SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮૪) 1 શ્રી આનંદઘનજીકૃત ચોવીસી, મહાવીર સ્વામી ભગવાનનું સ્તવન : આલંબન સાધન જે ત્યાગે, પર પરિણતિને ભાગે રે. ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીની હયાતીમાં ઉપરની કડીનું વિવેચન થયું હતું. એક ભાઇએ જણાવ્યું હતું કે સપુરુષનું આલંબન જે ત્યાગે, તે પરપરિણતિના ભાંગામાં આવે છે. બીજા ભાઈએ જણાવ્યું હતું કે જ્યાં સુધી પરદ્રવ્યનું અવલંબન છે, ત્યાં સુધી હું અને પર એવી કલ્પના હોય છે તથા ધ્યાતા, ધ્યાન, ધ્યેય કે જ્ઞાતા, જ્ઞાન, શેયની કલ્પના હોય છે અને કલ્પના હોય ત્યાં નિર્વિકલ્પદશા નથી હોતી, તેથી પરનું આલંબન લેવારૂપ સાધન, જે તજી સ્વઆત્મપરિણામે પરિણમે છે, તેને પરપરિણતિ હોતી નથી. તે પ૨પરિણતિનો નાશ કરે છે. આ પ્રકારે ચર્ચા થયેલી સ્મૃતિમાં છે. તે ઉપરથી વિચારતાં તેમ જ પાછલી કડીનો સંબંધ જોતાં “અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે, આનંદઘન પ્રભુ જાગે રે'' પાછળનો અર્થ તે સ્તવનમાં વધારે બંધબેસતો લાગે છે; કારણ કે “અક્ષયજ્ઞાન' = કેવળજ્ઞાનનું કારણ આત્મભાવના છે. “આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે." નિજ શુદ્ધ આત્માની ભાવના, તલ્લીનતા તે બહુ ઊંચી ભૂમિકાને યોગ્ય વાત છે, પણ શરૂઆતમાં જીવને પુરુષનું અવલંબન છે, તે મોક્ષમાર્ગમાં દોરનાર છે. એક સપુરુષ અને બીજા તેના આશ્રિતો, એ બંને મોક્ષમાર્ગના આરાધક છે એમ પરમકૃપાળુદેવે જણાવેલું છે; એટલે સત્પષના આલંબનરૂપ સાધન જીવને મોક્ષમાર્ગમાં પ્રવર્તાવે છે, અને જેમ જેમ દશા વર્ધમાન થાય અને અપ્રમત્તદશા પ્રાપ્ત થાય, તેમ તેમ શુદ્ધસ્વરૂપમાં સ્થિરતાં થતાં, પરપરિણતિ સ્વાભાવિક રીતે છૂટી જાય છે; પણ જે, શુદ્ધ આત્માનું નામ માત્ર લઈ, તે વાતના મોહમાં મૂંઝાઇ, આલંબન-સાધન વૃઢ થયા પહેલાં છોડી બેસે તો પરપરિણતિ છૂટવાને બદલે પરપરિણતિમાં (અશુભભાવમાં) જીવ વહ્યો જાય છે; એટલે શુદ્ધભાવની મુખ-મંગળિયા પેઠે માત્ર વાતો કરી, શુભભાવને જે છોડી બેસે છે, તે શુદ્ધભાવને તો જાણતો નથી અને શુભને છોડી દે છે, તેથી અશુભ વગર બીજો કોઈ તેને આશરો રહ્યો નહીં. માટે આપણે માટે તો સપુરુષની ભક્તિ, તેનાં વચનોમાં પ્રીતિ-ભક્તિ અને તે વચનોના આરાધનમાં યથાશક્તિ પ્રીતિ-ભક્તિ, તલ્લીનતા કર્તવ્ય છે. તે અવલંબન છોડવા જેટલી આપણી દશા નથી, એમ હાલ મને તો સમજાય છે. શ્રી આનંદઘનજી જેવી દશા આવશે ત્યારે આલંબન-સાધન સહેજે છૂટી જશે. “अव्रतानि परित्यज्य व्रतेषु परिनिष्टितः । त्यजेत्तान्यपि संप्राप्य परमं पदमात्मनः ।।'' શ્રી સમાધિશતકકારે આ ગાથામાં અવ્રતો (અશુભભાવનાં કારણ) તજી, વ્રતોમાં વૃઢ થવા ભલામણ આપી છે અને પછી આત્માના પરમપદની પ્રાપ્તિ કરીને વ્રતોને (શુભભાવનાં કારણો - સાધનોરૂપ આલંબનોને) તજવાની છેલ્લી શિખામણ આપી છે; એટલે ગમે તે વાંચતાં-વિચારતાં, આપણે અત્યારની ભૂમિકામાં કેમ પ્રવર્તવું, એ લક્ષ ભૂલવા યોગ્ય નથી. ઉપદેશબોધ અને સિદ્ધાંતબોધ વિષે પરમકૃપાળુદેવે પત્ર લખ્યો છે (પત્રાંક ૫૦૬), તે બહુ વિચારવા યોગ્ય છે. તેમાં જણાવ્યા પ્રમાણે ઉપદેશબોધ વિના સિદ્ધાંતબોધ જીવ સાંભળી જાય તોપણ પરિણમી શકતો નથી. તેથી ઉપદેશબોધ વૈરાગ્ય-ઉપશમ અર્થે વારંવાર ઇચ્છવા યોગ્ય છે, તેમ સાધ્યદશા પ્રાપ્ત
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy