SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ બાર સ્ત્રોતોનું જે નિરૂપણ છે તેમાંથી વિચારસામગ્રી તથા ઉદાહરણ સામગ્રીની ઘણી મદદ, કાવ્યનુશાસન' ની વૃત્તિ તથા વ્યાખ્યામાં, શાસ્ત્રને પુણ્યના વિષયને વિશદ કરવા માટે, લેવાઈ છે. વળી, ક્ષેમેન્દ્રકત “કવિ કંઠાભરણ'(રાધિ-૪)માંથી પણ કવિના શાસ્ત્રપરિચયને લગતી માહિતી તથા દૃષ્ટાન્તસામગ્રીનો ઉપયોગ, આચાર્યશ્રીએ પોતાના ગ્રંથમાં કર્યો છે. આ બંને ગ્રંથોનો આચાર્યશ્રીએ અન્યત્ર પણ ઉપયોગ કર્યો છે. પ્રતિભાસંસ્કારક વ્યુત્પત્તિનું વિસ્તૃત વિવરણ કરીને ગ્રંથકાર હવે પ્રતિભાને પળોટનાર અભ્યાસની ચર્ચા હાથ પર લે છે. અભ્યાસ' - સૂત્ર નવમાં ગ્રંથકાર અભ્યાસની વ્યાખ્યા કરે છે : વ્યવછિયા પુનઃ પુનઃ પ્રવૃતિરમ્યાન: વ્યુત્પત્તિનો જોડિયો સંપ્રત્ય અભ્યાસ, પ્રતિભાને, વ્યુત્પત્તિ જેટલો જ ઉપકારક છે એ વાત ગ્રંથકારે ચોથા સૂત્રની વૃત્તિમાં તથા સાતમા સૂત્રમાં કહી છે; એટલે, અહીં, સ્વતંત્ર સૂત્ર(૧.૯)માં અભ્યાસનું સ્વરૂપ તથા મહત્ત્વ દર્શાવે છે. સૂત્રનો અર્થ છે “કાવ્યવિદ્’ એટલે કે કાવ્યના જાણકાર પાસેથી શિક્ષણ મેળવીને ફરી ફરી કાવ્ય(રચના) કરવી તે “અભ્યાસ'. આ સૂત્ર ઉપરની “વૃત્તિમાં આચાર્યશ્રી સમજાવે છે કે જે કાવ્યની રચના કરવાનું જાણે છે અને બીજાના કાવ્ય પર વિચાર કરવાની જેનામાં આવડત છે તે કાવ્યવિ એટલે કે “કવિ અને સહૃદય'. સૂત્રનો “કાવ્યવિ શબ્દ બે વાર લઈને, પહેલી વખત કાવ્યવિ એટલે “કાવ્યું વેત્તિ એટલે કે કાવ્ય રચવાનું જાણે છે તે, અને બીજી વખત કાવ્યવિ એટલે “કાવ્ય વિજો” એટલે કે કાવ્યની પરીક્ષા કરે છે તે; એવા બે અર્થો લેવાના છે. આમ “કાવ્યવિ પદમાં ‘વિ શબ્દ બે જુદા જુદા ગણના વિદ્ ધાતુમાંથી સાબિત કરેલો છે. બીજા ગણનો વિધાતુ લઈએ તો ત્તિ (ક્ષત્રેિ ઉત્ત) જે કાવ્ય રચવાનું જાણે છે તે એવો અર્થ થાય; જયારે સાતમા ગણનો વિત્ ધાતુ લઈએ તો વચ્ચે વિતે- જે કાવ્યની પરીક્ષા જાણે છે તે એવો અર્થ થાય. સૂત્રકારને વ્યવિદ્ શબ્દના આ બંને અર્થે ઇષ્ટ છે જે એક જ કાવ્યવિદ્ શબ્દમાંથી મળે છે. વૃત્તિમાં, પહેલા કાવ્યવિદ્ ને કવિ તરીકે અને બીજા કાવ્યવિ સહૃદય તરીકે ઓળખાવ્યો છે તે એટલા માટે કે નવોદિત કવિએ, કાવ્યરચનામાં નિપુણ હોય તેવા કવિની પાસે જઈને, શિક્ષણ લેવું જેટલું મહત્વનું છે તેટલું જ, કાવ્યના સહૃદય વિવેચક પાસે જઈને, શિક્ષણ લેવું એ પણ ૪૩
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy