SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ આ તર્કજ્ઞાનથી કવિ એક રસિક શ્લોક સર્જે છે. “વિવેકમાં ઉદાહરણ(૧૫)રૂપે આપેલાં આ શ્લોકનો ભાવાર્થ એ છે કે બૌદ્ધમતમાં, શબ્દો વક્તાના અભિપ્રાયને સૂચવે એવો જે સિદ્ધાંત છે તે સમજાય એવો છે - નહીંતર કામાતુર પ્રિયતમ જયારે પ્રિયતમાને બળપૂર્વક ચુંબન કરે છે ત્યારે તે પ્રિયતમા મને ન નન ન અડકશો” એવાં જે નકારાત્મક વચનો બોલે છે તે જ વચનો જ્યારે પ્રિયતમાની મક્કમતા ઢીલી પડે છે ત્યારે, હા,રાત્મક બની જાય છે. અર્થાત્ નકારનાં વચનો પ્રિયતમાના હૃદયમાં રહેલા પ્રેમાભિલાષનાં સૂચક હકારાત્મક વચનો બની જાય છે. આમ, શબ્દોનો સંકેતિત અર્થ ગમે તે હોય, અંતે તો શબ્દો બોલનારની વિવેક્ષા મુજબના જ અર્થ આપે છે. આમ, બૌદ્ધ સાચા ઠરે છે. હવે લોકાતિક કે ચાર્વાકના દર્શન મુજબ ભૌતિક પદાર્થો સાથે વિલક્ષણ સંયોગ થવાથી ચૈતન્ય જન્મે છે, જેમ મદશક્તિથી રહિત દ્રવ્યો પણ વિશિષ્ટ દેશકાળ આદિ સંયોગોને કારણે, વિલક્ષણ સંયોગવશાત્ મદશક્તિયુક્ત બને છે. આ જ રીતે ભૌતિક પદાર્થોમાંથી, તેમની અંદર ન રહેલું હોવા છતાં, વિલક્ષણ સંયોગથી, ચૈતન્ય જન્મે છે. આ મતના પરિચયથી કવિ જે સર્જન કરે છે તેનું વિવેક' – શ્લોક-૧૬માં ઉદાહરણ મળે છે. જેનો ભાવાર્થ છે : અહીં હારીરથી બીજું કોઈ ચૈતન્યતત્ત્વ છે જ નહીં; માટે ખોટી ચિંતા કર્યા વિના ઇચ્છા મુજબ વર્તો. તમને દંડ દેનાર કે સાક્ષી કોઈ જ નથી. આ શ્લોક વડે આત્મવાદીઓનો ઉપહાસ અને ભૌતિકવાદીની ભોગપભોગલક્ષી મનોદશા પ્રકટ થાય છે. હવે ગ્રંથકાર સાંખ્યદર્શન તથા ન્યાયવૈશિષક દર્શનના જ્ઞાનથી થતા સાહિત્યસર્જનનાં ઉદાહરણો આપે છે. સાંખ્યદર્શનનો મર્મ સમજાવતો ભગવદ્ગીતાનો પ્રસિદ્ધ શ્લોક(૨.૧૬) નાસતો વિદ્યતે માવો.. ઇત્યાદિ રજૂ કરીને અહીં સાંખ્યોનો સત્કાર્યવાદ સમજાવ્યો છે. અને પછી તેનું કુશળ નિરૂપણ ‘વિવેક'ના ચાર લીટીના ઉદાહરણ-શ્લોક અઢારમાં દર્શાવાયું છે. આ શ્લોકમાં પ્રકૃતિના સર્વવ્યાપી સ્વરૂપનું કાવ્યાત્મક ચિત્ર અસરકારક રીતે રજૂ થયું છે. તે પછી ન્યાયવૈશેષિક દર્શનનો, ઈશ્વરના અચિંત્ય સ્વરૂપ તથા અમર્યાદિત પ્રભાવ વિશેનો મત દર્શાવવા ગ્રંથકારે શિવમહિમ્નસ્તોત્રનો પાંચમો શ્લોક(ક્રિમી: વિષયઃ ઈત્યાદિ) ઉદાહરણ(૧૯) તરીકે પ્રસ્તુત કર્યો છે. ૩૭
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy