SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વજનગણ્ય નથી એ વાત છે; જ્યારે બીજા શ્લોકમાં, બૌધિસત્વ બીજાનાં દુષ્કૃત્યો માટે પોતે સહન કરવાની નિઃસ્વાર્થ ભાવના વ્યક્ત કરે છે, એટલું જ નહીં પણ પોતાના સત્કૃત્યોનાં ફળ બધા લોકો પામે એવી ઇચ્છા દર્શાવે છે. આવી જ ઉક્તિ “નાગાનંદ' નાટકના નાયક જીમૂતવાહનના મુખેથી પણ સાંભળવા મળે છે. આ બંને ઉદાહરણો આગમનાં છે. એવાં જ ઉદાહરણો બીજા આગમો વિશે પણ શોધી લેવાનાં છે. હવામાન્તરે" આટલું કહીને આગમોના જૈનાગમ જેવા બીજા પ્રકારો તથા તેમાં નૈપુણ્યનાં ઉદાહરણોની યાદી ગ્રંથકાર લંબાવતા નથી. તર્કશાસ્ત્ર અથવા દર્શનશાસ્ત્રના જ્ઞાનની આવશ્યકતા બતાવવા માટે આચાર્યશ્રી પ્રથમ આહંત કે જૈનદર્શનનું એક વિધાન ટાંકે છે : ___ शरीपरिमाण आत्मा । अन्यथा शरीराफल्यमात्माफल्यं वा । અર્થાત્ આહત દર્શન મુજબ શરીરના કદને અનુરૂપ આત્માનું કદ હોય છે. આમ ન હોય તો ન્યૂન-અતિરિક્ત ભાવની સ્થિતિમાં શરીરની અફળતા નીપજે અથવા આત્માની અફળતા નીપજે. જૈન તર્કશાસ્ત્રના આ મતના જ્ઞાનને કારણે જ કવિ આવો રસિક શ્લોક રચવા સમર્થ બને છે ? - શરીરમાત્રમાત્માનું યે વિન્તિ નતિ કે | તqવુડ યંગાતઃ સપુતોડય છે (વિવેક, ઉદા. ૧૪) “જે લોકો શરીરના પ્રમાણ અનુસાર આત્માનું પ્રમાણ(કદ) જાણે છે તેમનો જયજયકાર થાય છે. કેમ કે એના મુખના સ્પર્શ માત્રથી આ શરીરના પરિમાણ જેટલો, મને, સર્વાગે રોમાંચ થયો.” જો આત્માનું પરિમાણ શરીર જેટલું ન હોય તો તો જે અંગથી સ્પર્શ કરીએ તે અંગે જ રોમાંચ થાય; પણ આત્મા સમગ્ર શરીર જેટલો હોવાથી અને તે આખા શરીરમાં વ્યાપ્ત હોવાથી મિલન થતાં જ, આખા આત્માને આનંદ થયો તેથી મને આખા શરીરમાં રોમાંચનો અનુભવ થયો. આ રીતે કવિએ જૈનદર્શનો સિદ્ધાંત આ શ્લોકમાં કાવ્યાત્મક રીતે વણી લીધો છે. હવે બૌદ્ધ તર્ક અથવા બૌદ્ધ દર્શનમાંથી પણ ગ્રંથકાર એક દાખલો આપે છે. બૌદ્ધદર્શન મુજબ શબ્દો વક્તાનો જે અભિમત અર્થ છે તે જ અર્થ સૂચવે છે, શબ્દોનો સંકેતિત અર્થ ભલે ગમે તે હોય : વિવલાપૂર્વા શબ્દાસ્તામેવ વિવક્ષાં सूचयेयुः । ૩૬
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy