________________
પ્રાપ્ત કરવી જોઈએ. હવે, આચાર્યશ્રીએ, સૂત્ર - ૮માં તથા તેના પરની વૃત્તિવ્યાખ્યામાં વ્યુત્પત્તિની જે વિસ્તૃત માહિતી આપી છે તે જોતાં તો એમ જ લાગે છે કે મોટા ગજાના કવિ થવા માટે, મહાન કાવ્યો રચવા માટે કવિએ જગતનું, શાસ્ત્રનું તથા સાહિત્યનું ઘણું વિશાળ તથા સૂક્ષ્મ તેમજ ઊંડું જ્ઞાન મેળવવું જોઈએ. આ દૃષ્ટિએ તો કવિનો ભાર ઘણો મોટો છે – કવિની સજ્જતા અને કવિનું પાંડિત્ય સર્વવ્યાપી છે. એટેલ જ. “વિવેક' વ્યાખ્યામાં “વૃત્તિનું ઉપરોક્ત વાક્ય ટાંકીને, એ વાક્યનો મર્મ સંક્ષેપમાં, સચોટ રીતે પ્રકટ કરવા માટે ગ્રંથકારે પ્રાચીન આલંકારિક ભામહના “કાવ્યાલંકાર'(પ.૪)ની એક કારિકા રજૂ કરીને ચર્ચા સમાપ્ત કરી છે.
આ કારિકામાં કવિપ્રતિભાને બધી જ કળાઓ અને બધી જ વિદ્યાઓ (શાસ્ત્રો) સહાયક છે એવો મત વ્યક્ત કરીને ભામહે કહ્યું છે કે -
न स शब्दो न तद्वाक्यं न स न्यायो न सा कला । जायते यन्न काव्याङ्गमहो भारो गुरुः कवेः ॥
('વિવેક'માં અવતરણ ૫, પૃ. ૧૩) અર્થાત્, “એવો કોઈ શબ્દ નથી, એવું કોઈ વાક્ય નથી, એવો કોઈ ન્યાય નથી, એવી કોઈ કળા નથી કે જે કાવ્યનું અંગ ન બને. કવિનો ભાર કેટલો મોટો છે !” આનો અર્થ એ કે મહાન કાવ્યો સર્જવાની ઇચ્છા રાખનાર કવિએ સમસ્ત વાડુમય ઉપરાંત તમામ કળાઓનું પરિશીલન કરવું જોઈએ. કવિને આપવાના જ્ઞાન-સંસ્કારનું અર્થાત્ વ્યુત્પત્તિનું આટલું બધું મહત્ત્વ છે. રુદ્રટે તેના “કાવ્યલકાર' (૧.૧૯)માં આવો જ મત પ્રગટ કર્યો છે. વામને તેના કાવ્યલંકારરસૂત્રવૃત્તિ' ગ્રંથમાં “ોકો વિદ્યા પ્રકીર્ણ ૨ વ્યાન" (૧.૩૧) એમ કહીને લોકવૃત્ત, વિદ્યાસમૂહ તથા બીજી પાંચ પ્રકીર્ણ બાબતોને કાવ્યાંગો તરીકે ગણાવી છે. અભિનવગુપ્તાચાર્યે લોચનમાં “સતવસ્તુપીપરામર્શૌશd વ્યુત્પત્તિઃ' એમ કહીને વ્યુત્પત્તિમાં ‘વિવેક' કે “ઔચિત્ય' ની અપેક્ષા રાખી છે. કાવ્યમીમાંસા(અ.૫)માં રજૂ થયેલો યાયાવરીયનો મત છે કે ‘વતાનુવતવિકો વ્યુત્પત્તિઃ' એટલે કે ““ઉચિત-અનુચિતનો વિવેક કરવાની બુદ્ધિ એજ જ્ઞાનસંપન્નતા.” બાકી તો “વહુન્નતા વ્યુત્પત્તિ અર્થાત્ “બહુ વિષયોની જાણકારી એ વ્યુત્પત્તિ” એવો આચાર્યોનો મત પણ રાજશેખરે ટાંક્યો છે.
વસ્તુતઃ રાજશેખરકૃત “કાવ્યમીમાંસા'ના અધ્યાય બેમાંથી શાસ્ત્રોના સ્પષ્ટીકરણને લગતી માહિતીની તથા એજ ગ્રંથના અધ્યાય આઠમાં કાવ્યર્થના
૪૨