________________
હેમચંદ્રાચાર્ય “વિવેકમાં પ્રતિપાદિત કરે છે તેમ, કાવ્યાસ્વાદની પૂર્વે કાવ્ય આવે છે અને, ભલેને એક જ વ્યક્તિ કવિ પણ હોય અને સંવેદપટુ કાવ્યરસિક કે સહૃદય હોય, તો પણ, કવિત્વ અને ભાવકત્વ એ બે સ્વતંત્ર શકિતઓ છે, ભિન્ન વસ્તુઓ છે. આ સંદર્ભમાં જ ગ્રંથકાર, અભિનવગુપ્તપાદાચાર્યો, “ધ્વન્યાલોક' પરની પોતાની “લોચન' ટીકાના આરંભે (પૃ.૧) જે ઉદ્ગારો કાઢ્યા છે તે અહીં પ્રસ્તુત કરે છેઃ
सरस्वत्यास्तत्त्वं कविसहृदयाख्यं विजयते । આનો અર્થ એ છે કે સાહિત્ય કે સરસ્વતીના, કવિ તેમજ સહૃદય, એ બે, તત્ત્વભૂત અંશો છે. કાવ્યમીમાંસા(અ.૪)માં રાજશેખરે ‘પ્રતિભા'ના કારયિત્રી અને ભાવયિત્રી એવા બે વિભાગ કરીને, કવિત્વ અને ભાવકત્વ ભિન્ન હોવા ‘અંગે કાલિદાસનો મત દર્શાવ્યો છે એ અત્રે ઉલ્લેખનીય છે પૃથવિદિ કવિત્વત્િ भावकत्वं, भावकत्वात् कवित्वम् । ભટ્ટનાયકનું મંતવ્ય
વિવેક' વ્યાખ્યા(પૃ.૫)માં જ હેમચંદ્રાચાર્યે કાવ્યની આનંદ તેમજ ઉપદેશ આપવાની શક્તિની વાત વિસ્તારથી ચર્ચા છે. આચાર્યાશ્રીના મતે, ઊગતી વયના રાજપુત્રોને ચાર પુરુષાર્થો કે રાજનીતિમા સિધ્ધાંતો ગળે ઉતારવા માટે, બીજાં શિક્ષણ-ઉપદેશનાં સાધનોની સરખાણીએ, કાવ્ય એ શ્રેષ્ઠ સાધન બને છે; કેમકે કાવ્યદ્વારા રસતરબોળ થઈને તેઓ સરળતાથી નીતિજ્ઞાન સ્વીકારી લે છે. જુદા જુદા રસોના આસ્વાદદ્વારા રાજપુત્રોના હૃદયમાં પહોંચવાનો માર્ગ તૈયાર થાય છે. આ કાવ્યરસો, વિભાવાદિ કાવ્યસામગ્રીના સંયોગથી વ્યંજિત થતા હોવાથી, જીવનના ચાર પુરુષાર્થો તથા તેમની પ્રાપ્તિના ઉપચારો સૂચવીને, રસાસ્વાદ કરનારને, કાવ્યરસ માણતાં માણતાં, અનાયાસે વ્યાવહારિક જ્ઞાન આત્મસાત્ કરવામાં મદદરૂપ થાય છે. માટે જ કહે છે કે કાવ્યાનંદ જ ઉપદેશગ્રહણ માટે પ્રેરક પરિબળ છે.
કાવ્યના ઉપદેશરૂપ ત્રીજા પ્રયોજનની ચર્ચાનું સમાપન કરતાં શ્રી હેમચંદ્રાચાર્ય ભટ્ટનાયકના પ્રસિધ્ધ ગ્રંથ “હૃદયદર્પણ'માંથી એક શ્લોકની ત્રણ પંક્તિઓ, “વૃત્તિમાં (પૃ.૫, અવતણ-૪) પ્રસ્તુત કરે છે. એક શ્લોકમાં ભટ્ટનાયકે પ્રતિપાદિત કર્યું છે કે જ્યારે શાસ્ત્ર તથા આખ્યાનમાં અનુક્રમે શબ્દને તથા અર્થને પ્રધાન માનવામાં આવે છે; ત્યારે કાવ્યમાં તો, શબ્દ અને અર્થ બંનેને ગૌણ કરીને, કવિવ્યાપારને (વ્યંજનાની પ્રવૃત્તિને) જ પ્રાધાન્ય આપવામાં આવે છે.
૨૩