________________
ઉપકાર કરવાનું શક્ય થાત જ નહીં. ભગવાન જિનોની દિવ્યશક્તિ તથા તેવી શક્તિથી જૈની વાણીમાં વિવિધરૂપે પરિણમવાની જે અદ્ભુત શક્તિ જન્મી તેથી જ એના વડે અનેક પ્રાણીઓ પર ઉપકાર થઈ શક્યો.
આમ પૂરી શ્રદ્ધાથી અને અનન્ય પૂજયભાવપૂર્વક, ગ્રંથકારે મુખ્ય મંગલશ્લોકમાં, જૈની વાણીની સરળતા, દિવ્યતા તથા અદ્ભુતતા પ્રતિપાદિત કરી છે. ગ્રંથનું નામાભિધાન તથા ઉદ્દેશ
મંગલાચરણમાં (૧) ગ્રંથકારનાં નામ તથા યોગ્યતા જણાવી (૨) ગ્રંથના નામ તથા વિષયવસ્તુનો પરિચય કરાવી અને (૩) જૈની વાણીના અલૌકિ પ્રભાવનું ધ્યાન ધરીને, ગ્રંથકારે આ ગ્રંથનો વ્યવસ્થિત આરંભ કરવા માટેની ભૂમિકા રચી છે. એટલે, હવે, દરેક શાસ્ત્રીય ગ્રંથની રચના સાથે સંકળાયેલી ચાર બાબતોની - ‘અનુબંધચતુષ્ટય'ની ચર્ચા ગ્રંથકારદ્વારા હાથ ધરાય તે યોગ્ય છે. શાસ્ત્રીય ગ્રંથોના લેખકોની રૂઢિ અનુસાર (૧) ગ્રંથનો વિષય (૨) ગ્રંથનો ઉદ્દેશ કે પ્રયોજન (૩) ગ્રંથના વિષય તથા ઉદ્દેશ વચ્ચેનો પરસ્પરિક સંબંધ તથા (૪) ગ્રંથનો અધિકારી પાઠક આ ચાર બાબતોનો (અનુબંધચતુષ્ટયનો) નિર્દેશ શરૂઆતમાં કરવો જોઈએ. આથી, વિદ્વાનોની પ્રવૃત્તિના અંગરૂપ આ ગ્રંથના વિષયની સાથે સાથે ગ્રંથનું પ્રયોર્જન દર્શાવવા માટે શ્રીહેમચંદ્રાચાર્ય હવે પછીના સૂત્ર(૧.૨)માં આ પ્રમાણે વિધાન કરે છે :
शब्दानुशासनेऽस्माभिः साध्व्यो वाचो विवेचिताः । તાસામિવાની હાવ્યત્વ યથાવત્તુશિષ્યતે ॥ (૧.૨) ‘અર્થાત્ ‘શબ્દાનુશાસન’માં અમે શુદ્ધ વાણીનું વિવેચન કર્યું છે. હવે અમે એ (શુદ્ધ) વાણીનું કાવ્યરૂપ, શાસ્ત્રીય રીતે, બરાબર નિરૂપીશું.'
આ સૂત્રને ‘વૃત્તિ’માં સમજાવતાં ગ્રંથકાર કહે છે કે અગાઉ ‘શબ્દાનુશાસન’માં એટલે ‘સિદ્ધહેમ’ નામના અમે જાતે રચેલા વ્યાકરણગ્રંથમાં, અમે, શુદ્ધ ભાષાને, અશુદ્ધ ભાષાથી જુદી પાડી છે. હવે, શબ્દશાસ્ત્રની ચર્ચા કર્યા પછી, એ જ શુદ્ધ ભાષાનું કાવ્યરૂપ એટલે કે એ ભાષા કાવ્યની કોટિએ ક્યારે પહોંચે છે તે અથવા એ શુદ્ધ ભાષા ક્યારે કાવ્ય કહેવાને યોગ્ય બને છે તે વિશેનું શાસ્ત્ર(કાવ્યશાસ્ત્ર), તાત્ત્વિકરૂપે, જણાવીએ છીએ. એકવાર ભાષાની શુદ્ધિ' સુનિશ્ચિત થાય પછી, ભાષાના માધ્યમમાં સર્જન પામતા કાવ્ય વિશેનું શાસ્ત્ર કહેવું સરળ બને છે. વળી, ‘શબ્દાનુશાસન’ તથા ‘કાવ્યનુશાસન’ એ બંને ગ્રંથોના કર્તા શ્રીહેમચંદ્રાચાર્ય પોતે
૧૮