SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ફેંકવા કટિબદ્ધ રામનું તાદશ ચિત્ર છે. આ શ્લોકમાં અસ્સલાઘવ, સંધાન, સ્થિરતા, આત્મવિશ્વાસ વગેરે ધનુર્વિદ્યામાં વપરાતા પારિભાષિક શબ્દો આવે છે. ધનુર્વિદ્યાના જ્ઞાનથી જ કવિ આ સુંદર બ્લોક રચવા સમર્થ બન્યા છે. આ રીતે “વિવેકમાં વિવિધ શાસ્ત્રો, કળાઓ અને માનવસ્વભાવની કવિની જાણકારી કે નિપુણતાની વિસ્તૃત, ઉદાહરણાત્મક ચર્ચા કરીને, વમન્યત્ એમ કહીને, ગ્રંથકાર, સૂચવે છે કે અહીં ન ગણાવેલાં શાસ્ત્રોનાં યોગ્ય ઉદાહરણો મળી રહેશે. આ બતાવે છે કે કાવ્યસર્જનને ઉપકારક શાસ્ત્રો તથા કળાઓની અંતિમ સંખ્યા નિશ્ચિત થઈ શક્તી નથી; કેમ કે શાસ્ત્રો તથા કળાઓ, માનવસંસ્કૃતિના વિકાસની સાથે સાથે, સંખ્યામાં તથા પ્રમાણમાં વધતાં જ રહે છે.૧૩ આથી જ, “કાવ્યાનુશાસન'ની વૃત્તિમાં તથા “વિવેક' વ્યાખ્યામાં, આચાર્યશ્રીએ, વ્યુત્પત્તિની વિભાવના સ્પષ્ટ કરવા માટે, વિશેષતઃ શાસ્ત્ર ને વિદ્યાના સંદર્ભમાં, રાજખેશરકૃત “કાવ્યમીમાંસા' (અ.૮)માંથી તથા હેમેન્દ્રકૃત “કવિકંઠાભરણ (સંધિ ૫)માંથી ઘણીખરી લાભદાયક વિચારસામગ્રી તથા ઉપયોગી દૃષ્ટાન્તસામગ્રી સમાવી લીધી છે. આમ વિવેકના (પૃષ્ઠ ૭ થી ૧૦ના) ઉદાહરણશ્લોક ૨ તથા ૬-૧૯, એ કુલ ૧૫ શ્લોકો રાજશેખરકૃત કાવ્યમીમાંસા'ના કાવ્યાર્થના સ્ત્રોત વિશેના આઠમા અધ્યાયમાંથી, વિષયોની નામાવલી સાથે, લીધેલા છે. જ્યારે વિવેકના ઉદાહરણ શ્લોક ૨૭ સિવાય, શ્લોક ૨૦-૨૬ તથા શ્લોક ૨૮-૩૨, ક્ષેમેન્દ્રકૃત “કવિકંઠાભરણ (સંધિ ૫)માંથી શાસ્ત્રપરિચય દર્શાવવા માટે લીધા છે. કાવ્યસર્જનમાં લોક, શાસ્ત્ર અને કાવ્યોમાં નિપુણતા, વિદ્વત્તા કે વ્યુત્પત્તિનું મહત્ત્વ દર્શાવતું વિવેચન પૂરું કરતાં પહેલાં, વૃત્તિમાં, આચાર્યશ્રીએ એક મહત્ત્વનું વિધાન કર્યું છે : સોવિનિપુણતાસંસ્કૃતપ્રતિબો દિ તતતિશળ વ્યિમુનિવધતિ | એટલે જે કવિની જન્મજાત પ્રતિભા, વિવિધ કળાઓ, શાસ્ત્રો, સંપૂર્ણ વિશ્વ અને લોકવ્યવહારો, માનવસ્વભાવ વગેરેની ઊંડી સમજથી કેળવાઈ, ઘડાઈ, સુસંસ્કૃત થઈ છે, તીક્ષ્ણ અને ઉજજવળ બની છે તેવો કવિ લોકમર્યાદા, માનવસ્વભાવની મર્યાદા અતિક્રમ્યા વિના જ કાવ્યસર્જન કરવામાં સફળ થાય છે. સાહિત્યમાં ઔચિત્યના સિદ્ધાંતની અહીં પુષ્ટિ છે. હેમચંદ્રાચાર્યના આ વિધાનનો અર્થ એ છે કે જન્મજાત પ્રતિભાવાળા કવિએ પણ ઉત્તમ સર્જન કરવા માટે લોક, શાસ્ત્ર, કાવ્યોમાં નિપુણતારૂપ વ્યુત્પત્તિ
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy