________________
આ શ્લોકમાં, સંક્ષેપમાં, જણાવાયું છે કે, “પરમાત્માને પ્રણામ કરીને, શ્રી હેમચન્દ્રાચાર્ય, સાહિત્યના વિદ્વાનોના આનંદને માટે, પોતાનો કાવ્યનુશાસન નામક ગ્રંથ પ્રસ્તુત કરે છે.”
ગ્રંથકારે પોતે જ રચેલી, “કાવ્યનુશાસન” ની “અલંકારચૂડામણિ” નામની વૃત્તિનું આ શ્લોકથી મંગલાચરણ થાય છે. આ શ્લોક માત્ર પ્રાસ્તાવિક શ્લોક છે. એમાં, ગ્રંથકારનો તથા ગ્રંથના નામનો નિર્દેશ કરીને, એ ગ્રંથ વિદ્વાનોના સંતોષ માટે રચાયો હોવાની વાત, ખૂબ જ નમ્રતાપૂર્વક, રજૂ થઈ છે.
પણ “કાવ્યાનુશાસન' ગ્રંથના મુખ્ય મંગલાચરણરૂપે, આચાર્યશ્રીએ, બીજો એક મંગલશ્લોક રચ્યો છે :
अकृत्रिमस्वाददुपदां परमार्थाभिधायिनीम् । સર્વમાપારિજાતાં નૈન વીમુપાશ્મદે I (૧.૧)
આ વિધિસરના મંગલ-શ્લોકમાં ગ્રંથકારે જૈની વાર્યુ કે જિનોની ભાષા(આર્ધમાગધી ભાષા)ની સ્તુતિ કરી છે. આ સ્તુતિશ્લોક પ્રાચીન સંસ્કૃત ગ્રંથકારોની પ્રસિદ્ધ પરંપરાને અનુસરીને રચાયો છે. આ પ્રકારના મંગલશ્લોકમાં ગ્રંથકારો, ગ્રંથની નિર્વિઘ સમાપ્તિ માટે, ઇષ્ટદેવતાની સ્તુતિ કરે છે.
“કાવ્યનુશાસન'ના આ મંગલ-શ્લોક(૧.૧)માં ગ્રંથકાર જૈની વાક્ એટલે કે અર્ધમાગધી ભાષાની સ્તુતિ એટલા માટે કરે છે કે એ ભાષામાં જૈનોનું ધાર્મિક સાહિત્ય અભિવ્યક્તિ પામ્યું છે. જૈની વાકુ કે જિનોની વાણીની સ્તુતિને ગ્રંથકાર શ્રી હેમચંદ્રાચાર્ય આવશ્યક કે ઉચિત ગણે તે સ્વાભાવિક પણ છે; કેમકે, ગ્રંથકાર પોતે જ કહે છે તેમ, તેમના પોતાના ગ્રંથ “કાવ્યાનુશાસન'ના સંદર્ભમાં જિનોની વાણી કે જેની વાક્ એ જ સમુચિત ઇષ્ટદેવતા છે. વાણી એ જ કાવ્યનું વાહન હોવાથી આ ગ્રંથના સાહિત્યશાસ્ત્રીય વિષય સાથે એ ગાઢ રીતે જોડાયેલી છે. આથી આ ગ્રંથના આરંભેવાણીની સ્તુતિ ઈષ્ટ છે. વળી, “કાવ્યાનુશાસન'નાકર્તા શ્રી હેમચંદ્રાચાર્ય પોતે પ્રખર જૈનાચાર્ય છે અને જૈન શાસ્ત્રોની ભાષા અર્ધમાગધી છે. આ કારણથી પણ આચાર્યાશ્રી ગ્રંથના આરંભે જૈની વાક્ એટલે કે જિનોની વાણી અથવા અર્ધમાગધી ભાષાની સ્તુતિ કરે તે યોગ્ય છે. આમ, “કાવ્યનુશાસન'ના કર્તા જેની વાને જ સમુચિત ઈષ્ટદેવતા ગણી તેની સ્તુતિ કરે છે. પણ જૈની વાકકે અર્ધમાગધી ભાષાની સ્તુતિ માત્ર ઔપચારિક કારણોથી કરવામાં આવી નથી. પરંતુ, તેના ત્રણ અત્યંત વિશિષ્ટ ગુણોને કારણે ગ્રંથકારને જેની વાણી સ્તુતિપાત્ર જણાઈ છે. આ
૧૪