SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ कीलिअ-छेवटुं इह-रिसहो पट्टो अ कीलिआ वजं । उभओ मक्कडबंधो, नारायं इममुरालंगे ॥ ३९ ॥ શબ્દાર્થઃ િિનયમો હાડકાંનો સમૂહ, છઠ્ઠાં છ પ્રકારે, કીનિવા =કીલિકા, રિસદો ઋષભ, કીર્તાિમાં=ખીલી, મડવંધો=મર્કટબંધ. ગાથાર્થ : સંઘયણ એટલે હાડકાંનો સમૂહ-રચના તે છ પ્રકારે છે. વજ>ષભનારાચ, 2ષભનારા, નારાય, અર્ધનારાચ, કાલિકા, છેવટું સંઘયણ છે. અહીં ઋષભ એટલે પાટો, વજ એટલે ખીલી અને નારાચ એટલે બંને બાજુ મર્કટબંધ. આ સંઘયણો ઔદારીક શરીરમાં હોય છે. તે ૩૮, ૩૯ / વિવેચન : છ સંઘયણનું સ્વરૂપ આ પ્રમાણે છે. સંઘયણ એટલે શરીરમાં હાડકાંનો સમૂહ-હાડકાંની વિશિષ્ટ રચના-હાડકાંની મજબૂતાઈ. સંઘયણ નામકર્મ : (१) संहन्यन्ते-द्रढीक्रियन्ते शरीरपुद्गलाः येन तत् (૨) જેના વડે શરીરના પુદ્ગલો દ્રઢ કરાય તે. (૩) જે કર્મના ઉદયથી હાડકાંનો સમૂહ-બાંધો-રચના પ્રાપ્ત થાય તે સંઘયણ નામકર્મ છે. તે ૬ પ્રકારે છે. (૧) વજષભનારાસંઘયણ નામકર્મ : વજ-હાડકાંની ખીલી, ઋષભ-હાડકાંને વીંટાળનારો પાટો, નારાચમર્કટબંધ. જેમ મર્કટ-માંકડું (વાંદરું) જેમ માતાને વળગેલું હોય તેમ એક હાડકું બીજા હાડકાંને વીંટળાઈને રહેલું હોય, તેની ઉપર હાડકાંનો પાટો વીંટળાયેલો હોય અને આ ત્રણે હાડકાંને મજબૂત કરે એવી હાડકાંની ખીલી વિંધતી હોય તેવી હાડકાંની મજબુતાઈ પ્રાપ્ત થાય તે વજઋષભનારાચ સંઘયણ નામકર્મ.
SR No.023040
Book TitleKarmvipak Pratham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAgamoddharak Pratishthan
Publication Year2006
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy