SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ મતે કવિની પ્રતિભા એ જ કાવ્યનું મુખ્ય કારણ છે. આ પ્રતિભા, એ જોમવંત, ઉજ્જવળ કલ્પનાશક્તિ છે અથવા નવનવા અર્થો ચિંતવવાની જન્મજાત શક્તિ છે. “વૃત્તિમાં પ્રતિભાની વિભાવના સમજાવતાં ગ્રંથકાર કહે છે કે પ્રતિભા એટલે અવનવાં વર્ણનોની નિર્મિતિ કરવાથી શોભતી બુદ્ધિ. કાવ્યની નિર્મિતિનું આ પ્રતિભા પ્રધાન(મુખ્ય) કારણ છે. વિદ્વત્તા એટલે વ્યુત્પત્તિ તથા કાવ્યરચનાનો નિરંતર અભ્યાસ પ્રતિભાને સંસ્કારીને તેની શક્તિનો ઉત્કર્ષ સાધે છે એમ ગ્રંથકાર પોતે જ આગળ જતાં કહેશે. પણ, કાવ્યની ઉત્પત્તિના પ્રધાન કારણ તરીકે આચાર્યશ્રી કેવળ પ્રતિભાનો જ નિર્દેશ કરે છે. કાવ્યના કારણ તરીકે ગ્રંથકાર વ્યુત્પત્તિ અને અભ્યાસને, ઉપરોક્ત સૂત્રમાં, સ્થાન આપતા નથી. કારણ કે, વ્યુત્પત્તિ અને અભ્યાસ, જન્મજાત પ્રતિભાને માત્ર કેળવવામાં, ઓપ આપવામાં તથા સંસ્કારવામાં સહાય કરે છે. તેથી વ્યુત્પત્તિ અને અભ્યાસ એ કાવ્યનાં કારણ નથી. આથી આ બે તત્ત્વોને પ્રતિભાનાં સહાયક પરિબળો તરીકેનું સ્થાન આપવાનું આવ્યું છે. બે પ્રકારની સર્જનશક્તિ કે પ્રતિભાનું નવતર અર્થઘટન સ્વોપ વૃત્તિમાં પ્રતિભાના પ્રશર જણાવતાં ગ્રંથકાર કહે છે પ્રતિભા બે પ્રકારની છે : ૧ઃ સહજા પ્રતિભા અને ૨. પાલિકી પ્રતિભા : સ ર સહનૌપfધી વેતિ દિધા 1 (સૂ. ૧.૪ની વૃત્તિ) પ્રતિભાની જૈન પરિભાષા પ્રતિભાના પ્રથમ પ્રકાર સહજા પ્રતિભાની સૂત્ર પાંચમાં ગ્રંથકાર વ્યાખ્યા કરે છે : सावरणक्षयोपशममात्रात् सहजा ॥ (१.५) એટલે કે આવરણના નાશથી તથા પ્રતિબંધથી જ માત્ર, જે સ્વયં પ્રગટ થાય છે, તે સહજા પ્રતિભા. * જોઈ શકાશે કે અહીં શ્રી હેમચન્દ્રાચાર્ય સહજા પ્રતિભાની વ્યાખ્યા જૈન દર્શનની પરિભાષામાં પ્રસ્તુત કરે છે. આ સૂત્રમાં જૈન દર્શનની આવરણ, ક્ષય અને ઉપશમ એ ત્રણ સંજ્ઞાઓ ચાવીરૂપ છે. આવરણ એટલે વિદ્, અવરોધ. ક્ષય એટલે સંપૂર્ણ નાશ અને ઉપશમ એટલે પ્રતિબંધ, નિરોધ, ભવિષ્યમાં થતું રોકવું તે. આમ, જ્યારે તેના આવિર્ભાવનો માર્ગ સંધતાં વિનોનો સંપૂર્ણ નાશ ૨૬
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy