SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦) 1 જ્ઞાની પુરુષ અને જ્ઞાનીના આશ્રિત, ગીતાર્થ અને ગીતાર્થના આશ્રિત એ મોક્ષમાર્ગમાં છે. એ શાસ્ત્રવચન છે. મોક્ષમાર્ગે ચઢેલો જીવ ઉત્કૃષ્ટ પુરુષાર્થ કરે તો તે ભવે મોક્ષે જાય. “સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોય.' જ્ઞાનીનાં વાક્યો સિદ્ધાંતરૂપ છે. પત્રાંક ૬૯રમાં લખ્યું છે : “દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં .... જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ (મોક્ષ) કરે.” આ કાળમાં મોક્ષ ન થાય એવી પરમકૃપાળુદેવની માન્યતા નથી. તેથી ઊલટું, તેવી વાત સાંભળવાની પણ મના કરે છે. ““જીવો પુરુષાર્થ કરે ને પંચમકાળ મોક્ષ થતાં હાથ ઝાલવા આવશે ત્યારે તેનો ઉપાય અમે લઈશું.” એમ ઉપદેશછાયામાં (પૃ.૭૧૯) છે. જ્યાં મોહના વિકલ્પ છે, ત્યાં સંસાર છે. અશરીરી ભાવે આ કાળમાં ન રહી શકાતું હોય તો અમે જ નથી, એમ પણ લખ્યું છે. આ બધું વિચારતાં જ્ઞાનીનો મોક્ષ અને લૌકિક મોક્ષ જુદા જણાય છે. એક પત્રમાં ““મોક્ષ હથેળીમાં છે.' એમ પણ લખ્યું છે. ઇષત્ પ્રાગુભારા પૃથ્વી પર, ત્યાર પછી છે. ટૂંકામાં, મોક્ષ પ્રાપ્ત થઈ શકે એમ છે એટલો વિશ્વાસ રાખી, મોક્ષાર્થે પુરુષાર્થ કરવામાં પાછી પાની ન કરવી. મોહ મૂક્યા વિના મોક્ષ થાય તેમ નથી. તેથી મોહના વિકલ્પો, વૈરાગ્ય-ઉપશમ વધારી, ટાળવા ઘટે છેજી. ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર.” (બી-૩, પૃ. ૭૭, આંક ૮૧૩) || નિર્વાણ થવાના અચૂક કારણરૂપ અથવા નિર્વાણ સંબંધી જે બાબત, તેને નિર્વાણી વસ્તુ કહે છે. તેવી દસ વસ્તુઓ પત્રાંક ૬૯૧માં પરમકૃપાળુદેવે ગણાવેલી છે : (૧) મોક્ષ, (૨) કેવળજ્ઞાન, (૩) મન:પર્યવજ્ઞાન, (૪) અવધિજ્ઞાન, (૫) પૂર્વજ્ઞાન (ચૌદપૂર્વ શાસ્ત્ર વિચ્છેદ ગયાં છે તે), (૬) યથાખ્યાત ચારિત્ર, (૭) સૂક્ષ્મસંપરાય ચારિત્ર, (2) પરિહારવિશુદ્ધિ ચારિત્ર, (૯) ક્ષાયિક સમકિત, અને (૧૦) પુલાકલબ્ધિ. શાસ્ત્રોમાં જે પ્રચલિત વાત છે, તે મોક્ષમાળામાં મુખ્યત્વે પરમકૃપાળુદેવે જણાવી છે. તે પણ આ કાળ ભયંકર જણાવવા તથા તેથી ચેતતા રહેવા જણાવી છે. બાકી ઉપદેશછાયામાં તો સ્પષ્ટ જણાવ્યું છે કે આ કાળમાં મોક્ષ ન થાય, એવી વાતો પણ સાંભળવી નહીં, પુરુષાર્થ કર્યા જવો અને મોક્ષે જતાં કાળ હાથે પકડવા આવે ત્યારે અમે જોઈ લઈશું, એટલા સુધી કહ્યું છે. વ્યાખ્યાનસારમાં પણ આવે છે કે “તમારે કોઇ પ્રકારે ડરવા જેવું નથી; કારણ કે તમારે માથે અમારા જેવા છે; તો હવે તમારા પુરુષાર્થને આધીન છે. જો તમે પુરુષાર્થ કરશો તો મોક્ષ થવો દૂર નથી. મોક્ષ પ્રાપ્ત કર્યો તે બધા મહાત્મા પ્રથમ આપણા જેવા મનુષ્ય હતા; અને કેવળજ્ઞાન પામ્યા પછી પણ સિદ્ધ થયા પહેલાં) દેહ તો તે ને તે જ રહે છે; તો પછી હવે તે દેહમાંથી તે મહાત્માઓએ શું કાઢી નાખ્યું તે સમજીને કાઢી નાખવાનું કરવાનું છે. તેમાં ડર શાનો? વાદવિવાદ કે મતભેદ શાનો? માત્ર શાંતપણે તે જ ઉપાસવા યોગ્ય છે.'' (વ્યાખ્યાનમાર-૨ : ૧૦-૧૮) (બી-૩, પૃ.૭૨૭, આંક ૮૮૭)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy