SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮૩) ચિદાનંદઘન એટલે ચૈતન્યનો પરમાનંદરૂપ સ્વભાવ; તેના સુયશ = પ્રશંસાનો; વિલાસી = અનુભવ કરનાર; ક્ષાયિક સમ્યકુદ્રષ્ટિજીવ જગતનાં સુખનો ઇચ્છક કેમ હોય? આ બધાનું કારણ શું? એ ગુણ = ઉપકાર પરમકૃપાળુ પરમપુરુષનો છે, તે કેમ વીસરી શકે? રાતદિવસ સંભારવા યોગ્ય પરમપુરુષની નિષ્કારણ કરુણા છે. “તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે, એવા સર્વ સત્પરુષો, તેના ચરણારવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહો.' (૪૯૩) પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમ ભેદ સુઉર બસે, વહ કેવલકો બીજ જ્ઞાની કહે, નિજકો અનુભવ બતલાઇ દિયે.'' (બી-૩, પૃ.૬૦૬, આંક ૬૯૯) 1 શ્રી આનંદઘનજીકૃત ચોવીસી, શાંતિનાથ ભગવાનનું સ્તવન શાંતિસ્વરૂપ કિમ જાણીએ, કહો મન કિમ પરખાય રે? એવો પ્રશ્ન થયો, એ ક્ષયોપશમ લબ્ધિ છે. ભાવ અવિશુદ્ધ સુવિશુદ્ધ જે, કહ્યા જિનવર દેવ રે, તે તેમ અવિતથ્થ સદ્દહે, પ્રથમ એ શાંતિપદ સેવ રે. એનું ભાન થાય, અર્થાત આ શુદ્ધભાવ છે અને આ અશુદ્ધભાવ છે એવો ભેદ થાય, તે બીજી , વિશુદ્ધિલબ્ધિ છે. આગમધર ગુરુ સમકિતી, કિરિયા સંવર સાર રે; સંપ્રદાયી અવંચક સદા, શુચિ અનુભવ આધાર રે. સદ્ગુરુનો યોગ થાય અને દેશના પ્રાપ્ત થાય એ દેશનાલબ્ધિ અને વિશેષ સમજાય એ પ્રાયોગ્યલબ્ધિ છે; અને પછી કરણલબ્ધિ આવે ત્યારે સમકિત થાય. તે પ્રાપ્ત કરવા માટે : દુષ્ટજન સંગતિ પરિહરી, ભજે સુગુરુ સંતાન રે; જોગ સામર્થ્ય ચિત્ત ભાવ જે, ઘરે મુક્તિ નિદાન રે. એટલે કુસંગ તજી સત્સંગ કરવો. દર્શનમોહ ગયા પછી ચારિત્રમોહ રહે છે, તેને દૂર કરવાનો પુરુષાર્થ કરવાનો છે. ચારિત્રમોહ દૂર કરવા “જોગ સામર્થ્ય” એટલે વીર્ય સ્ફરે, તેથી ચારિત્રમોહ દૂર થાય. જોગ સામર્થ્ય' એ મુક્તિનું કારણ છે. પછી આગળ દશા વધે છે ત્યારે સમભાવ આવે છે, ત્યારે મોક્ષ અને સંસાર બેઉ સરખા લાગે છે. પહેલાં તો મોક્ષની ઇચ્છા હતી, પણ હવે સ્વરૂપરમણતા થઈ તેથી બેઉ ઉપર સમભાવ આવ્યો. સ્વરૂપરમણતા થાય પછી કોઈ પણ વસ્તુની ઇચ્છા રહેતી નથી. ૐ જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઇચ્છા કે સ્પૃહા નહોતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઇચ્છા પણ નિવૃત્ત થઈ છે, તેને હે નાથ ! તું તુષ્ટમાન થઈને પણ બીજું શું આપવાનો હતો ?' (૬૮૦) પછી આનંદઘનજી પોતે પોતાને કહે છે: અહો! અહો! હું મુજને કહું, નમો મુજ નમો મુજ રે. મને ધન્ય છે કે વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, તે તરફ મારું વલણ થયું ! પોતે ધન્ય છે, એમ લાગે છે. (બો-૧, પૃ.૧૪૫, આંક ૨૦)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy