SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ મહત્ત્વનું છે. કાવ્યપરીક્ષક માટે હેમચન્દ્રાચાર્ય “સહૃદય’ શબ્દ વાપરે છે તે પણ ધ્યાનપાત્ર છે. કેમકે, “સમીક્ષક,” “વિવેચક' કરતાં “સહૃદય' એ શબ્દ વધારે અર્થપૂર્ણ છે કે, આપણે અગાઉ એ શબ્દની ચર્ચા કરી છે તે જોતાં, સ્પષ્ટ છે. સહૃદય’ શબ્દમાં કાવ્યરસિકોનો પણ સમાવેશ છે. આવા કવિઓ તથા કાવ્યપરીક્ષકો પાસે શિક્ષા કે શિક્ષણ લઈને કવિએ પુનઃ પુનઃ કાવ્યસર્જન કરવાનું છે. આ પ્રવૃત્તિને જ અભ્યાસ કહે છે. શિક્ષા કે શિક્ષણ વિશે ગ્રંથકાર દસમા સૂત્રમાં ચર્ચા કરવાના છે તેથી શિક્ષા કે કવિની તાલીમની વ્યાખ્યા અહીં કરતા નથી. માત્ર અભ્યાસનું સ્વરૂપ અને મહત્ત્વ દર્શાવે છે. ઉપર વર્ણવ્યા પ્રમાણે કવિ અને વિવેચક પાસે શિક્ષણ મેળવીને ફરી ફરી કાવ્યરચના કરવાનો મહાવરો કે અભ્યાસ કવિની જન્મજાત પ્રતિભાને ખૂબ જ સંસ્કારે છે, તેજસ્વી કરે છે, સર્જનપટુ બનાવે છે. એટલે જ વૃત્તિમાં આચાર્યશ્રી લખે છે કે - પ્રખ્યાલંકૃતા હિ પ્રતિભા વ્યાકૃતકામધેનુવતિ | અર્થાત્ “(આ) અભ્યાસથી સતેજ થયેલી પ્રતિભા જ, કાવ્યરૂપી અમૃત આપનારી કામધેનુ બની રહે છે.” આ “અભ્યાસનું મહત્ત્વ દઢાવવા માટે આચાર્યશ્રી વામન (૧.૩.૨૪)નું એક અર્થપૂર્ણ અવતરણ(૫) વૃત્તિમાં રજૂ કરે છે. ગધના ત્રીજા પ્રકાર “ચૂર્ણમ્'નું વિવરણ કરતાં અભ્યાસનું દરેક કાર્યમાં મહત્ત્વ દર્શાવતાં પ્રાચીન શાસ્ત્રકાર વામન કહે છે કે – અભ્યાસથી જ, કોઈપણ ક્ષેત્રમાં કે પ્રવૃતિમાં, કુશળતા પ્રાપ્ત થાય છે. માત્ર એક જ વખત પડેલા પાણીના ટીપાથી પથ્થરમાં ખાડો પડતો નથી.” કવિનો સતત પ્રયાસ એ જ અભ્યાસનો પ્રાણ છે. ઊગતા કવિને કાવ્યસર્જનના પ્રાયોગિક કાર્યમાં તેમજ (કાવ્યશાસ્ત્રના)સૈદ્ધાંતિક જ્ઞાનમાં પ્રખર કવિ-વિવેચકનું માર્ગદર્શન અમૂલ્ય બની રહે એ સ્વાભાવિક છે. પણ કાવ્યજ્ઞ પાસેથી ગમે તેટલું માર્ગદર્શન મળે તો પણ જો કવિના પક્ષે ઉત્સાહભરી કાવ્ય રચવાની પ્રવૃતિ નિરંતર ચાલુ ન હોય તો અભ્યાસમાં અપૂર્ણતા જ રહે. માટે જ ગ્રંથકારે શિક્ષણની સાથે નિરંતર સર્જનની ભલામણ કરી છે. કાવ્યશિક્ષાનું ક્ષેત્ર અને મહત્ત્વ અભ્યાસની વ્યાખ્યા કરતા સૂત્ર(૯)માં “શિક્ષા' એ મહત્ત્વનો શબ્દ છે. સંસ્કૃત સાહિત્યસાસ્ત્રમાં શિક્ષાનો વિષય ઠીક ઠીક મહત્ત્વ ધરાવે છે. આમ તો ૪૪
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy