SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ८१ કષાયમહનીય અને સંજવલન તે દરેકના ક્રોધ-માન-માયા-લોભ રૂપ ચાર ચાર ભેદ છે. તેથી કષાય મોહનીયના ૧૬ ભેદ છે. તે આ પ્રમાણે - (૧) અનંતાનુબંધી ઃ (૧) જેના ઉદયથી જીવ અનંત સંસારનો અનુબંધ કરે તે. (૨) અનંત ભવોનું પરિભ્રમણ થાય છે. તેનું બીજું નામ સંયોજના કષાય છે. આત્માને અનંત સંસારની સાથે જોડે. અનંતમ્ સંસાર અનુવાતિ હિનામ્ - અનંત સંસારમાં આત્માને જોડે. (૨) અપ્રત્યાખ્યાનાવરણ (અથવા અપ્રત્યાખ્યાન) ઃ જે કર્મના ઉદયથી થોડું પણ પચ્ચકખાણ જીવને ન આવવા દે. (૧) અહીં -અલ્પ, પ્રત્યાખ્યાન-પચ્ચકખાણ સાવર-આવરે એટલે અલ્પ પણ પચ્ચખાણને આવરે-થોડું પણ પચ્ચકખાણ કરી શકે નહીં. (૨) અથવા નહી પ્રત્યાખ્યાન-પચ્ચકખાણ-જેના ઉદયમાં પચ્ચકખાણ હોય નહીં. પચ્ચખાણ કરી શકે નહીં તે. અપ્રત્યાખ્યાન કષાય. (૩) પ્રત્યાખ્યાનાવરણ : સર્વવિરતિ પચ્ચકખાણને મોવરઆવરે, અર્થાત્ સર્વવિરતિ પામવા ન દે તે. (૪) સંજ્વલન : (૧) જે કર્મના ઉદયથી વિરતિ હોવા છતાં ચારિત્રને કાંઈક બાળ-કંઈક દોષિત કરે તે સંજ્વલન. સમુ-કંઈક, શ્વતિ-બાળે તે संज्वलन. (૨) ચારિત્રમાં દોષ લગાડે તે સંજવલન. (૩) ચારિત્રને મલિન કરે, પરિસહ-ઉપસર્ગ આવે છતે કંઈક અતિચાર લગાડે છે,
SR No.023040
Book TitleKarmvipak Pratham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAgamoddharak Pratishthan
Publication Year2006
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy