SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ આ રીતે કવિના તર્કનૈપુણ્યનાં, પાંચ દર્શનનોના આધારે ઉદાહરણો આપ્યાં છે અને તર્કના જ્ઞાનની ઉપયોગિતા દર્શાવી છે. અન્ય ઉપયોગી તથા તાંત્રિક શાસ્ત્રો હવે નાટ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, કામશાસ્ત્ર તથા યોગશાસ્ત્ર એ પ્રમુખ શાસ્ત્રોને તથા “વૃત્તિ'માં આદિ શબ્દથી સૂચવાતાં વિવિધ તાંત્રિક શાસ્ત્રો કે ગૌણ વિદ્યાઓના જ્ઞાનથી કવિ કેવી રચના કરવા સમર્થ બને છે તેનાં માત્ર ઉદાહરણો, સંસ્કૃત સાહિત્યમાંથી પસંદ કરીને, ગ્રંથકાર પ્રસ્તુત કરે છે. આ બધાં શાસ્ત્રોનાં અર્થવ્યાખ્યા કરવાનો ઉપક્રમ હવે ગ્રંથકારે છોડી દીધો છે. દરેક શાસ્ત્રનું નૈપુણ્ય કાવ્યમાં કેવી રીતે ઉપયોગમાં લેવાયું છે તે જ બતાવવાનો ઉપક્રમ રાખ્યો છે. પહેલાં વૃત્તિમાં દર્શાવેલાં છેલ્લા ચાર શાસ્ત્રોની વાત કરે છે. આ રીતે કવિ “નાટ્યશાસ્ત્રમાં નિપુણ હોય તો “વિવેક'ના ઉદાહરણ વીસમાં રજૂ થયેલા શ્લોક જેવી સરસ રચના તે કરી શકે. ભટ્ટશ્રી શિવસ્વામીએ રચેલા આ શ્લોકમાં ભરતવાક્ય, બિન્દુ, ભાવ, પ્રવેશક, ગર્ભ, વિખંભક વગેરે નાટ્યશાસ્ત્રના શબ્દોની મદદથી યમુનાજળની અનેરી પ્રશંસાની સુંદર રચના થઈ શકી છે. નાટ્યશાસ્ત્રમાં નિપુણ કવિ જ આવી કુશળતાથી નાટ્યપરિભાષાનો કાવ્ય-વિનિયોગ કરી શકે. અર્થશાસ્ત્રનું જ્ઞાન બે પ્રકારનું હોય - નાણાં વગેરે બાબતોને લગતું જ્ઞાન અને રાજનીતિવિષયક જ્ઞાન. આમાંથી, ગ્રંથકાર, માત્ર રાજનીતિવિષયક અર્થશાસ્ત્રના જ્ઞાનના “મુદ્રારાક્ષસ' નાટકમાં થયેલા કુશળ વિનિયોગ તરફ અંગુલિનિર્દેશ કરે છે; પણ, ચોક્કસ ઉદાહરણશ્લોક રજૂ કરતા નથી. આ સંદર્ભમાં “મુદ્રારાક્ષસ'ના ત્રીજા અંકનો તેરમો શ્લોક (મૃત્યેઃ જિન નામ પર્વતતુત:.. ઇત્યાદિ) રજૂ કરી શકાય. કામશાસ્ત્રના જ્ઞાનનો કુશળ ઉપયોગ કરવાની બાબતમાં દામોદરગુપ્તરચિત કુદનીમત’ને એક શ્લોક(૪૦૩) કાવ્યાત્મક નિદર્શનરૂપ છે. તેથી ગ્રંથકારે એ શ્લોક અહીં ઉતાર્યો છે. એ શ્લોક અનુસાર સુંદર સ્ત્રીના પ્રેમીએ સંભોગમાં પ્રેમક્રીડાનું પાંડિત્ય દર્શાવતું વર્તન કર્યું છે. જેના પરિણામે કામશાસ્ત્રમાં વર્ણવ્યા મુજબ સ્ત્રીના નીચલા હોઠ પર બે દાંત બેસાડીને બિંદુ, ગળામાં તથા છાતીમાં બે દાંત બેસાડીને બિન્દુમાલા તથા સ્તનયુગલ પર પાંચે આંગળીના નખ બેસાડી શશસ્તુતક વગેરે નિશાનીઓ કરી છે. સંભોગનું શબ્દચિત્ર કામશાસ્ત્રના ગ્રંથોના જ્ઞાનથી જ અંકિત કરી શકાય. ૩૮
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy