SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮૨ આઠ વૃષ્ટિની સજઝાય (પાંચમી વૃષ્ટિ, ગાથા ૩) : બાળ ધૂલિ ઘર લીલા સરખી, ભવચેષ્ટા ઇહાં ભાસે રે; રિદ્ધિ સિદ્ધિ સવિ ઘટમાં પેસે, અષ્ટ મહા સિદ્ધિ પાસે રે. એ ગુણ રાજતણો ન વિસારું, સંભારું દિનરાત રે. આ સંસારનાં અગત્યનાં ગણાતાં કામો - વ્યવહાર, કુટુંબ, ધન, સગાંનાં મોં રાખવા, દેહની સંભાળ કે દેવલોકનાં સુખ અને આજીવિકા આદિની ચિંતાઓ – બધાં કામ નાનાં બાળકોની રમત જેવાં જ્ઞાનીને લાગે છે; નિરર્થક સમજાય છે. આત્મહિત સિવાય કોઈ કામ અગત્યનું લાગતું નથી. આત્માની મહત્તા એટલી બધી છે કે જે જે ચમત્કારો કે વૈભવો, જગતમાં ગણાય છે તે આત્મવિભૂતિ આગળ તુચ્છ છે. જે જે કંઈ મહત્ત્વનું ગણાય છે, તે આત્મસ્વરૂપની પૂર્ણતામાં આવી જાય છે. એવું કંઈ બાકી રહેતું નથી કે જેના વિના જ્ઞાની સુખી થઈ ન શકે. આવું અપૂર્વપદ પરમકૃપાળુદેવની કૃપાથી, તેની આજ્ઞા ઉઠાવવાથી પ્રાપ્ત થઈ શકે તેમ છે, તો તેનો ઉપકાર રાતદિવસ સંભારવા યોગ્ય છે. (બી-૩, પૃ.૩૮૦, આંક ૩૮૬) આપે “અષ્ટ મહા સિદ્ધિ' સંબંધી પુછાવ્યું; પત્રમાં તેના વર્ણનથી સ્વ-પરહિતનું કારણ નહીં જણાવાથી ઉત્તર લખ્યો નહોતો. હેય વસ્તુ કરતાં ઉપાદેય તરફ વધારે લક્ષ દેવા યોગ્ય છે. રિદ્ધિસિદ્ધિ તરફ મહાપુરુષોએ પૂંઠ દીધી છે; તે નહીં સમજાય તોય હાનિ નથી, સમજાયે લાભ નથી એમ જાણીને જ પત્ર લખ્યો નથી. (બો-૩, પૃ. ૨૫૮, આંક ૨૫૨) આઠ દૃષ્ટિની સજઝાય (પાંચમી વૃષ્ટિ, ગાથા પ-૬): શીતળ ચંદનથી પણ ઉપન્યો, અગ્નિ દહે જેમ વનને રે, ધર્મજનિત પણ ભોગ ઇહાં તેમ, લાગે અનિષ્ટ તે મનને રે. એ ગુણ રાજતણો ન વિસારું, સંભારું દિનરાત રે. પાંચમી વૃષ્ટિ ક્ષાયિક સમકિત વિષેની છે. પુણ્યયોગે પ્રાપ્ત થયેલાં દેવલોકનાં વિષય-સુખો પણ ક્ષાયિક સમકિતીને ઈષ્ટ નહીં પણ અનિષ્ટ લાગે છે. કોના જેવાં? શીતળ ચંદન, જેનું (ધસેલા ચંદનનું) ટીપું ઊકળતા તેલમાં પડવું હોય તો તે તેલ ઠંડું થઈ જાય, તેવા ચંદનના વૃક્ષનાં ડાળ પરસ્પર ઘસાવાથી અગ્નિ પ્રગટે છે, તે આખા ચંદનના વનને પણ બાળી નાખે છે; તેમ સમ્યકુદ્રષ્ટિ ક્ષાયિકદશા પામ્યો તો તે ગમે તેવાં પુણ્ય પણ, આત્મા સંબંધીના અનેક વિચારો અને અનુભવદશાને વિપ્ન કરનાર ગણી, બળતરા સમાન તે સુખને દુઃખરૂપ ગણે છે. જેને સુખદુઃખ, સમાન - કર્મનાં ફળરૂપ સ્પષ્ટ સમજાયાં છે, તેની દશા આ કડીમાં વર્ણવી છે. અંશે હોય ઇહાં અવિનાશી, પુદ્ગલ જાલ તમાસી રે; ચિદાનંદઘન સુયશ વિલાસી, કેમ હોય જગનો આશી રે. એ ગુણ રાજતણો ન વિસારું, સંભારું દિનરાત રે. અંશે અવિનાશી પદ એટલે સિદ્ધપદ જેને પ્રાપ્ત થયું છે; પુદ્ગલની જાળ પુણ્ય-પાપ બંનેને ગણે છે; તેનાં ફળ જે સુખદુઃખ તે પણ પુદ્ગલરૂપ-કલ્પનારૂપ માની, તેનો તમાસો જોનાર દૃષ્ટારૂપ તે રહે છે.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy