SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫ જ પરિગ્રહ કરવો તજી દે છે અને એ રીતે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગરૂપ સંસારમાર્ગનો વિચ્છેદ કરી સિદ્ધિમાર્ગને પામે છે.” આ પ્રમાણે ૭૩ બોલ જણાવી, એકેક બોલથી મોક્ષ સુધી જીવ કેવી રીતે જાય છે તે બતાવ્યું છે. પરમકૃપાળુદેવે પણ કહ્યું છે : સાચા અંતઃકરણે એક પણ, સપુરુષનાં વચનને ગ્રહણ કરશે તે અવશ્ય શ્રેયને પામશે. (બી-૩, પૃ.૨૦૭, આંક ૨૦૫) || પરમકૃપાળુદેવે કહ્યું છે કે સત્સંગનો વિયોગ છે, ત્યાં કલ્યાણનો પણ વિયોગ છે; છતાં સત્સંગના વિયોગમાં પુરુષ પ્રત્યે, તેનાં વચન પ્રત્યે, તેના અપાર ઉપકાર પ્રત્યે વૃત્તિ રાખી, પોતાના ભાવ સંસાર પ્રત્યે વહેતા રોકે તો જીવને વિશેષ લાભ પણ થાય. શ્રી ગૌતમસ્વામીને વિરહદશામાં કેવળજ્ઞાન પણ થયું છે કારણ કે તે કેવળજ્ઞાન માટે જ મથતા હતા. તેમ આપણા જીવનનો હેતુ પણ જો મોક્ષ હશે તો ગમે ત્યારે પણ મોક્ષે જવાશે. તેનાં કારણ સાચાં જોઈશે. ઉપદેશછાયામાં (પૃ.૭૧૦) પરમકૃપાળુદેવ લખે છે કે ““વિષયકષાયસહિત મોક્ષે જવાય નહીં.' આટલાનો જ, જીવ જરા વાર થોભી, ઊંડો વિચાર કરે કે મારે મોક્ષે જવું છે કે નથી જવું? જો “જવું છે.' એવો અંતરમાંથી અવાજ આવે તો કહેવું કે ““વિષયકષાયસહિત મોક્ષે જવાય નહીં.” એમ પરમકૃપાળુદેવ કહે છે, તો ક્યારે એ વિષય-કષાય મૂકીશું? વિષય-કષાયનો સંગ છોડયા વિના છૂટકો નથી. દુશ્મનને દિલમાં રાખીશું ત્યાં સુધી, તે સંસારના માર્ગમાં પરિભ્રમણ કરાવી, આપણને સંતાકૂકડી રમાડશે, જન્મમરણ કરાવ્યા કરશે. માટે આજથી જ - જ્યારથી આ વાક્ય શ્રવણ કર્યું, વાંચ્યું ત્યારથી જ - તેનો ત્યાગ કરવાનો અભ્યાસ કરવા દે, એવો નિશ્ચય કર્યા વિના, આ પરિભ્રમણનો અંત આવે તેમ નથી. જગતને, અને જગત જેને પ્રિય છે એવા વિભાવને, પોષવા માટે જીવે ઘણું કર્યું છે પણ હવે તો - “શું કરવાથી પોતે સુખી? શું કરવાથી પોતે દુઃખી?” એનો વારંવાર વિચાર કરી, દુઃખનાં કારણો દૂર થાય અને સુખની સામગ્રી સંઘરાય તેમ કરવા વિનંતી છેજી. (બો-૩, પૃ.૫૭૭, આંક ૬૫૦) D પરમકૃપાળુદેવનું એક-એક વચન અલૌકિક છે. પોતે અનુભવ કર્યો, તે જ બતાવ્યો છે. જેને મોક્ષ મેળવવો છે, તેનું કામ થઈ જશે. બાકી આ કાળમાં મોક્ષ નથી વગેરે વાતો કરી, પુરુષાર્થ કરે નહીં તો શું મળશે? પોતે અનુભવથી સિદ્ધ કરી આપ્યું કે પુરુષાર્થ કરો તો જરૂર મોક્ષ મળશે. પુણ્ય ઉપાર્જન કરી, દેવલોકની આશા રાખશે, તેનો મોક્ષ કેવી રીતે થશે? જેમને મોક્ષનો ખપ નથી, તે ગમે તેવી વાતો કરી, અટકી રહેશે. સંસારના પદાર્થો ઉપર જેટલું ચિત્ત ઓછું જશે, તેટલું સપુરુષનાં વચનોમાં રહેશે. (બો-૧, પૃ.૭, આંક ૯). આહારમાં એક આચાર્ય મળ્યા હતા. તેમણે મને પૂછયું કે તમારું ધ્યેય શું છે? મેં કહ્યું, મોક્ષ. તેમણે કહ્યું, મોક્ષ તો આ કાળમાં છે નહીં. મેં પૂછ્યું, તો આપે દીક્ષા શા માટે લીધી? તેમણે કહ્યું, બીજા જીવોને દેવગતિએ મોકલવા માટે. આ કાળમાં મોક્ષ નથી, માટે પુરુષાર્થ શા માટે કરવો? પુરુષાર્થ કરવો નથી, તેથી એમ કહે છે. મોટાપુરુષોએ જે જે દુ:ખ આવ્યાં, તે સમતા રાખી સહન કર્યા છે. સમકિત છોડયું નથી. એવી વાતો વિચારવી, સાંભળવી. વાસના જાય તો જન્મમરણ જાય. સરુની આજ્ઞાએ વર્તે, તો આ કાળમાં મોક્ષ થાય; પણ જીવને પ્રમાદ કરવો છે. તેથી આ કાળમાં મોક્ષ નથી એમ કહે છે. (બો-૧, પૃ.૧૯૨, આંક ૬૭)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy