________________
શબ્દપ્રધાન ઉપદેશથી તથા ઇતિહાસપુરાણાના શિખામણસ્વરૂપના અર્થપ્રધાન ભાવાર્થનિર્ભર ઉપદેશથી, બિલકુલ ભિન્ન છે. કારણકે કાવ્યમાં તો શબ્દ તથા અર્થ ગૌણ બને છે અને રસ જ પ્રધાન હોય છે. તેથી કાવ્ય શબ્દપ્રધાન વેદથી અને અર્થપ્રધાન પુરાણથી વિલક્ષણ હોઈ, તે, પ્રિય પત્નીની માફક આનંદ-પ્રેરક રસ ઉત્પન્ન કરી આપણને પોતાના તરફ વાળી, “રામ જેવું વર્તન કરવું જોઈએ, રાવણ જેવું નહીં એવો સંસૂચનાત્મક ઉપદેશ આપે છે. આ રસમય ઉપદેશ સહૃદયનું પ્રયોજન(ફળ) છે. કાવ્યનો રસ કે જે શ્રેષ્ઠ આનંદનો સ્ત્રોત છે તે વ્યંજનાવ્યાપારથી પ્રતીત થાય છે. આ હેતુથી જ કાવ્યદ્વારા પ્રાપ્ત થતા રસમય, આનંદમય બોધને કાન્તાસંમતિ ઉપદેશ કહ્યો છે. પ્રિય પત્ની આપણને પ્રસન્ન કરતી જાય છે અને ઉપદેશ આપતી જાય છે. એ જ રીતે કાવ્ય પણ આપણને રસસમાધિમાં ડૂબાડી, તેમાં રહેલા સંબોધને ગ્રહણ કરવા માટે આપણને તત્પર બનાવે છે. આમ કાવ્યનો ઉપદેશ કદાપિ સીધો હોતો નથી; શબ્દ વડે એ ઉચ્ચારાતો નથી. ઊલટું, કાવ્ય તો આપણને રસતરબોળ કરીને પોતાનો ઉપદેશ પાઈ દે છે. ઉપદેશ આપવાની બાબતમાં કાવ્યની રીત, આ રીતે, વેદો તથા પુરાણોની પદ્ધતિથી, અત્યંત વિલક્ષણ છે. કાવ્યનો ભાવક કે “સહૃદય'
શ્રી હેમચંદ્રાચાર્યે ગણાવેલાં કાવ્યનાં પ્રથમ તથા તૃતીય પ્રયોજનો(આનંદ તથા ઉપદેશ) પરસ્પર ગાઢ રીતે જોડાયેલાં છે એ વાત ખાસ નોંધવી જોઈએ. અને, ખરું જોતાં, કાવ્યનું બીજું પ્રયોજન “શ” સુદ્ધાં, કાવ્યના પ્રથમ પ્રયોજન આનંદ સાથે સંબંધ ધરાવે છે. કાવ્યનું ત્રીજું ફળ, ઉપદેશ, કે જે પ્રેમભીની અને આડકતરી રીતે, ખાંડનો પડ ચઢાવેલી દવાની ગોળીની માફક અપાય છે તે કાવ્યના સંવેદનશીલ ભાવક કે આસ્વાદકને પ્રાપ્ત થાય છે. આ સંવેનપટુ ભાવક માટે હેમચન્દ્રચાર્ય સહૃદય એ સંજ્ઞા યોજે છે અને વિવેક' (પૃ.૪) ટીકામાં એનો અર્થ સમજાવે છે : યસ્થ તુ કાવ્યાનુશીલનાખ્યાવિશદ્ વિશીભૂતે મનોમુરે वर्णनीयतन्मयीभवनयोग्यता सहृदयसंवादभाक् स सहृदयः ।
અર્થાત, કાવ્યના સતત અભ્યાસને લીધે જે વ્યક્તિનો મનરૂપી અરીસો સ્વચ્છ અને શુદ્ધ થયેલો છે અને જે વ્યક્તિમાં કાવ્યના વિષય સાથે તન્મય થવાની શક્તિ છે અને જે વ્યક્તિ હૃદયપૂર્વક કાવ્યમાં નિરૂપાયેલા રસોને માણી શકે છે તે સાચો “સહૃદય છે.
૨૨