________________
ભટ્ટ તૌતના “કાવ્યકૌતુક'માંથી અવતરણ આપીને તથા ભામહનું વચન ટાંકીને - આચાર્યશ્રી પ્રતિભા, કવિ અને કાવ્ય એ સર સંજ્ઞાઓ સમજાવે છે અને એ ત્રણેય સંજ્ઞાઓને આંતર-સંબંધ દર્શાવે છે. '' - - ( 2 3 - '-
સર્જનના ઉન્મેષથી તથા ફળદ્રુપ કલ્પનાશક્તિ કે પ્રતિભાથી કવિ સજ્જ હોય છે ત્યારે તે પદાર્થોનું હૃદયંગમ વર્ણન કરવા સમર્થ બને છે અને સર્જનાત્મક પ્રતિભાથી પ્રેરાયેલા કવિનું જે સર્જન કે નિર્મિત્તિ તે જ “કાવ્ય” કે “સાહિત્ય'. ૧. કાવ્યનો આનંદ
કાવ્યના ભાવન અથવા સર્જનનાં જે ત્રણ જુદાં જુદાં પ્રયોજનો ગ્રંથકારે ગણાવ્યાં છે તેમાંથી “કાવ્યના આનંદની વિભાવના સૌથી પહેલાં સમજાવવામાં આવી છે. આ આનંદ કે પરમ આનંદની ત્રણ વિશેષતાઓ ધ્યાનપાત્ર છે : (૧) કાવ્યના રસના આસ્વાદનની સાથે જ, તત્પણ, આ આનંદ અનુભવાય છે (૨) આ કાવ્ય રસાસ્વાદના અનુભવમાં ભાવક બીજું બધું જ ભૂલી જાય છે અને (૩) આ રસાનંદનો અનુભવ બ્રહ્માનંદના અનુભવ જેવો હોય છે. આવી પ્રીતિ કે આનંદને માટે કાવ્ય-સર્જન થાય છે. આ આનંદરૂપ પ્રયોજન કાવ્યનાં બીજાં બધાં પ્રયોજનોમાં શ્રેષ્ઠ છે અને એનો અનુભવ કવિ તથા સહૃદય બંનેને થાય છે: સદ્યો रसास्वादजन्मा निरस्तवेद्यान्तरा परब्रह्मास्वादसघशी प्रीतिरान्दः । इदं સર્વપ્રયોગનોપનિષદ્ભૂત વિયો : વ્યપ્રયોગનમ્ I (વૃત્તિ, પૃ. ૩)
વિવેક વ્યાખ્યામાં, આનંદરૂપ પ્રયોજન, કાવ્યનાં બધાં જ પ્રયોજનોના શ્રેષ્ઠ સારરૂપ કેવી રીતે છે એ સંદર્ભમાં વિશેષ વિવરણ પ્રાપ્ત થાય છે.
એ વાત સાચી છે કે યશ તથા જ્ઞાન કાવ્યનાં ફળ છે; પણ અંતે તો, કાવ્યનો આનંદ કે સર્વોચ્ચ રમાનંદ કે સૌદર્યાહૂલાદ એ જ હંમેશા કાવ્યકૃતિનું સર્વોત્તમ ફળ ઠરે છે. કવિ જે યશ કે કીર્તિ પ્રાપ્ત કરે છે તે પણ કવિની પ્રસન્નતામાં જ પરિણમે છે. આમ આનંદ કે રસસમાધિ એ જ કાવ્યાનુભવનો પ્રાણ છે. કળાના બધા જ ભાવકો અને કાવ્યના સર્વ સહૃદયોનો અનુભવ આ વાતની સાક્ષી પૂરે છે. કાવ્યના ભાવકને કાવ્યમાંથી જગત વિશે જાણવા મળે છે, પણ કાવ્યાનંદમાં મગ્ન થવું એ જ દરેક સહૃદયની પ્રમુખ તમન્ના હોય છે. કેમકે, જો કાવ્યનો વાચક, આનંદરહિત જ્ઞાનની પ્રાપ્તિની તરફેણ કરતો હોય તો, પ્રિય પત્નીની ઢબે ઉપદેશ આપવાનું ત્રીજું કાવ્ય પ્રયોજન, કાવ્યનાં પ્રયોજનમાં શા માટે સ્થાન પામે? કેમકે વેદોની આજ્ઞા તથા ઇતિહાસપુરાણની શિખામણ આપણને ઉપયોગી ઉપદેશ
૨૦.