SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ સંઘયણનામકર્મ ૧૨૭ (૧૪) કાર્મણકાશ્મણબંધનનામકર્મ પૂર્વે ગ્રહણ કરેલ કાર્મણ વર્ગણાના પુદ્ગલો સાથે નવા ગ્રહણ કરાતા કાર્મણ વર્ગણાના પુદ્ગલોનો સંબંધ થાય તે. (૧૫) તૈજસ કાર્પણ બંધન : પૂર્વે ગ્રહણ કરેલ અને નવા ગ્રહણ કરાતા તૈજસ અને કાર્પણ વર્ગણાના પુદ્ગલોનો પરસ્પર સંબંધ થાય તે. પ્રશ્ન : ઔદારિકાદિની સાથે જેમ તૈજસ અને કાર્મણનું બંધન કહ્યું તેમ ઔદારિકની સાથે વૈક્રિય અને આહારકનું તથા વૈક્રિયની સાથે આહારકનું બંધન કેમ ન કહ્યું ? જવાબ : દારિક વૈક્રિય અને આહારક શરીરની વર્ગણાના પુદ્ગલોનું પરસ્પર જોડાણ થતું નથી. કારણ કે તે શરીરો ભિન્ન-ભિન્ન હોય છે તેથી અન્યોન્ય જોડાણ ન હોવાથી તેનાં બંધન નથી. પ્રશ્ન : જેમ બંધન પંદર છે. તો ગ્રહણ કરેલા પુલોનું જોડાણ થાય-સંબંધ થાય તો સંઘાતન પણ પંદર કહેવાં જોઈએ. જવાબ : જો કે પ્રશ્ન બરાબર છે, પરંતુ વિજાતીયનો યોગ તો શુભ નથી. સજાતીયનો યોગ જ શુભ છે. જેમ મોહનથાળ બનાવવા બજારમાં લોટ-ખાંડ-ઘી-મસાલાં ભેગાં કરીને ન લવાય અને લાવે તો તે મૂર્ખ કહેવાય. તે સારું ન કહેવાય. લાવ્યા પછી બનાવતી વખતે ભેગાં કરાય. એમ અહીં શરીરને યોગ્ય પુગલો એકઠા ભિન્ન કરાય પછી રચના અનુસાર સંબંધ કરાય છે તેથી સંઘાતન પાંચ છે અને બંધન પંદર છે. ૬ સંઘયણનું વર્ણન संघयणमट्ठिनिचओ, तं छद्धा वजरिसहनारायं । तह रिसहनारायं, नारायं अद्धनारायं ॥ ३८ ॥
SR No.023040
Book TitleKarmvipak Pratham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAgamoddharak Pratishthan
Publication Year2006
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy