SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથોમાંથી પસંદ કરવામાં આવ્યાં છે જેથી સૂત્રનો કે વૃત્તિનો મુદો પ્રતીતિકર બને, વિવરણ શ્રદ્ધેય બને અને તે નવોદિત કવિને ખૂબ જ લાભદાયક નીવડે. વળી વ્યુત્પત્તિ ઉપરની વૃત્તિની સમજૂતી, ખાસ કરીને શાસ્ત્રજ્ઞાન અંગેની વૃત્તિની સમજૂતી અંગે ‘વિવેક' વ્યાખ્યામાં પૂર્તિરૂપે અર્થપૂર્ણ વિચારો તથા અભિપ્રાયો રજૂ થયા છે. આમ, “શબ્દાનુશાસન કે શબ્દશાસ્ત્રમાં કવિની નિપુણતા દર્શાવવા માટે ગ્રંથકાર ભટ્ટમુક્તિકલશનો જાણીતો શ્લોક રજૂ કરે છે જેમાં સંસ્કૃત વ્યાકરણના છે પ્રકારના સમાસોનાં નામ – હિંગુ, કન્દ, અવ્યયીભાવ, તપુરુષ, કર્મધારય અને બહુવ્રીહિ એવી કુશળતાથી વણી લેવામાં આવ્યાં છે કે જેથી દ્વિગુ વગેરે દરેક શબ્દ બબ્બે અર્થ આપે છે એક તો પરંપરાગત વ્યાકરણગત અર્થ અને બીજો કાવ્યમય વિનોદપ્રેરક અર્થ. “વિવેકમાં વિવિધ શાસ્ત્રોના જ્ઞાનનાં નિદર્શક ઉદાહરણ સાથે જોડાયેલી એક બાબત એ પણ નોંધપાત્ર છે કે ગ્રંથકાર હંમેશાં જે તે શાસ્ત્રનો અર્થ અને ઉપયોગ દર્શાવીને પછી જ ઉદાહરણ પ્રસ્તુત કરે છે. આમ શબ્દાનુશાસન' એ સંજ્ઞાનો પ્રથમ અર્થ આપવામાં આવ્યો છે – શબ્દાનુશાસન એટલે વ્યાકરણ – અને પછી બતાવ્યું છે કે વ્યાકરણના જ્ઞાનથી ભાષાની શુદ્ધિ(શબ્દશુદ્ધિ)નું જ્ઞાન થાય છે. આટલું કર્યા પછી “દ્વિગુરપિ” એ પ્રતીકવાળો ઉદાહરણશ્લોક ટાંકવામાં આવ્યો છે. આ રીતે જ, છંદોનુશાસનની સમજૂતી આપતાં ગ્રંથકાર કહે છે કે એ છંદોવિચિતિ એટલે છંદશાસ્ત્ર છે અને પછી કહે છે કે જો કે ઘણુંખરું છંદજ્ઞાન કાવ્યોના પરિશીલનથી તથા કાવ્યરચનાના મહાવરાથી જ મળે છે, તેમ છતાં છંદશાસ્ત્રનો અભ્યાસથી જ કઠિન માત્રામેળ વૃત્તો કે છંદોનાં માપ વગેરેનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. આટલી સમજૂતી આપ્યા બાદ, છંદમાં નિપુણતા દર્શાવતો એક ઉદાહરણોક આચાર્યશ્રી પોતે રચેલા છંદોનુશાસન ગ્રંથ(અ.૨.સૂ.૪૮)માંથી રજૂ કરે છે. उष्णिहीव संसृतौ स्याद् ध्रुवं रजो गुरुः । नो भवेद्यदि क्षितौ श्रीजिनेन्द्रशासनम् ॥ એટલે કે પૃથ્વી પર જો શ્રીજિનેન્દ્રનું શાસન ન હોય તો જગતમાં, ઉષ્મિદ્ છન્દની માફક, રજોગુણનું નક્કી આધિપત્ય સ્થપાય” અહીં છંદશાસ્ત્રમાં ઉર્ણિકુછંદની જે વ્યાખ્યા આપેલી છે તેનું જ્ઞાન કવિને ખૂબ જ ઉપયોગી થાય છે. ૩૨
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy