SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ કષાયમોહનીયકર્મ : सोलस कसाय नव नोकसाय, दुविहं चरित्तमोहणीयं । अण-अप्पच्चक्खाणा, पच्चक्खाणा य संजलणा ॥ १७ ॥ શબ્દાર્થ : વરિત્તમોદણીયં ચારિત્રમોહનીય, મનુ=અનંતાનુબંધી. ગાથાર્થ સોળકષાય અને નવનો કષાય એમ ચારિત્ર મોહનીયકર્મ બે પ્રકારે છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજ્વલન એમ ચાર પ્રકારે કષાય મોહનીય છે. / ૧૭ | - વિવેચન : દર્શનમોહનીય કર્મ પછી ચારિત્રમોહનીય કર્મનું વર્ણન આ પ્રમાણે - ચારિત્ર મોહનીયકર્મ મુખ્ય બે પ્રકારે અને ઉત્તરભેટે ૨૫ પ્રકારે છે. બે પ્રકારે ચારિત્રમોહનીય કર્મ : (૧) કષાય ચારિત્ર મોહનીય કર્મ (૨) નોકષાય ચારિત્ર મોહનીય કર્મ. (૧) ચારિત્ર મોહનીય કર્મ : (૧) જે કર્મના ઉદયથી જીવ સમ્યક્ એટલે સારું આચરણ કરવાની ઈચ્છા હોવા છતાં પણ ન કરી શકે તેને ચારિત્ર મોહનીય કર્મ કહેવાય છે. (૨) ચય-આઠકર્મનો સમૂહ, ચિત્ત-ખાલી કરે, બાળે, તે ચારિત્ર તેવા પરિણામને રોકે તે ચારિત્રમોહનીય. કષાય ચારિત્રમોહનીય : ષ = સંસાર, મા = વૃદ્ધિ જેનાથી સંસારની વૃદ્ધિ થાય, પરિભ્રમણ વધે, ભવની પરંપરા વધે તે કષાય મોહનીય. (૨) પં મર્યાન્તિ ( ત્તિ) મિ: નન્તવઃ – પ્રાણીઓ જેનાથી સંસારને પામે-મેળવે છે. કષાય ચારિત્ર મોહનીય કર્મના કુલ ૧૬ ભેદ છે. જેના અનંતાનુબંધી કષાય, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનાવરણ
SR No.023040
Book TitleKarmvipak Pratham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAgamoddharak Pratishthan
Publication Year2006
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy