SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ જ ખરેખર ‘કવિસમય' એ નામથી પ્રસિદ્ધ છે, તો કેટલીક બાબતો ધૂર્તોએ પરસ્પરની હરીફાઈમાં કે કેવળ સ્વાર્થી હેતુથી પ્રવર્તાવી છે. 3. આ કવિસમય ત્રણ પ્રકારનો છે ઃ ૧. સ્વર્ગ્યુ ૨. ભૌમ અને ૩. પાતાલીય. સ્વર્ગ તેમજ પાતાલીય કવિસમય કરતાં ભૌમ કવિસમય પ્રધાન છે, કેમ કે એનું ક્ષેત્ર અત્યંત વિસ્તૃત છે. ભૌમ કવિસમય ચાર પ્રકારનો છે ઃ ૧. જાતિરૂપ ૨. દ્રવ્યરૂપ ૩. ગુણરૂપ અને ૪. ક્રિયારૂપ. શબ્દાર્થ ચાર પ્રકારનો હોવાથી, કવિસમય, આમ, ચાર પ્રકારનો હોય છે. આ ચારેય પ્રકારના કવિસમયોમાંથી દરેક પ્રકારના ત્રણ-ત્રણ પેટા ભેદ છે ઃ ૧. અસત્નો ઉલ્લેખ કરવો તે, ૨. સત્નો ઉલ્લેખ ન કરવો તે, અને ૩. નિયમ. આ ભૌમ (પૃથ્વી પરના પદાર્થોના વર્ણનને લગતો) કવિસમય બાર પ્રકારનો છે. ‘કાવ્યમીમાંસા’ના ચૌદમા અધ્યાયમાં આ બાર પ્રકારના ભૌમ કવિસમયો પૈકી જાતિ, દ્રવ્ય અને ક્રિયા એ દરેકને લગતા, અસત્નો ઉલ્લેખ, સત્નો અનુલ્લેખ અને નિયમ એ ત્રણ ત્રણ પેટા ભેદો પાડી, કુલ નવ કવિસમયોનું રાજશેખરે સોદાહરણ વિવિરણ કર્યુ છે અને પંદરમા અધ્યાયમાં ગુણગત કવિસમયના, અસનો ઉલ્લેખ, સત્નો અનુલ્લેખ તથા નિયમ એ ત્રણ પેટા ભેદોનું સોદાહરણ સ્પષ્ટીકરણ કર્યું છે. આ રીતે ભૌમ કવિસમયના બાર પ્રકારોનું નિરૂપણ પૂરું કર્યા પછી, સોળમા અધ્યાયમાં, સ્વર્ગ તથા પાતાલીય કવિસમયોનો વિષય હાથ ધર્યો છે. અહીં ભૌમવત્ત્વોંપિવિસમય:' અને ‘ભૌમત્વર્થવત્પાતાલીયોપિ વિસમય:' એવા રાજશેખરનાં વચનો બતાવે છે કે, રાજશેખરના મતે, જેમ ભૌમ કવિસમયના બાર ભેદ છે તેમજ સ્વર્ગ તથા પાતાલીય કવિસમયના પણ ભેદ છે. પણ, વાસ્તવમાં, સોળમા અધ્યાયમાં, સ્વર્ગ તથા પાતાલીય કવિસમયનું કશું જ વર્ગીકરણ કર્યા વિના, માત્ર કવિઓને માર્ગદર્શન મળે તેવા, આ પ્રકારના થોડાક દાખલાઓ રજૂ કરીને જ, રાજશેખરે, કવિસમયનું નિરૂપણ પૂરું કર્યું છે અને સોળમો અધ્યાય સમાપ્ત કરતાં કહ્યું છે કે - सोऽयं कविनां समयः काव्ये सुप्त इव स्थितः । स साम्प्रतमिहास्माभिर्यथाबुद्धिर्विबोधितः ॥ અર્થાત્ ‘આ કવિસમય, જે કાવ્યોમાં, સૂતેલો પડયો હતો - વિસ્તૃત દશામાં હતો – તેને મેં મારી બુદ્ધિ અનુસાર અત્યારે પુનઃ જાગૃત કર્યો છે.’ ૪૮
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy