________________
જ હોવાથી, કાવ્યશાસ્ત્રના વામનાદિ બીજા લેખકોની માફક, આ ગ્રંથમાં, વ્યાકરણની દૃષ્ટિએ કાવ્યમાં ક્યા શુદ્ધ શબ્દોના પ્રયોગો કરવો તે અંગેની ચર્ચા (‘પ્રાયોગિક) ગ્રંથંકારે આવશ્યક ગણી નથી. કેમ કે ભાષાશુદ્ધિની ચર્ચા તો આ જ ગ્રંથાકારના પ્રથમ અનુશાસનગ્રંથ “શબ્દાનુશાસન'માં થઈ ચૂકી છે. એટલે પ્રસ્તુત “કાવ્યનુશાસન' ગ્રંથમાં તો, કેવળ કાવ્યના સ્વરૂપની કે સાહિત્ય-વિવેચનની દૃષ્ટિએ વિચારીએ તો, ભાષાગત શબ્દમાત્રની શુદ્ધતાની વાત પહેલાં કરેલી હોવાથી, કાવ્યાન્તર્ગત શબ્દવિશેષની ચર્ચા કરવાનો આચાર્યાશ્રીનો ઉપક્રમ અત્યંત તર્કસંગત છે. કેમકે, સ્વાભાવિક રીતે જ વાણીનું જે દૈત છે, વ્યવહારની વાણી અને કાવ્યની વાણી, વ્યવહારનો કે શાસ્ત્રનો શબ્દ અને કવિનો શબ્દ એવો જે ભાષાભેદ વિવેચકોએ માન્ય કર્યો છે તેની સમ્યસભાનતા શ્રી હેમચંદ્રાચાર્યાના શબ્દવિવેકમાં સ્પષ્ટ દેખાય છે.
વિદ્વાનોને “કાવ્યાનુશાસન” ની રચના સપ્રયોજન લાગે તે માટે ગ્રંથકારે પ્રથમ અધ્યાયના બીજા સૂત્ર(૧.૨)માં સ્પષ્ટતા કરી લીધી છે કે આ ગ્રંથની રચના સાહિત્યશાસ્ત્રના સર્વગ્રાહી નિરૂપણ માટે જ કરવામાં આવી છે. આમ છતાં, ગ્રંથરચનાના પ્રયોજન વિશેની વાત જાણીને પણ અસંતુષ્ટ રહેલો આ ગ્રંથનો પાઠક, કાવ્યના કે સાહિત્યના સ્વરૂપને જાણતાં પહેલાં, સાહિત્ય કે કાવ્યના પ્રયોજન વિશે જાણવા માગે તે સહજ છે. એટલે, વાચકની આ પ્રકારની જિજ્ઞાસાને સંતોષવા માટે તેમજ પ્રાચીન આલંકારિકોની પરંપરાના પરિપાલન માટે શ્રી હેમચંદ્રાચાર્ય હવે પછીના સૂત્ર(૧.૩)માં કાવ્યનું પ્રયોજન દર્શાવે છે. અર્થાત્ શાસ્ત્રનું પ્રયોજન દર્શાવ્યા બાદ, હવે, ગ્રંથકાર, ગ્રંથના પ્રતિપાદ્ય વિષય “કાવ્યનું પ્રયોજન જણાવે છે. કાવ્યનું પ્રયોજન
काव्यमानन्दाय यशसे कान्तातुल्यतयोपदेशाय च ॥ (१.3) અર્થાત્ “કાવ્ય આનંદ, યશ તથા કાન્તાની પેઠે ઉપદેશ આપવા માટે છે.”
પરમ આનંદ, કીર્તિ, અને પ્રિય પત્નીની ઢબે ઉપદેશ આપવો - આ ત્રણ પ્રયોજનોથી કાવ્ય રચાય છે. આ અંગે ગ્રંથકાર વૃત્તિમાં વિવરણ કરે છે :
કવિનું લોકોત્તર કર્મ(સર્જન) તે કાવ્ય”. “નવનવા વર્ણનથી શોભતી બુદ્ધિને પ્રતિભા કહે છે. આવી પ્રતિભાના સામર્થ્યથી કરેલા વર્ણનમાં જે નિપુણ તેને કવિ કહે છે.” (અવતરણ ૩) ‘તેવા કવિની જે રચના કે નિર્મિત તે “કાવ્ય'.
૧૯