SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ટૂંકમાં, કાવ્ય, મમ્મટના શબ્દોમાં, શબ્દાર્થના ગૌણપણાથી, રસના અંગભૂત વ્યાપારના પ્રાધાન્યથી, વેદાદિશાસ્ત્રો તથા ઇતિહાસપુરાણથી ભિન્ન હોઈ, કાન્તાની ઢબે રસ પેદા કરી પોતાના તરફ અભિમુખ કરી હિતકર ઉપદેશ આપે છે(કા.પ્ર. ૧.રની વૃત્તિ). કાવ્ય અને નીતિ કાવ્યમાંથી જે ઉપદેશ નીપજે તેની સાથે સંબંધ ધરાવતા એક મુદાનું ગ્રંથકાર સરસ નિરાકરણ કરે છે. બાકી કાવ્યનો ઉપદેશ સારોય હોય અને ખરાબ પણ હોય. જેમાં સ્પષ્ટ રીતે અનીતિનો બોધ હોય તેવાં કાવ્યોનાં ઉદાહરણ મળી શકે તેમ છે. આવા કાવ્યનાં દૃષ્ટાંત તરીકે, ગ્રંથકાર, વિવેક'(પૃ. ૫ ઉદા. ૧)માં વયં વચ્ચે ફિલ્મનું એ શ્લોક રજૂ કરે છે જે કર્ણાટકની વિજિકા નામની કવયિત્રીની રચના તરીકે “સદુકિતકર્ણામૃતમાં મળે છે. આ શ્લોકમાં એક વેશ્યા પોતાની પુત્રીને અસામાજિક, અશિષ્ટ અને વિચિત્ર સલાહ આપે છે. આ કાવ્યમાં અસદુપદેશ કે અનીતિમય બોધ છે. તેથી એવો ઉપદેશ સ્વીકારવા માટે અયોગ્ય છે. આ મત સાથે આચાર્યશ્રી સંમત થાય છે કે આ ઉપદેશ અયોગ્ય છે, આપવા યોગ્ય નથી. પણ એ ઉપદેશ હકારાત્મક રીતે નહિ પણ નકારાત્મક રીતે ગ્રહણ કરવાનો છે. આવા શ્લોકો માત્ર ઉપરછલ્લી દૃષ્ટિથી અનૈતિક સૂરવાળા જણાય છે; પણ, ખરું જોતાં, શ્લોકમાં બતાવેલી રીતે વર્તન કરવા જતા વાચકોને એ અનીતિથી વારે છે; નિષેધ ફરમાવી, રોકે છે. કવયિત્રી ચેતવે છે કે પરસ્ત્રી પ્રત્યે પુરુષો આ આ પ્રકારે વર્તે છે તો તે જાણીને તું તેમનો ત્યાગ કરજે. આ ઉપદેશ ખોટો નથી, પણ જીવનમાં ઉપયોગી છે સાહિત્યમાં નૈતિકતાના મહત્ત્વના પ્રશ્ન શ્રી હેમચન્દ્રાચાર્યને આવો સ્પષ્ટ, સ્વસ્થ દૃષ્ટિકોણ ખૂબ જ નોંધપાત્ર છે. આ સંદર્ભમાં, રાજશેખરકૃત કાવ્યમીમાંસા(અ.૬)માં “કાવ્ય ખોટો ઉપદેશ આપે છે તેથી કાવ્ય ત્યાજ્ય છે” એવા નીતિવાદીઓના વલણનું નીરસન કરવામાં આવ્યું છે તે ઉલ્લેખનીય છે. રાજશેખરે કાવ્ય સામેના ત્રણ વાંધા-કાવ્યમાં અસત્ય વાતો છે, ખોટો ઉપદેશ છે, અને અસભ્ય અર્થ છે – નું સમર્થ દલીલો તથા સબળ દૃષ્ટાંતો દ્વારા સરસ નિરાકરણ કર્યું છે. આ સર્વ ચર્ચામાંથી આચાર્યશ્રીએ, માત્ર નીતિના પ્રશ્નની ચર્ચા, એક જ શ્લોક સાથે, અહીં સમાવી છે. ૨૪
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy