SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પણ જ્યાં પ્રતિભા હોય, ફળદ્રુપ કલ્પનાશક્તિ હોય ત્યાં વ્યુત્પત્તિ અને નિરંતર કાવ્યરચનાનો અભ્યાસ કે મહાવરો કાવ્યસર્જનને ખૂબ જ ઉપકારક બને છે. તેથી વ્યુત્પત્તિ તથા અભ્યાસની ચર્ચા કરવી આવશ્યક છે અને ગ્રંથકારે પોતે જ અગાઉ પ્રતિભાની વ્યાખ્યા કર્યા બાદ સૂત્ર ચારની “વૃત્તિમાં નિર્દેશ કર્યો જ છે કે વ્યુત્પત્તિ અને અભ્યાસ એ બે પ્રતિભાનો ગુણોત્કર્ષ સાધતાં તત્ત્વો છે - સંસ્કાર કરનાર તત્ત્વો છે - તે આગળ જતાં કહીશું. આથી ગ્રંથકાર સૂત્ર આઠ(૧.૮) તથા સૂત્ર નવ(૧.૯)માં અનુક્રમે વ્યુત્પત્તિ તથા અભ્યાસની વ્યાખ્યા - વિચારણા પ્રસ્તુત કરે છે. છે ' વ્યુત્પત્તિ - વિચારણા . આ આઠમા સૂત્રમાં ગ્રંથકાર વ્યુત્પત્તિની વ્યાખ્યા કરે છે : તો સ્ત્રાવ્યપુ નિપુણતા વ્યુત્પત્તિઃ II (૧.૮) અર્થાત્ “લોક (વ્યવહાર), શાસ્ત્ર તેમજ કાવ્યોમાં નિપુણતા એટલે વ્યુત્પત્તિ.” વૃત્તિમાં આ સંક્ષિપ્ત વિધાનની સમજૂતી આપી છે. ૧. લોક એટલે સ્થાવર તથા જંગમ જગત તથા લોકવ્યવહારો. ૨. શાસ્ત્ર એટલે વ્યકરણશાસ્ત્ર, છંદશાસુ, શબ્દકોશ, શ્રુતિ(વેદ), સ્મૃતિ, પુરાણ, ઇતિહાસ, આગમ(તંત્ર), તર્ક, નાટય, અર્થશાસ્ત્ર, કામશાસ્ત્ર, યોગશાસ્ત્ર વગેરે વિશેના ગ્રંથો. ૩. કાવ્ય એટલે મહાકવિઓએ રચેલાં કાવ્યો. આ ત્રણેય વિષયોનું સૂક્ષ્મ જ્ઞાન એટલે કે ત્રણેય ક્ષેત્રોમાં નિપુણતા એ જ વ્યુત્પત્તિ. લોકનિપુણતા સ્થાવર જંગમ વિશ્વ તથા લોકવ્યવહાર એટલે પ્રકૃતિના તથા માનવજીવનના સઘળા વ્યવહારોના ઊંડા જ્ઞાનથી અને શાસ્ત્રોના તથા વિશાળ લલિત વાડમયના પરિશીલનથી કવિની પ્રતિભા કેળવાય છે, સુસંસ્કૃત થાય છે. તેથી એવો વ્યુત્પત્તિસંપન્ન પ્રતિભાશાળી કવિ લોક, શાસ્ત્ર વગેરેની મર્યાદા જાળવીને કાવ્યસર્જન કરે છે – નોદિનિપુણતાસંસ્કૃતપ્રતિમ દિ તતિક્રમે વ્યમુનિવMાતિ | હેમચન્દ્રાચાર્યે વ્યુત્પત્તિની જે વિભાવના રજૂ કરી છે તેનું ક્ષેત્ર ઘણું વિશાળ છે. કવિ તરીકે સજ્જતા કેળવવા માટે લોક એટલે કે સ્થાવરજંગમ જગતના અવા.
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy