SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્ધશાલભંજિકા' (૩.૧૭)નો એક શ્લોક(ઉદા. ૨૮), કવિના ધાતુવિદ્યાના જ્ઞાનનો પરિચય કરાવે છે. પ્રેમ-વિરહમાં પીડાતી નાયિકાના શરીરના વર્ણનમાં કવિએ સોના-ચાંદી જેવી ધાતુની પ્રકૃતિ, વિકૃતિ અને મિશ્રણ અંગેના જ્ઞાનનો કાવ્યમય ઉપયોગ કર્યો છે. ઘૂતવિદ્યા, ઇન્દ્રજાલવિદ્યા, ચિત્રકલા જેવી સામાજિક મનોરંજનની વિદ્યાઓ તથા કળાઓનું થોડુંઘણું જ્ઞાન કવિને ઉપયોગી નીવડે છે એ બતાવવા ગ્રંથકાર ‘વિવેક'માં શ્લોક ૨૯, ૩૦ અને ૩૧ રજૂ કરે છે. ચંદ્રકકવિના એક શ્લોકમાં જુગટાની રમતના શબ્દોનો કળાત્મક વિનિયોગ થયો છે. જેમ જુગટાની રમતમાં બે પાસાઓની મદદથી સોગઠીઓને એક કોઠામાંથી બીજા કોઠામાં ફેરવવામાં આવે છે અને તેમાં જે કોઠામાં અનેક સોગઠી હોય ત્યાં એક અને જ્યાં એક સોગઠી હોય ત્યાં અનેક સોગઠી થઈ જાય છે તેમજ રુદ્રરૂપ કાળ, બે પાસારૂપ રાત અને દિવસ ફેરવીને પ્રાણીઓ રૂપી સોગઠાંને જગટાની રમતની માફક રમે છે - જેમકે કોઈ ઘરમાં પહેલાં એક જણ હતો તે પછી સંતાનો વધતાં ઘણા પણ થાય છે અને છેવટે કદાચ એક જણ થઈ જાય તેવું થાય છે. આમ, આ શ્લોકમાં કવિએ સૃષ્ટિ-સ્થિતિ સંહાર વગેરે ક્રિયાઓનું પાસાની રમત સાથેનું સામ્ય સરસ રીતે નિરૂપ્યું છે. ઘૂતવિદ્યાના જ્ઞાનથી જ આ શક્ય બન્યું છે. ઇન્દ્રજાલ કે જાવિદ્યાનું જ્ઞાન પણ કવિને ઉપકારક છે. શ્રીહર્ષકૃત રત્નાવલી નાટિકાના ચોથા અંકના અગિયારમા શ્લોકમાં આવતું ઈન્દ્રજાલનું વર્ણન કવિના જાવિદ્યાના જ્ઞાનનો કળાત્મક ઉપયોગ દર્શાવે છે. સ્વર્ગનું દૃશ્ય ખડું કરીને જાદુગર પટ્ટરાણીને કેવી ભ્રમમાં નાખી દે છે તેનું વર્ણન કરીને કવિએ શ્રોતાઓને વિસ્મયચકિત કર્યા છે એ કવિની કુશળતા દર્શાવે છે(૩૦). ચિત્રકળામાં કવિની નિપુણતા દર્શાવતો શ્લોક(૩૧) પણ, ચિત્રકાર પીંછીની કરામતથી જેમ સપાટ ફલક પર, નીચાં અને ઊંચાં સ્થળો કુશળતાપૂર્વક આલેખે છે તેમજ વાણીની ચતુરાઈવાળા લોકો ખોટાને ખરું હોય તેવું દર્શાવે છે એવી કવિની ચિત્રકર્મની જાણકારી બતાવે છે. છેલ્લે ધનુર્વેદનપુણ્ય એટલે કે બાણવિદ્યાનું ઉદાહરણ(શ્લો. ૩૨) આપીને ગ્રંથકાર વ્યુત્પત્તિના અંગરૂપ શાસ્ત્રનિપુણતાની વાત પૂરી કરે છે. કનકજાનકી' નામના “રામાયણ' પર આધારિત કાવ્યમાંથી અગાઉ ગજલક્ષણનૈપુણ્ય દર્શાવતો એક શ્લોક(૩૨) અહીં રજૂ થયો છે. જેમાં બાણ ૪૦. .
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy