SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮૫) થવા સાધકદશાની ઉપાસના આલંબન-સાધનથી લાંબા વખત સુધી સામાન્ય પ્રકારે ઉપાસવા યોગ્ય છેજી. કોઈ અપવાદમાર્ગી જીવને (પૂર્વના આરાધકને બાદ કરતાં, આ કાળમાં ભક્તિમાર્ગ તે અર્થે જ સર્વોત્કૃષ્ટ પરમકૃપાળુદેવે જણાવ્યો છે. (બી-૩, પૃ.૯૬, આંક ૮૯) | આલોચના : જો જો પુદ્ગલફરસના, નિશ્રે ફરસે સોય; મમતા સમતા ભાવશું, કર્મ બંધ-ક્ષય હોય. “જો જો પુદ્ગલ ફરસના'' - માત્ર જ્ઞાતા-દૃષ્ટા તરીકે, બાંધેલાં કર્મો જોજો; તેમાં માથું મારવા જેવું, ઇષ્ટ-અનિષ્ટપણે કરી આત્માને ક્લેશિત કરવા જેવું નથી. ચેતાવે છે કે જોજો હોં, ભૂલતા નહીં; “પુદ્ગલ રચના કારમીજી'' તેમાં મનને લીન કરવા જેવું નથી; અથવા જે જે પુદ્ગલ ફરસના પ્રારબ્ધ અનુસાર બને છે, તેમ જ બનવાનું નિર્માયેલું હતું. નિશ્રે ફરસે સોય'' -- પાંચ ઇન્દ્રિયોથી જણાતું જગત બધું પુદ્ગલમય છે અને સદાય ફરતું જ છે, ફરશે જ; એક આત્મા અવિચળ, નિત્ય, ટંકોત્કીર્ણવત્ ત્રણે કાળ રહેનાર છે; તે સિવાય જ્યાં જ્યાં જીવે વિશ્વાસ રાખ્યો હશે, તે બધું પલટાઈ-ફરી જવાનું છે. નહીં ધારેલું બનશે. મરણનો ખ્યાલ નહીં હોય તે અચાનક આવીને ડોળા કાઢી ડરાવશે. આવા ને આવા દહાડા સદાય રહેવાના નથી. પીંપળ પાન ખરંતાં, હસતી કૂપળિયાં, મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયાં.” તેમ કાળા વાળ ધોળા થઈ જશે; કાને સાંભળવું ધબ થઈ જશે; લાકડી વિના ડગ નહીં ભરી શકાય; ચામડી ઢીલી પડી જઈ ટટળશે; મુખમાંથી લાળો પડશે; આંખે સૂઝશે નહીં; નાનાં છોકરાં પણ તિરસ્કાર, મશ્કરી કરશે; આ બધો અધિકાર હતો, ન હતો થઇ જશે; અથવા જે પુદ્ગલની ફરસના માંડી હશે તે જરૂર ભોગવવી પડશે. પોતાનાં કર્યા પોતાને જ ભોગવવાં પડશે, પણ ભોગવવા-ભોગવવાની રીતમાં જ્ઞાની-અજ્ઞાનીમાં ભેદ પડે છે તે હવે જણાવે છે: “મમતા - સમતા ભાવશું, કર્મ બંધ-ક્ષય હોય.' મમતા કરનાર પ્રારબ્ધ ભોગવતાં બંધાય છે અને સમતા ધારણ કરનાર જ્ઞાનીજન તે જ પ્રકારના પ્રારબ્ધને ભોગવી લઈ મુક્ત થાય છે, છૂટે છે. ચમત્કારી વાત છે. સમતા રહેવી દુષ્કર છે. (બી-૩, પૃ.૩૧૮, આંક ૩૧૦) અત્યારે જણાતા જે જે દ્રવ્યોનો, ક્ષેત્રોનો, અનુકૂળ-પ્રતિકૂળ કાળ અને તેવા તાત્કાલિક સ્ફરતા (અનાભોગ જેવા) સંસ્કારરૂપ ભાવોનો જેવો જેવો મંદ-તીવ્ર આદિ પ્રારબ્ધયોગ પૂર્વે સંચિત કર્યો હોય તેવો તેવો દેખાય છે, તે પ્રમાણે થવાનું નિર્માણ થયેલું હોવાથી થાય છે, એ તો ધનુષ્યથી છૂટી ગયેલા બાણની પેઠે જેટલી વેગવાળી, જેવી દિશાની શક્તિ તેને મળી હોય તે તરફ તેટલા વેગે જાય છે, પરંતુ જેની પાસે ઢાલ હોય છતાં સાવધ ન હોય તો તેટલા વેગે તે બાણ તેને વાગે છે; જો સાવધાન રહે અને ઢાલનો ઉપયોગ કરે તો તે બાણ અથડાઈને ગતિરહિત થઈ પડી જાય છે, તેમ પુદ્ગલ-ફરસનારૂપ કર્મનો ઉદય તો સંચિત રસ આદિ સામગ્રી સહિત યથાકાળે ઉદય આવે છે, તે વખતે પરમ દુર્લભ એવી સપુરુષ પ્રત્યેની, તેની આજ્ઞાના અચિંત્ય માહાભ્યની મહત્તા જેટલી હૃદયમાં વસી હોય અને સાવધાની (ઉપયોગ) રાખે તો તે કર્મ પુદ્ગલ-ફરસના દેહાદિ પ્રત્યેની મમતા મુકાવી, સમતા કરાવે તેટલો સત્યધર્મ પ્રગટી ધર્મધ્યાન થતાં નિર્જરા થાય, કર્મક્ષય થાય; અને સાવધાની ન રહે તો છતી ઢાલે તે બાણથી વીંધાઈ જાય તેમ કર્મબંધ અવશ્ય થાય.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy