞાન ન થયું હોય તોપણ સત્પુરુષે કહ્યું છે, તે કર્યા વિના કદી મોક્ષ થવાનો નથી, અને બનતા પુરુષાર્થે, મારે તે મહાપુરુષનું કહેલું જ કર્યા કરવું છે, આમ જેની દૃઢ માન્યતા થઇ છે, તેને બીજા કામમાં પ્રવર્તવું પડતું હોય તોપણ મન ઊંચું રહે છે. તેથી આત્માનું કલ્યાણ થનાર નથી; જ્ઞાનીનું કહેલું ક૨વું છે પણ આમાં ખોટી થવું પડે છે, તેટલો અમૂલ્ય મનુષ્યભવ નિરર્થક વહ્યો જાય છે - એવો ખટકો જેને રહેતો હોય, તેને વૈરાગ્યભાવ કહ્યો છે. તેવા વૈરાગ્યની વૃદ્ધિ થતાં, સત્સંગે,
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy