SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ અવલંબન, અનુકરણ કે ગ્રહણ, દસમા સૂત્રના પ્રથમ ત્રણ મુદ્દાઓ(૧.૨.૩)માં, સત્નો ઉલ્લેખ ન કરવો, અસત્નો ઉલ્લેખ કરવો અને વસ્તુ બધે હોય તો પણ તેને એક જ સ્થળે મર્યાદિત કરવી (નિયમ) એ જ ત્રણ બાબતો કે ત્રણ શિક્ષા પ્રકારો ગણાવ્યા છે તે સાહિત્યમાં કવિસમય તરીકે ઓળખાય છે. જ્યારે દસમા સૂત્રના ચોથા મુદ્દા તરીકે છાયા વગેરેની માફક ઉપજીવન કે અવલંબનની વાત કરી છે. તે ચોથા શિક્ષા-પ્રકારને આપણે અનુકરણ તરીકે ઓળખી શકીએ. દસમા સૂત્રમાં વર્ણવેલા આ ચારેય શિક્ષાપ્રકારોનું નિરૂપણ કરવામાં, ગ્રંથકારે, રાજશેખરકૃત ‘કાવ્યમીમાંસા’માં આપવામાં આવેલી માહિતી, ફેરફાર સાથે, અપનાવી છે - પણ નિરૂપણક્રમ તથા શીર્ષકયોજના આગવાં રાખ્યાં છે.. ‘કવિસમય’ની રાજશેખરની વિભાવના રાખશેખરે ‘કાવ્યમીમાંસા’ના અધ્યાય ૧૪, ૧૫ અને ૧૬માં કવિસમય વિશે વિસ્તારપૂર્વક વિવરણ કર્યું છે. ‘કાવ્યમીમાંસા’ના ચૌદમા અધ્યાયના પ્રારંભે રાજશેખરે કવિસમયની વ્યાખ્યા આપી છે : अशास्त्रीयमलौकिकं च परम्परायातं यमर्थमुपैनिबध्नन्ति कवयः स कविसमयः । અર્થાત્ ‘શાસ્ત્રમાં ન હોય, લોકવ્યવહારમાં ન હોય પણ માત્ર પરંપરાગત રીતે પ્રચલિત હોય એવા જે અર્થનું કવિઓ વર્ણન કરે છે તે કવિસમય કહેવાય છે.’ આવી લોકબાહ્ય, શાસ્ત્રબાહ્ય, કપોલકલ્પિત વસ્તુઓનું વર્ણન ઘણાને દોષભર્યું જણાય તે સ્વાભાવિક છે. આવા વિવાદનું નિરાકરણ કરવા રાજશેખર કહે છે કે આવાં વર્ણનો વાહિયાત નથી, પરંતુ કવિઓને ઉપકારક છે; એટલું જ નહીં, પણ એ (કવિસમયો) કાવ્યમાર્ગના પ્રદર્શક છે. આનું કારણ આ પ્રમાણે છે : પ્રાચીન વિદ્વાનોએ વેદ-વેદાંગ, બહુવિધ શાસ્ત્રો આદિનું ઊંડું અધ્યયન કરીને, દેશિવદેશમાં તથા ખંડોપખંડોમાં ભ્રમણ કરીને જે વસ્તુઓને જોઈ, સાંભળી, સમજીને વર્ણનોમાં વણી લીધી, એ વસ્તુઓ તેમજ પદાર્થો, દેશ-કાળ બદલાતાં, ફેરપાર પામી હોય છતાં તેમનું એ મૂળ રૂપે વર્ણન કરવું એ કવિસમય છે. આ ‘કવિસમય’ શબ્દનો, એના મૂળને ન જાણનાર લોકોએ, માત્ર પ્રયોગ જોઈને, ઉપયોગ ચાલુ કરી દીધો અને એમ એ રૂઢ થઈ ગયો - એટલે કે અમુક ચોક્કસ અર્થમાં પ્રસિદ્ધ બની ગયો - આમાં કેટલીક બાબતો એવી છે જે પહેલેથી ૪૭
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy