________________
શિક્ષા એટલે શિક્ષણ કે ઉપદેશ. પણ અભ્યાસ અંગેના સૂત્રમાં જે શિક્ષા’ શબ્દ છે તેનો કાવ્યશિક્ષા કે કવિશિક્ષા અર્થ છે. આ કાવ્યશિક્ષા એટલે કાવ્યસર્જન અને ' કાવ્યપરીક્ષામાં નિપુણ માણસો પાસેથી કવિને કાવ્ય રચનાની કળામાં જે દોરવણી કે તાલીમ મળે છે તે. સંસ્કૃત સાહિત્યશાસ્ત્રમાં કવિશિક્ષાના વિષયનું સ્વતંત્ર ખેડાણ થયું છે અને કેટલાક લેખકોએ “કવિશિક્ષા' વિશેના સ્વતંત્ર ગ્રંથો પણ રચ્યા છે. આ સંદર્ભમાં સેમેન્દ્રકૃત “ઔચિત્યવિચારચર્ચા,” “કવિકંઠાભરણ અને “વૃત્તતિલકમ' એ ત્રણ ગ્રંથો ઉલ્લેખપાત્ર છે. રાજશેખરકત “કાવ્યમીમાંસા પણ કવિશિક્ષા વિશે ઉપયોગી માહિતીથી ભરપૂર ગ્રંથ છે. આ વિષયની માવજત કરવામાં જૈન લેખકોએ સારો ફાળો આપ્યો છે અને કવિશિક્ષાના વિષયની વિસ્તૃત માહિતી આપી છે. શ્રી હેમચન્દ્રચાર્યું પણ “કાવ્યનુશાસન'ના, સૂત્ર, વૃત્તિ અને વ્યાખ્યા એ ત્રણેય ભાગોમાં, કવિશિક્ષાના વિષય અંગે પુષ્કળ માહિતી પ્રસ્તુત કરી છે. જો કે, બીજા પ્રતિષ્ઠિત આચાર્યો પોતાના કાવ્યશાસ્ત્રીય ગ્રંથોમાં કવિશિક્ષાને સ્વતંત્ર મહત્ત્વ આપતા નથી. અને કદાચ, તેથી જ, અલંકારશાસ્ત્રના જાણીતા આધુનિક વિદ્વાન ડૉ. સુશીલકુમાર દે, કવિશિક્ષાને કાવ્યશાસ્ત્રમાં ખાસ સ્થાન આપવાની ના પાડે છે. જો કે બધા જ પ્રતિષ્ઠિત આચાર્યો કવિના ઘડતરમાં પ્રતિભા ઉપરાંત વ્યુત્પત્તિ અને અભ્યાસની આવશ્યક્તા સ્વીકારે છે. અને એ ત્રણેય વિષયોની સુપેરે માવજત કરે છે; અને અભ્યાસમાં જ શિક્ષા કે કવિશિક્ષાને સમાવિષ્ટ ગણી, શિક્ષાના વિષયની અલગ ચર્ચા કરતા નથી, પણ શિક્ષાને ગૃહીત ગણીને, માનીને ચાલે છે. મમ્મટે “કાવ્યપ્રકાશ'(૧૩)માં ૧૦ શક્તિ, ૨: લોક, શાસ્ત્ર અને કાવ્ય વગેરેના વિમર્શનથી ઉત્પન્ન થતી નિપુણતા અને ૩ઃ કાવ્યજ્ઞના ઉપદેશથી (શિક્ષાથી) કરેલો અભ્યાસ કે મહાવરો- આ ત્રણે બાબતોને, અલગ અલગ નહીં પણ સાથે મળીને (સમુદિતા:) કાવ્યની ઉત્પત્તિનું કારણ કહ્યું છે. અહીં કારણ એ શબ્દ એકવચમાં છે તેથી સમજાય છે કે કવિને શક્તિ, વ્યુત્પત્તિ અને અભ્યાસ એ ત્રણેયની એકત્ર જરૂર છે અને એ ત્રણેયમાંથી એકેય વિના ઉત્તમ કાવ્યસર્જન થઈ શકે નહીં.
આમ છતાં, શક્તિ કે પ્રતિભાને મમ્મટે કવિત્વના બીજરૂપ સંસ્કારવિશેષ તરીકે ગણીને, વ્યુત્પત્તિ તથા અભ્યાસ કરતાં વધારે મહત્ત્વ આપ્યું છે, એટલું જ નહીં, પણ, શક્તિ વિના કાવ્ય હાંસીપાત્ર બને એમ સ્વીકાર્યું છે. આ સંજોગોમાં હેમચંદ્રાચાર્યે પ્રતિભાને જ કાવ્યની ઉત્પત્તિનું મુખ્ય કારણ ગણાવીને, વ્યુત્પત્તિ તથા અભ્યાસને, પ્રતિભાને તેજસ્વી તથા તીક્ષ્ણ બનાવતી સહાયક બાબતો ગણી છે તે
૪૫