SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દ(નવી)નો અર્થ શોધે છે ત્યારે તેને “નીવી એટલે સ્ત્રીના જઘનવસ્ત્ર કે અધોવસ્ત્રની ગાંઠ એવો અર્થ જાણવા મળે છે અને એની શંકા દૂર થાય છે. આ વસ્તુ કોશજ્ઞાનથી જ શક્ય બને છે. અમરકોશમાં પણ સ્ત્રીના કટિવસ્ત્રની ગાંઠ એવો “નીવી' શબ્દનો અર્થ મળે છે(અમરકોશ 3.૨૨૨). આમ અર્થનિર્ણય માટે તથા કાવ્યમાં સંદર્ભનુસાર ઉચિત શબ્દ રજૂ કરવા માટે કવિને શબ્દકોશનું જ્ઞાન ઉપકારક છે. શબ્દજ્ઞાન વિના સારા કવિ, વકતા કે વિદ્વાન થઈ શકાતું નથી. હેમચન્દ્રાચાર્યે વામનના ‘કાવ્યલંકારસૂત્રવૃત્તિ' ગ્રંથના પ્રથમ અધિકરણના ત્રીજા અધ્યાયના પાંચમા સૂત્રની વૃત્તિનો સંક્ષેપાર્થ અહીં પ્રસ્તુત કર્યો છે. પણ જો વામનના ગ્રંથની સમગ્ર ચર્ચા જોઈએ તો એમાં રજૂ થયેલી દલીલ ખૂબ જ રસપ્રદ અને બોધપ્રદ છે. અહીં એ પણ નોંધવું જોઈએ કે જ્ઞાનનાં જુદાં જુદાં શાસ્ત્રોની યાદી તૈયાર કરતી વખતે અને તે અંગે ચર્ચા કરતી વખતે આચાર્યશ્રી સમક્ષ વામનનો “કાવ્યાલંકારસૂત્ર-વૃત્તિ ગ્રંથ હોવો જોઈએ, કેમ કે વ્યાકરણ છંદ અને શબ્દકોશના વિષયોની ચર્ચામાં વામનની શબ્દાવલી મૂળરૂપે કે પરિવર્તિતરૂપે વિવેકમાં દષ્ટિગોચર થાય છે. શાસ્ત્રજ્ઞાનનો સાહિત્યમાં વિનિયોગ સૂત્ર(૮)માં આવતા “શાસ્ત્રશબ્દ પરની વૃત્તિમાં હેમચન્દ્રાચાર્યે શ્રુતિ, સ્મૃતિ, પુરાણ, ઇતિહાસ, આગમ, તર્ક, નાટ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, કામશાસ્ત્ર અને યોગશાસ્ત્રનો નામનિર્દેશ કર્યો છે. તેથી, એ દરેક વિષયનું વિવરણ અને ઉદાહરણ વિવેક વ્યાખ્યામાં આપે છે. આ વિષયોની સમજૂતી આપવાની શરૂઆત કરતાં ગ્રંથકાર કહે છે કે, “શ્રુતિ એટલે અપૌરુષેય વાક્ય અર્થાત્ વેદનામય, જેમાં વેદો, બ્રાહ્મણો, આરણ્યકો અને ઉપષિદોનો સમાવેશ થાય છે. શ્રુતિનો પરિચય કરાવવા માટે ગ્રંથકાર “શતપથબ્રહ્મણ'(૧૧.૫.૧)માંથી એક વાક્ય ટાંકે છે જેનો અર્થ છે, “ઉર્વશી નામની અપ્સરા, ઇલાના પુત્ર પુસરવામાં આસક્ત હતી. આ શ્રુતિના જ્ઞાનથી કવિ કેવી સુંદર કાવ્યરચના કરી શકે તે દર્શાવવા એક સરસ પદ્ય, વિવેક'માં ઉદાહરણ તરીકે રજૂ થયું છે. જેમાં કાવ્યનાયક પુરુરવાના ઉન્નત જન્મ, ઉત્તમ ગુણો આદિથી તેના તરફ સ્વર્ગની શ્રેષ્ઠ અપ્સરા ઉર્વશી કામવિહ્વળ બની આકર્ષિત થઈ હતી એ ભાવ મૂર્ત થયો છે. શતપથબ્રાહ્મણના નાનકડા અંશના પરિશીલનથી સુકવિ આવી સરસ રચના કરી શકે છે. એટલે શ્રુતિમાં નૈપુણ્ય આવશ્યક છે. ૩૪
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy