________________
ઉણિક છંદનું લક્ષણ છે. “ની જsf “ એટલે કે રગણ, જગણ અને એક ગુરુ એ ઉષ્મિક છંદનું માપ છે. આમ, આ છંદ, ૨-જ અને ગુરુવાળો એટલે સંસ્કૃતમાં ની છે અને તેનો : ઉપર શ્લેષ કરીને કવિએ આ શ્લોક રચ્યો છે. જેમાં જિનેન્દ્રના શાસનનો મહિમા વર્ણવ્યો છે. આ છંદમાં સાત-સાત અક્ષરનાં ચાર ચરણ હોય છે.
કવિએ જે ત્રીજા શાસ્ત્રનું વારંવાર અધ્યયનમનન કરવાનું છે તે છે અભિધાનકોશ કે નામમાલા અર્થાત્ કોશ(શબ્દકોશ). શબ્દનો ચોક્કસ અર્થ જાણવા માટે તથા એ શબ્દના પર્યાયો (સમાનાર્થી શબ્દો) જાણવા માટે શબ્દકોશ કવિનો હંમેશનો સાથી બની રહે છે. કેમ કે કોશના જ્ઞાનથી કવિનું શબ્દભંડોળ સમૃદ્ધ બને છે અને અર્થજ્ઞાન ચોક્સાઈભર્યું બને છે - જુદા જુદા શબ્દોની અર્થછાયાઓની સમજ વધે છે. અપ્રયુક્ત શબ્દના પ્રયોગ અંગે
કવિના શબ્દજ્ઞાન, શબ્દાર્થજ્ઞાન અને કાવ્યમાં શબ્દોના ચતુરાઈભર્યા ઉપયોગ અંગે સમજૂતી આપતાં, ગ્રંથકાર એક રસપ્રદ ચર્ચા ઉપસ્થિત કરે છે. આ ચર્ચાનો મુદો એ છે કે, કાવ્ય રચવામાં કવિ, શબ્દકોશમાંથી, તદન નવા (અપ્રયુક્ત) શબ્દો યોજવા સ્વતંત્ર છે કે કેમ ?' આ સંદર્ભમાં, હેમચન્દ્રાચાર્ય પ્રાચીન અલંકારિક વામનકૃત “કાવ્યાલંકાર- સૂત્રવૃત્તિના પ્રથમ અધિકરણમાંથી(૧.૩), વિવેક(પૃ.૮)માં એક ખંડ ઉદ્ધત કરે છે, કેમ કે એમાં વામને આ જ વિષયની ચર્ચા કરી છે. અગાઉ જાણીતા લેખકોએ કદાપિ ન પ્રયોજેલા (અપ્રયુક્ત) તદન નવા શબ્દનો કવિએ, પોતાના શબ્દકોશના જ્ઞાનને આધારે, પ્રયોગ કરવો ઉચિત નથી, કેમ કે આવા અપ્રયુક્ત(પદ)નો કાવ્યમાં પ્રયોગ કરવો એ દોષ છે – એ પદદોષ કહેવાય છે. અહીં કોઈ આપત્તિ દર્શાવે કે, અગાઉ પ્રયોજાયેલા શબ્દનો જ પ્રયોગ કરવાનો હોય તો તે શબ્દના અર્થ અંગે કોઈ જ સંશય રહે નહીં એટલે કોશના જ્ઞાનની આવશ્યકતા જ નહીં રહે- એવું કોશનૈપુણ્ય નિરર્થક ઠરશે. પણ, વામન પોતે જ જણાવે છે તેમ, આવો વાંધો ઉચિત નથી. કારણ કે, નવો શબ્દ ન પ્રયોજવાનું કારણ એ જ હોય કે એનો અર્થ તરત જ સમજાતો નથી. અને સામાન્યતઃ જાણીતા અર્થથી જ શબ્દાર્થ સમજાય છે. જેમ કે, સંસ્કૃત શબ્દ “નવી એટલે જઘનવસ્ત્રગ્રંથિ (શરીરના નીચેના ભાગમાં પહેરવાનું વસ્ત્ર) એવી કોઈકને ખાતરી હોય, તેમ છતાં એ જઘનવસ્ત્ર સ્ત્રીનું છે કે પુરુષનું એવી શંકા ચાલુ જ રહે છે. આથી એ માણસ પ્રમાણભૂત શબ્દકોશમાં એ