________________
- આ વ્યુત્પત્તિ વિશે “વિવેકમાં વધારાની માહિતી અપાઈ છે.
સૂત્રમાં લોક, શાસ્ત્ર તથા કાવ્યોમાં નિપુણતાની વાત છે. તેથી “વિવેકમાં લોક' વિશે ટિપ્પણ કરે છે. આ સ્થળે લોક' શબ્દથી સ્થાવર અને જંગમ વિશ્વ તથા લોકવ્યવહાર પણ સમજવાનો છે. કેમ કે કાવ્યમાં એ વિશ્વના વ્યવહારનું જ આલેખન થાય છે. આ લોક કે જગત દેશ, કાળ વગેરેના ભેદથી અનેક પ્રકારનું હોય છે અને તેની ચર્ચા, ત્રીજા અધ્યાયમાં(પૃ. ૭૩) “પ્રકૃતિવ્યત્યય' નામના રસદોષના સંદર્ભમાં થશે. શાસ્ત્રનૈપુણ્ય
આમ લોકવૃત્તની વાત ટુંકાવીને ગ્રંથકારે “વિવેક'માં શાસ્ત્રજ્ઞાનમાં નિપુણતા. અંગે વૃત્તિમાં જે મુખ્ય શાસ્ત્રોનો નામનિર્દેશ છે તેમના વિશે તથા અન્ય ગૌણ વિષયના ગ્રંથો વિશે સંસ્કૃત સાહિત્યમાંથી રસપ્રદ શ્લોકો પસંદ કરીને નિદર્શનાત્મક માહિતી આપી છે અને બતાવ્યું છે કે વિવિધ શાસ્ત્રીય તથા સર્જનાત્મક વિદ્યાઓમાં કવિ નિપુણ હોય તો તેના કાવ્યને એ નિપુણતાથી લાભ થાય છે જ. આમ, “વિવેક'માં વ્યાકરણશાસ્ત્ર, છંદશાસ્ત્ર, શબ્દકોશ, શ્રુતિ, સ્મૃતિ, પુરાણ, ઇતિહાસ આદિ સાહિત્યશૈવ તથા બોદ્ધ આગમ; જૈન, બૌદ્ધ, ચાર્વાક, સાંખ્ય અને ન્યાયવૈશેષિક દર્શને; નાટ્યશાસ, ચાણકયનું અર્થશાસ્ત્ર, કામશાસ, આયુર્વેદ, જ્યોતિષ વગેરે શાસ્ત્ર તથા ગજ, તુરગ, રત્ન, ધાતુ વગેરેની પરીક્ષાના તથા જાદુવિદ્યા, ધૂતવિદ્યા, ચિત્રકલા અને ધનુર્વિદ્યાના ગ્રંથોના જ્ઞાનનો કાવ્યમાં સફળ વિનિયોગ થયો હોય તેવાં સાહિત્યિક ઉદાહરણ પ્રસ્તુત થયાં છે. અહીં લેખકે, પ્રથમ શાસ્ત્ર-સિદ્ધાંત રજૂ કરીને પછી તે સિદ્ધાંતનું હાર્દ શ્લોકમાં કેવી સરળતાથી, કાવ્યમય રીતે વ્યક્ત થયું છે તે બતાવવાનો ઉપક્રમ રાખ્યો છે. આથી વાચકને ઘણાં શાસ્ત્રો તથા વિષયોની સચોટ વ્યાખ્યાઓ જાણવા મળે છે અને વિશાળ સંસ્કૃત સાહિત્યમાંથી પસંદગી પામેલા વિવિધ વિષયના શ્લોકોનો એક જ સ્થળે હૃદયંગમ પરિચય સાંપડે છે. કાવ્ય અને વિવિધ શાસ્ત્રો
સ્વપજ્ઞ ટીકા વિવેકમાં પ્રથમ શબ્દાનુશાસન, છંદોનુશાસન, અભિધાનકોશ વગેરે શાસ્ત્રોની વ્યાખ્યા - સમજૂતી આપીને, તે દરેક શાસ્ત્ર, કાવ્યને, કેવી રીતે ઉપકારક છે તે દર્શાવ્યા બાદ કવિની તે તે શાસ્ત્રમાંની નિપુણતાનો પ્રયોગ બતાવતાં ઉદાહરણો રજૂ થયાં છે. આવાં ઉદાહરણો ખૂબ જ કાળજીપૂર્વક પ્રસિદ્ધ
૩૧