SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ મમ્મટનાં કાવ્યપ્રયોજનોની આલોચના ‘કાવ્યપ્રકાશ' (૧ર)માં મમ્મટાચાર્યે કાવ્યનાં છ પ્રયોજનો ગણાવ્યાં છે, જ્યારે હેમચન્દ્રાચાર્યે કેવળ ત્રણ પ્રયોજનો નિરૂપ્યાં છે - આનંદ, યશ અને કાન્તાતુલ્ય ઉપદેશ. આમ મમ્મટનાં ધન, વ્યવહારજ્ઞાન અને શિવેતરતિ (અમંગલનાશ)એ ત્રણ પ્રયોજના આચાર્યશ્રીએ છોડી દીધાં છે. કાવ્યપ્રયોજનો અંગે પોતાની પસંદગી માટે આચાર્યશ્રી પાસે સબળ કારણો છે અને “વૃત્તિમાં તથા વ્યાખ્યામાં તેઓ પોતાના દૃષ્ટિબિંદુનો તર્કબદ્ધ બચાવ કરે છે અને પોતાની પસંદગી સામેની ટીકાનું નિરસન કરે છે. સૂત્ર ત્રણની વૃત્તિના અંત ભાગમાં તેઓશ્રી કહે છે – "धनमर्नेकान्तिकं, व्यवहारकौशलं शास्त्रेभ्योऽप्यार्थनिवारणं प्रकारान्तेणापीति न काव्यप्रयोजनतयाऽस्माभुिरुक्तम् ।" . . અર્થાત્ “ધન કાવ્યથી મળે જ એવું નક્કી નથી; વ્યવહારકુશળતા શાસ્ત્રોમાંથી પણ મળી શકે છે; અને અનિષ્ટ કે અમંગલનું નિવારણ બીજા(મંત્રજપ આદિ) ઉપાયોથી પણ થઈ શકે છે. એટલે જ આ ત્રણ બાબતોને અમે કાવ્યનાં પ્રયોજનો તરીકે ગણાવી નથી.” “વિવેક' વ્યાખ્યામાં આ જ મુદો ઉપસ્થિત કરીને આચાર્યશ્રી મમ્મટની તથા બીજા ગ્રંથકારોની કડક ટીકા કરે છે અને “શ્રીહર્ષ જેવા પાસેથી ધાવક જેવાને ધન મળ્યું હતું, કાવ્યમાંથી રાજા વગેરેને લગતા આચારનું જ્ઞાન મળે છે, મયૂર જેવાનું અનર્થ નિવારણ થયું હતું,” જેવાં ઉદાહરણો આપી જે બીજા ત્રણ-ધન, વ્યવહારજ્ઞાન તથા અમંગલ નિવારણ-પ્રયોજનો મમ્મટે ગણાવ્યાં છે તેને અયોગ્ય ઠેરવે છે. કાવ્યથી ધન મળશે જ એવું નથી. આ દલીલની પુષ્ટિ અર્થે ગ્રંથકાર શાન્તિશતક'(૩.૩૨)નો શ્લોક ટાંકે છે. શ્લોકનો ભાવાર્થ છે : “ઉપશમરૂપી ફળ દેનાર વિદ્યારૂપી બીજમાંથી ધનરૂપી ફળની અપેક્ષા રાખનારનો શ્રમ એળે જાય તો નવાઈ શી ? પદાર્થોનાં ફળ નિયત હોય ત્યારે તેમને બીજું ફળ આપતા શી રીતે કરી શકાય ? ચોખાના બીજમાંથી જવનો અંકુર કઈ રીતે જન્મે ?” આમ, કવિતાને ધન સાથે સાંકળવી તથા કાવ્યને વ્યવહારકૌશલ તથા અનર્થનિવારણનું કારણ ગણવું એ વ્યર્થ બૌદ્ધિક વ્યાયામ છે. કાવ્યનું કારણ : પ્રતિભા કાવ્યનાં પ્રયોજનો ગણાવીને તથા તેમની સાર્થકતા વર્ણવીને ગ્રંથકાર કાવ્યના કારણનું નિરૂપણ કરે છે પ્રતિમા સેતુ: (૧.૪) શ્રીહેમચન્દ્રાચાર્યના ૨૫
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy