SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦૪) તેને બદલે આપણા વર્તન તરફ નજર કરીએ તો શિથિલતા સિવાય કંઈ જણાશે નહીં; તો એ મેળ મળે નહીં તેવી અત્યારની દશા પલટાવી, મોક્ષમાર્ગમાં ઉપયોગી એવા સદ્ગુણો, સઋદ્ધા, આજ્ઞાનું આરાધન, વૈરાગ્ય, સત્ય, સદાચરણ, શાંતિ, સમતા, ત્યાગ આદિ પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ, અત્યંત દ્રઢતાથી કર્તવ્ય છેજી. થયેલાં પાપોનો પશ્ચાત્તાપ કરી, ફરી તેવા દોષ જિંદગીભરમાં ન બને તેવો દૃઢ નિશ્રય રાખી, દોષો દૂર કરતા રહીશું તો અવ્યાબાધ અનંત સુખ યથા-અવસરે અનુભવીશું. (બી-૩, પૃ.૧૨૮, આંક ૧૨૮) | એક વાર આત્માનો અનુભવ થઈ જાય, તો પછી મોક્ષ મેળવવામાં વાર ન લાગે. તે અનુભવ – મોક્ષની વાનગી, આ દેહે જ મળે છે. ઉધારનું કામ નથી. રોકડિયું ખાતું છે. પુરુષાર્થની ખામી છે. મહાન પુરુષોને કેટલાં દુઃખ પડયાં છે? આપણને તેવું દુ:ખ નથી. તેમણે આત્માનું કેવું સુખ દીઠું હશે કે દેહને જતો કરે છે ! (બો-૧, પૃ.૭, આંક ૬) T મોક્ષસુખની કોઇ જાત જ જુદી છે. મોક્ષનું સુખ નિરુપાધિક છે અને સંસારનું સુખ ઉપાધિવાળું છે. બે માર્ગ છે. જેને નિરુપાધિક સુખ જોઇતું હોય, તે મોક્ષ ભણી વળે અને જેને ઔપાધિક સુખ જોઈતું હોય, તે સંસાર ભણી વળે. (બો-૧, પૃ.૫૧, આંક ૨૬) D મોક્ષે જવું હોય તો રાગ-દ્વેષને ઓછા કરવા પડે. ભગવાન પ્રત્યે રાગ કરવાનો છે. એ એકપક્ષી રાગ હોવાથી મોક્ષે લઈ જાય છે. ભગવાન પ્રત્યે રાગ થવા માટે સંસાર પ્રત્યેથી રાગભાવ ઓછો કરવાનો છે. જે જે રાગ-દ્વેષ ઓછા કરે, તે ભગવાનની પાસે જાય છે. (બો-૧, પૃ.૨૭૧) જેને મોક્ષે જવું હોય તેણે ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ સહજસ્વરૂપે કરવા યોગ્ય છે. સહજ ત્યાગની ભાવના થાય; ત્યાગ ન થઈ શકે તેના ઉપર વૈરાગ્ય રાખે; ક્રોધાદિ કષાયોને ઉપશમાવે એટલે કે થવા ન દે, શમાવે; અને ભક્તિમાં તલ્લીન થાય - એ ચારેય સહજ કરી, સહજ સ્વભાવે કરી મૂકવા જેવાં છે. પ્રમાદને લઈને, શિથિલતાને લઈને કરીશું, કરીશું એમ જીવ કરે છે. મિથ્યાત્વનો સંગ અનાદિકાળથી છે; તેથી ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ – એ એકદમ ન ગમે. ગમે, એમ થવું મુશ્કેલ છે. મારે એ કરવું જ છે, એમ જો લક્ષ રહે તો ક્રમે-કમે કરી એ સહજ થઈ જાય. (બો-૧, પૃ.૨૭૩) I એક પણ શબ્દ જ્ઞાનીના દ્વારા મળેલો, જીવમાં પરિણામ પામે તો જીવને તે મોક્ષે લઈ જાય છે, એ ભાવાર્થનું એક અધ્યયન (૭૩ ફળાફળી પરાક્રમ) ઉત્તરાધ્યયનમાં છે. તેમાં પ્રથમ સંવેગ વિષે કહે છે : “મોક્ષાભિલાષા : સંવેગથી જીવમાં તીવ્ર ધર્મશ્રદ્ધા જન્મે છે. તીવ્ર ધર્મશ્રદ્ધાથી તેની મોક્ષાભિલાષા વળી વૃદ્ધિગત થાય છે. તેથી તે જીવ અનંતકાળ સંસારમાં રખડાવનાર ક્રોધ, માન, માયા અને લોભનો (અનંતાનુબંધીનો) નાશ કરે છે અને નવા કર્મો બાંધતો નથી. ક્રોધાદિના નાશથી તત્ત્વાર્થમાં તેની અશ્રદ્ધા દૂર થાય છે અને વિશુદ્ધ શ્રદ્ધા જન્મે છે. તે દર્શનવિશુદ્ધિથી (ક્ષાયિકદર્શનથી) કેટલાક જીવો તે ભવે જ સિદ્ધિ પામે છે અથવા ત્રીજે ભવે તો અવશ્ય પામે છે જ.'' તેમાં નિર્વેદ વિષે કહે છે : “સંસારથી વિરક્તતા : તેનાથી જીવ - દેવ, મનુષ્ય અને પશુપંખી (તિર્યંચ) સંબંધી કામભોગો પ્રત્યે વિરક્ત થાય છે; વિરક્ત થયા બાદ તે ભોગસાધનોની પ્રાપ્તિ માટે આરંભ તેમ
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy