________________
ત્રણ વિશેષતાઓનો નિર્દેશ,મંગલશ્લોક(૧.૧)માં આવતાં ત્રણ અર્થપૂર્ણ વિશેષણોથી થાય છે. શ્લોકમાં દર્શાવ્યા પ્રમાણે જેની વાક્ ૧. અકૃત્રિમસ્વાદુપદા ૨. પરમાથભિધાયિની તથા ૩. સર્વભાષાપરિણતા છે. આ રીતે પ્રસ્તુત મંગલ શ્લોક(૧.૧)નો અર્થ આ પ્રમાણે છે:
સહજમધુર શબ્દોવાળી અથવા અકૃત્રિમ (સરળ) અને તેથી માધુર્યયુક્ત પદો કે શબ્દોવાળી, (મોક્ષરૂ૫) શ્રેષ્ઠ અર્થનો બોધ આપનારી, અને જગતની બધી ભાષાઓનાં રૂપ ધારણ કરીને રહેનારી, ભગવાન જિનોની વાણી એટલે કે અર્ધમાગધી ભાષાનું હું ધ્યાન ધરું છું.”
આ મંગલ શ્લોકનો અર્થ સ્પષ્ટ કરતું વિવરણ, “કાવ્યાનુશાસન'ની અલંકારચૂડામણિ” વૃત્તિમાં, ગ્રંથાકાર પોતે જ આપે છે.
જની વાળુ
- રાગાદિને જીતનાર પવિત્ર જિનોએ પ્રથમ પ્રવર્તાવેલી હોવાથી અર્ધમગાધી ભાષાને જૈની વાક્ કહી છે. ભગવાન જિનરૂપી ઉત્પત્તિકારણ અત્યંત શુદ્ધ હોવાથી જૈનીવાણી પણ શુદ્ધ, પવિત્ર અને સ્વીકાર્ય છે.
ભાષા કે વાણીની વિભાવના સ્પષ્ટ કરતા ગ્રંથકાર વૃત્તિમાં કહે છે - જે બોલાય તે વાણી. વર્ણ, પદ(શબ્દો), વાક્ય વગેરેના રૂપે પરિણામ પામેલું જે ભાષારૂપી દ્રવ્ય છે તે વાણી. જૈનશાસ્ત્રમાં શબ્દ કે ભાષાને દ્રવ્ય માનવામાં આવેલું છે. આ ભાષા દ્રવ્ય અનેક પુદ્ગલો-પરમાણુઓથી બનેલું છે. અને વર્ણ, પદ, વાક્ય વગેરેને “ભાષાદ્રવ્યપરિણતિઃ' અર્થાત્ ભાષારૂપી દ્રવ્યના વિકારો માન્યા છે. | મન, વચન અને શરીરની તમામ પ્રવૃત્તિઓને, એકાગ્રતાપૂર્વક, જેની વાક કે જેનીવાણીરૂપ ધ્યેયમાં પરોવવી તે જ ઉપાસના કે યોગપ્રણિધાન. આવી ઉપાસના માટે ઇષ્ટ, જેની વાણીની પ્રથમ વિશેષતા એ છે કે એના શબ્દો સહજમધુર છે; કુદરતી મીઠાશવાળા છે. “અકૃત્રિમસ્વાદુપદા” એ સમાસનો ગ્રંથકાર બે રીતે વિગ્રહ કરે છે. જે ભાષાના શબ્દો સ્વાભાવિક, સાચી મીઠાશવાળા છે તે ભાષા “અકૃત્રિમસ્વાદુપદા છે. અને જે ભાષાના શબ્દોને પ્રયત્નપૂર્વક સંસ્કારવામાં આવ્યા નથી અને તેથી જ શબ્દો સમજવા સહેલા છે એ ભાષા પણ
અકૃત્રિમસ્વાદુપદા' છે. આવી સહજ-સરળ ભાષામાં અપાયેલો ઉપદેશ-ગહન, દાર્શનિક ઉપદેશ પણ આબાલવૃદ્ધ સૌ તરત જ સમજી શકે છે. આ જ વાત ગ્રંથકારે એક સંસ્કૃત અવતરણ ટાંકીને સ્પષ્ટ કરી છે. એનો અર્થ છે :
પા