________________
આપે છે જ. વળી, કાવ્યની મદદથી આપણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર જીવન-પુશ્રષાર્થોની પ્રાપ્તિ કરી શકીએ છીએ એ વાત ગ્રાહય રાખવામાં આવે તો પણ કાવ્યનું સર્વશ્રેષ્ઠ ફળ કે લક્ષ્ય છેઃ રસસમાધિ. અને એ જ તો પરમાનંદ છે. ૨. યશ અથા કવિની કળાની કીર્તિપતાકા
કાવ્યનું બીજું પ્રયોજન કે ફળ છે યશપ્રાપ્તિ. અને તે હંમેશાં કવિને જ મળે છે. અમર સાહિત્યસર્જન કરીને કવિ અક્ષય કીર્તિ પ્રાપ્ત કરવા સદુભાગી બને છે. કાલિદાસ જેવા કવિઓ સેંકડો વર્ષો પૂર્વે થઈ ગયા અને અનેક મહાન સાહિત્યકૃતિઓ રચી ગયા. છતાં, સાહિત્યના રસિયાઓ અને સહૃદય વિવેચકો આજેય એ મહાન સર્જકોને યાદ કરે છે અને એમનાં અમર સર્જનોની પ્રશંસા કરતાં થાકતા નથી. આ મહાન સર્જકો, એમની કાવ્યકળાની ગરવી કીર્તિને કારણે જ સર્વ કાળના સાહિત્યરસિકોના હૃદયમાં અમર સ્થાન પામી શક્યા છે. ૩. કાવ્યનું ત્રીજું પ્રયોજન : પ્રેમભીનો ઉપદેશ
કાન્તાતુલ્યતયોપદેશાય ચ” એ શબ્દોમાં ગ્રંથકારે કાવ્યનું ત્રીજું ફળ વર્ણવ્યું છે. કાવ્ય, પ્રિય પત્નીની પેઠે, રસભીને, પ્રેમભીનો સોધ આપે છે. આની સમજૂતી “વૃત્તિમાં આપતાં ગ્રંથકાર કહે છે કે બધો જ ઉપદેશ કે લાભદાયક શિક્ષણ ત્રણ જુદી જુદી રીતે આપી શકાય છે: ૧. પ્રભુસમ્મિત એટલે કે માલિક, ઉપરી કે વડીલની જેમ અપાતો આજ્ઞાત્મક
ઉપદેશ; ૨. મિત્રસમ્મિત એટલે મિત્રભાવે શિખામણ કે સલાહના રૂપમાં અપાતો
ઉપદેશ; અને કાન્સાસમ્મિત એટલે કે પ્રિય પત્નીની જેમ, પ્રેમાળ વચનોથી પતિનું હૃદય જીતીને, પોતાની વાત ઠસાવવાની અને પતિ પાસે ધાર્યું કરાવવાની ભાવનાથી અપાતો, રસભીને, પ્રેમભીનો ઉપદેશ.
વેદોના શબ્દો, જેમાં શબ્દ મુખ્ય છે, એ સીધો આદેશ આપે છે જેનું આનાકાની વગર પાલન કરવાનું હોય છે. આવા સર્વોપરિ શાસ્ત્રગ્રંથોનો ઉપદેશ માલિકના હુકમની જેમ શબ્દશઃ પાળવાનો હોય છે. એ સીધો આજ્ઞાત્મક ઉપદેશ હોય છે. પણ ઇતિહાસ-પુરાણના પ્રાચીન ગ્રંથોનો ઉપદેશ સલાહ-શિખામણના સ્વરૂપનો હોય છે અને તે મિત્રના શબ્દો જેવો હોય છે, જેનો ભાવાર્થ સમજી વર્તન કરવું હિતાવહ બને છે. જ્યારે કાવ્યનો અર્થ તો, વેદોના આદેશાત્મક
૨૧