SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ બાળકો, સ્ત્રીઓ, અજ્ઞાનીજનો, બુદ્ધિહીનો તેમજ ચારિત્ર અથવા સદાચારની ઇચ્છાવાળા માણસો ઉપર દયા દર્શવવા માટે તત્વજ્ઞોએ, પ્રાકૃત ભાષામાં આધ્યાત્મિક સિદ્ધાંત રજૂ કર્યો છે.” (અવતરણ ૧) જૈની વાણીની બીજી વિશેષતા એ છે કે એ મોક્ષ તરફ લઈ જનારી છે. સરળતા, પેશલતા, સહજતા, મીઠાશ વગેરે ગુણો તો પ્રાકૃત ભાષાના ગીતસંગીતમાં પણ હોય છે. પણ જૈની વાણીમાં તો જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષને લગતો મહાન દાર્શનિક સિદ્ધાંત નિરૂપાયેલો હોઈ એ ભાષા મોક્ષરૂપી શ્રેષ્ઠ જીવનધ્યેયનો બોધ કરાવે છે એ એની મોટી વિશેષતા છે. વળી, અર્ધમાગધી ભાષામાં નિબદ્ધ જૈનશાસ્ત્રમાં દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ, ધર્મકથાનુયોગ તથા ગણિતાનુયોગ એવા ચાર અનુયોગો કે વિષય-વિવેચનો પ્રસ્તુત થયાં છે તે પણ મોક્ષનાં કારણો છે. આ કારણથી એ ચાર અનુયોગોનું પ્રતિપાદન કરનાર જૈની ભાષા કે અર્ધમાગધી વાણીને પરમાર્થભિધાયિની કહેવામાં ઘણું જ ઔચિત્ય છે. ચાર અનુયોગો દ્રવ્ય આદિ ચાર અનુયોગોદ્વારા મોક્ષલાભ કેવી રીતે થઈ શકે છે એ સમજાવવા માટે શ્રી હેમચંદ્રાચાર્ય*કાવ્યાનુશાસન'ની પ્રસિદ્ધ “વિવેક' ટીકામાં કેટલીક ઉપયોગી માહિતી પ્રસ્તુત કરે છે(વિવેક પૃ. ૨). ચાર અનુયોગોનો વ્યવસ્થિત ક્રમ આ છે : ચરણકરણ, ધર્મકથા, ગણિત તેમજ દ્રવ્ય. જૈનશાસ્ત્રમાં આ ચાર વિષયોનું વ્યાખ્યાન થયું છે અને તેમાં સૌથી મહત્ત્વનો વિષય છે : ચરણકરણ. સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યફચારિત્ર આ ત્રણ બાબતો જૈનશાસ્ત્રમાં “રત્નત્રય કે ત્રણ રત્નો મનાય છે. આ “રત્નત્રયીને જ “ચરણકરણ” કહે છે. સંયમ માટેનો આચાર એ જ “ચરણકરણ”. મોક્ષનો એ સર્વશ્રેષ્ઠ ઉપાય છે, સીધો ઉપાય છે. રત્નત્રયરૂપ ચરણકરણથી ભિન્ન બીજા ત્રણ અનુયોગો કે વ્યાખ્યાનવિષયો છે તે ધર્મકથાનુયોગ, ગણિતાનુયોગ અને દ્રવ્યાનુયોગ, પરંપરયા, મોક્ષ તરફ દોરી જાય છે. પહેલાં દ્રવ્યાનુયોગની વાત કરીએ તો જૈનશાસ્ત્રમાં દ્રવ્યોનું જ્ઞાન આપવામાં આવ્યું છે. તેના પરથી આપણે દ્રવ્યોની નિત્યતા, અનિત્યતા વિશે જાણી શકીએ છીએ અને આમ દ્રવ્યોની અનિત્યતા જાણવાથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે જે અંતે મોક્ષપાપ્તિ કરાવે છે. આમ દ્રવ્યજ્ઞાનનું પહેલું ફળ વૈરાગ્ય છે તો અંતિમ ફળ મોક્ષ છે. આમ પરંપરયા મોક્ષપ્રાપ્તિ એ દ્રવ્યજ્ઞાનનો લાભ છે. ૧૬
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy