________________
ગણિતજ્ઞાન પણ પરમાર્થને ઉપકારક છે. ગણિતના જ્ઞાનથી ગ્રહોની ગતિ, સૂર્ય-ચંદ્ર-ગ્રહણ આદિનું ચોક્કસ જ્ઞાન થાય છે અને ગ્રહો અનુસાર માણસના આયુષ્યની માહિતી મળે છે અને આયુષ્યની અવધિ મુજબ ધર્મધ્યાનતપ કરવાની આપણી તત્પરતા વધે છે. આમ ગણિતના જ્ઞાનથી તપશ્ચર્યા અને તપશ્ચર્યા દ્વારા મોક્ષ સધાય છે.
ધર્મકથાનો વિષય પણ મોક્ષોપયોગી છે કેમ કે પવિત્ર સંતો, ઉપદેશકો અને તીર્થકરોના જીવન વિશે જાણવાથી વૈરાગ્ય-તપ-ધ્યાનથી પ્રેરણા મળે છે જે અંતે મોક્ષપ્રાપ્તિમાં કારણ બને છે.
આમ ચતુર્વિધ અનુયોગમાં પ્રથમ ચરણકરણાનુયોગથી સીધો મોક્ષ મળે છે; જયારે દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ અને ધર્મકથાનુયોગ દ્વારા પરંપરા મોક્ષપ્રાપ્તિ થાય છે. આ ચારેય અનુયોગોની વિચારણા જૈની વાણી એટલે કે અર્ધમાગધી ભાષામાં જૈન શાસ્ત્રકારોએ કરી છે. તેથી જ જૈની વાક પરમાર્થાભિધાયિની છે; પરમાર્થને બોધ કરાવનારી છે.
આધમાગધી ભાષા કે જૈની વાકુની ત્રીજી વિશેષતા એ છે કે એ સર્વભાષાપરિણતા છે. વૃત્તિમાં આનું વિવરણ કર્યું છે. દેવો, મનુષ્યો તથા પશુપક્ષીઓની, વિવિધ અવાજો અને અર્થોવાળી, અનેક ભાષાઓમાં આ અર્ધમાગધી ભાષા પરિણમેલી છે, તન્મય થયેલી છે, રૈલોકયની જુદીજુદી ભાષાઓ રૂપે આવિર્ભાવ પામેલી છે. આમ આ પવિત્ર અર્ધમાગધી ભાષા, વાદળોએ છોડેલા પાણીની માફક પોતાના આશ્રયને અનુરૂપ રૂપો ધારણ કરે છે. વાદળનું જળ જેમ જે જે જળાશળમાં જાય છે તે તે જળાશયને અનુરૂપ રૂપ ધારણ કરે છે; તેમ જ એક જ ભગવતી અર્ધમાગધી ભાષા, દેવો વગેરે તેના બોલનારાઓની ભાષારૂપ બની જાય છે. આ અર્થનું એક અવતરણ(૨) વૃત્તિકાર રજૂ કરે છે ?
देवा दैवीं नरा नारों शबराश्चापि शाबरीम् ।
तिर्यंचोऽपि हि तैरश्ची मेनिरे भगवगिरम् ॥ એટલે કે, “પવિત્ર અર્ધમાગધી ભાષાને દેવોએ દેવવાણી, મનુષ્યોએ મનુષ્યવાણી, શબરો(જંગલી લોકો)એ શાબરી વાણી તથા નીચલી કક્ષાનાં પ્રાણીઓએ નીચલી કક્ષાનાં પ્રાણીઓની વાણી માની.”
છેલ્લે, સમાપન કરતાં, વૃત્તિકાર કહે છે કે આ અર્ધમાગધી ભાષાની, જગતમાં અભુત એવી શ્રેષ્ઠતા ન હોત તો, એકી સાથે, અનેક પ્રાણીઓ પર