SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ અનેક પ્રકારના પદાર્થોનું તથા લોકવૃત્ત એટલે લોકવ્યવહારનું બારીક જ્ઞાન જરૂરી છે. આમાં આસપાસની પ્રકૃત્તિમાં રહેલ નદી, પર્વત, ઋતુચક્ર, વૃક્ષ, ફળ, ફૂલ આદિનું નિરીક્ષણ કરીને મેળવેલું જ્ઞાન તથા સમગ્ર માનવજાત તથા માનસ્વભાવનું જ નહીં પરંતુ પશુ-પંખી, જીવ-જંતુ આદિ અને ભૂગોળ-ખગોળનું જ્ઞાન સમાવેશ પામે છે. લોકવ્યવહારના જ્ઞાન ઉપરાંત કવિને અનેકવિધ શાસ્ત્રોનું ઊંડું જ્ઞાન પણ હોવું જોઈએ. વૃત્તિમાં ગ્રંથકારે અનેક શાસ્ત્રો અને વિદ્યાશાખાઓનો ઉલ્લેખ કર્યો છે અને એ શાસ્ત્રસૂચિમાં છેલ્લે યોગશાસ્ત્ર પછી બદ્રિ પદ મૂક્યું છે(વિનંથપુ) તે બતાવે છે કે ગ્રંથકારના મતે હજી બીજાં પણ અનેક શાસ્ત્રોનું જ્ઞાન કવિની સજ્જતા વધારવા માટે જરૂરી છે. સદ્ભાગ્યે ગ્રંથકારે પોતાની “વિવેક ટીકામાં (પૃ. ૭ થી ૧૩) “વૃત્તિમાં ગણાવેલાં પ્રમુખ શાસ્ત્રો - વ્યાકરણથી યોગશાસ્ત્ર સુધીનાં શાસ્ત્રોનો સોદાહરણ પરિચય કરાવ્યો છે અને ઉપરોક્ત મારિ પદથી સૂચવાયેલાં આયુર્વેદશાસ્ત્ર, જ્યોતિ શાસ્ત્ર, ગજલક્ષણશાસ્ત્ર, અશ્વશાસ્ત્ર તથા રત્નપરીક્ષા, ધાતુવિદ્યા, ધૂતવિદ્યા, ઈન્દ્રજાલવિદ્યા, ચિત્રકલા તથા ધનુર્વેદ વગેરે ગૌણ વિષયોનાં રસપ્રદ ઉદાહરણો પ્રસ્તુત કર્યા છે. આ યાદીમાં બીજા પણ ઘણા વિષયોનાં શાસ્ત્રો ઉમેરી શકાય તેમ છે એવું, ગ્રંથકારે ધનુર્વેદમાં નિપુણતા દર્શાવતું છેલ્લું ઉદાહરણ રજૂ કર્યા પછી ચર્ચા પૂરી કરતાં પ્રયોજેલા વમન્યપ શબ્દો પરથી, લાગે છે. કાવ્યપરિશીલન લોકવ્યવહાર અને શાસ્ત્રોના જ્ઞાન ઉપરાંત આવા કવિએ સાહિત્યસંસ્કાર પ્રાપ્ત કરવા માટે મહાકવિઓનાં કાવ્યોમાં નૈપુણ્ય મેળવવું જોઈએ. આનો અર્થ એ છે કે પ્રસિદ્ધ સાહિત્યકૃતિઓના ઊંડાપરિશીલનદ્વારા નવા કવિએ સાહિત્યસર્જાતા પ્રાપ્ત કરવી જોઈએ. માત્ર ઉપલક વાચનથી સંતોષ પામવો ન જોઈએ. રઘુવંશ આદિ મહાન કૃતિઓના બારીક અધ્યયનથી કવિને, કાવ્ય કેવી રીતે રચાય છે; વર્ણનો કેવી રીતે થાય છે; રસજમાવટ, પાત્રાલેખન વગેરે કેવી રીતે થાય છે; કઈ શૈલીમાં કયો વિષય ચમત્કૃતિસભર અને આસ્વાદ્ય બને છે – વગેરે બાબતોનો પ્રત્યક્ષ પરિચય મળે છે. એટલે સાહિત્યસર્જનની ઇચ્છાવાળા લેખકે લોકવૃત્ત અને શાસ્ત્રસમૂહના જ્ઞાનની પ્રાપ્તિની સાથે સાથે કાવ્યપરિશીલન પણ કરવું જોઈએ એમાં શંકા નથી. આ રીતે મહાન કાવ્યોનું પરિશીલન કવિની સજ્જતા વધારનારું પરિબળ બની રહે છે. પ્રાચીન કાવ્યપરંપરાનો ધબકાર અનુભવવાથી કવિને સર્જનકળાના પ્રકર્ષનો તથા પ્રતિભાની ઊંચાઈનો પરિચય મળે છે. ૩૦
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy