SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૮) તે જીવને સપુરુષનાં વચનોનો મર્મ સમજાવાયોગ્ય છે. મોહ ખસતાં સમ્યક્દર્શન પામવાયોગ્ય બને છે. (બી-૩, પૃ.૧૯૩, આંક ૧૯૫) આંખે દેખાય એવો માર્ગ નથી. અગમ અગોચર છે. પોતાની મેળે મોક્ષમાર્ગ શોધવા જાય તો મળે નહીં. ગૌતમસ્વામી જેવા, ચાર જ્ઞાન પ્રગટ છતાં, ભગવાનની સાથે-સાથે ફરતા. પ્રભુશ્રીજી, પહેલાં, “આ ભ્રમ છે, આ ભ્રમ છે.' એમ જોતા. પછી પરમકૃપાળુદેવે કહ્યું કે “બ્રહ્મ જુઓ, મુનિ, બ્રહ્મ.” ત્યારે આત્મા જોતા થયા. (બો-૧, પૃ.૨૭૪, આંક ૮) પ્રશ્ન : આ ભવ પૂર્ણ થયા પછી, બીજા ભવે આ જ માર્ગની પ્રાપ્તિ તથા સદ્ગુરુનો યોગ મળે કે નહીં? ઉત્તર : મોક્ષમાર્ગે ચઢેલા જીવને કે તેવા સત્પષના આશ્રિત જીવને, જો આશ્રય ન છોડે તો, મોક્ષ થતાં સુધી જે જે અનુકૂળતાની તેને જરૂર છે, તેનો સંચય થતો જાય છે. ટૂંકમાં, તે મુકાતો જ જાય છે. જેમ બજારમાં આપણે કોઈ ખાસ જરૂરની વસ્તુ જોઈ, તે ખરીદવી છે એમ નિર્ણય કર્યો, પણ પાસે પૂરા પૈસા ન હોય તો તે વસ્તુ આપણને તુરત મળે નહીં, પણ બાનું, બે આના કે રૂપિયા જેટલું, તેને આપ્યું તો તે ચીજ આપણી જ થઈ ગઇ, પછી કોઈને તે વેચે નહીં. પૂરી કિંમત આપીએ ત્યારે આપણને મળી જાય. તેમ જેને સાચી શ્રદ્ધા થઈ છે, તેનો મોક્ષ થઈ ચૂક્યો. જેટલાં કર્મ પૂર્વે બાંધેલાં છે, તે પૂરાં થતાં સુધી ભવ કરવા પડે તો કરે, પણ આખરે મોક્ષ થાય. રસ્તામાં ચાલતાં સાંજ પડે અને સૂઇ જઇએ પછી સવારે જેમ ચાલવા માંડીએ છીએ; તેમ મોક્ષમાર્ગ જેને પ્રાપ્ત થયો છે, તેને બીજો દેવાદિનો ભવ કરવો પડે, ત્યાં પૂર્વે કરેલાં પુણ્ય ભોગવે છે, ધર્મ ઓછો થઈ શકે છે; પણ પાછો મનુષ્યભવ મળે ત્યારે તેને ધર્મની રુચિ પ્રબળપણે જાગે છે અને મોક્ષમાર્ગ બતાવનાર ગુરુનો યોગ પણ તેને મળી આવે છે તથા વિશેષપણે મોક્ષમાર્ગ આરાધે છે. આઠ દૃષ્ટિની સઝાયમાં આવે છે : “કૃષ્ટિ થિરાદિક ચારમાં, મુક્તિ પ્રયાણ ન ભાજે રે; રયણી-શયન જેમ શ્રમ હરે, સુરનર સુખ તેમ છાજે રે. વીર જિનેસર દેશના.' સમ્યફદૃષ્ટિ થયા પછી જીવ આયુષ્ય બાંધે તો તે દેવનું બાંધે, પછી મનુષ્ય થાય. વળી કર્મ અધૂરાં રહી ગયાં હોય તો દેવ થાય. એમ દેવ અને મનુષ્યના ભવ કરી વધારેમાં વધારે પંદર ભવે, તે મોક્ષે જાય છે. (બો-૩, પૃ.૧૮૮, આંક ૧૯૧). નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં; આપ તણો વિશ્વાસ દૃઢ, ને માદર નાહીં.” એ વિચારી વિશ્વાસ, પરમ આદર અને આજ્ઞા દ્ધયમાં અચળ કેમ થાય? તેમાં મારી શી ખામી છે? તે કેવી રીતે દૂર કરી શકાય ? વગેરે વિચારણા, ઝૂરણા જાગશે ત્યારે જીવને માર્ગ મળે છે, એમ પરમકૃપાળુદેવ કહે છે. (બી-૩, પૃ.૧૧૨, આંક ૧૦૫) D એક ધ્યેય નિશ્ચય કરી, તેને અનુસરવાનો નિશ્રય કરી દેવો એટલે વહેમોડે તે અમલમાં મુકાય. એમ કર્યા વિના, માત્ર ઘર બળતું દેખી કોઈ ગભરાઈ જાય અને છૂટવાનો માર્ગ ન લે તો તે બૂમો પાડતો-પાડતો, અંદર બળી મરે. માટે જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે આખો લોક ત્રિવિધ તાપથી બળતો છે.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy