SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્યવિશ્વ વ્યાપક રીતે જોતાં, “કાવ્યાનુશાસન'ના પ્રથમ અધ્યાયનો, તે કાળના છેલ્લામાં છેલ્લા સાહિત્યસિદ્ધાંતને લક્ષમાં રાખીને, કાવ્યશાસ્ત્રનાં પ્રયોજન, પ્રદેશ અને વિષયફલક રજૂ કરવા સાથે સંબંધ છે. આથી “કાવ્યાનુશાસન'ના કર્તા, શ્રી હેમચંદ્રાચાર્ય, કવિ, કાવ્ય અને કાવ્યશાસ્ત્ર સાથે ગાઢ રીતે સંકળાયેલા ભારતીય સાહિત્યશાસ્ત્રના વિષયો પસંદ કરે છે, અને એ વિષયોને ઉચિત તાર્કિક ક્રમમાં ગોઠવીને, પછી આ ગ્રંથમાં એમનું વધુમાં વધુ વ્યવસ્થિત તથા સંપૂર્ણ નિરૂપણ કરે છે. આમ, ગ્રંથકાર પ્રથમ અધ્યાયમાં નીચેના વિષયોની છણાવટ કરે છે : ૧. ‘શુદ્ધ વાણી” અને “કાવ્યવાણી ૨. કાવ્યનું પ્રયોજન ૩. કાવ્યનું કારણ ૪. કવિશિક્ષા કે કવિની સજજતા પ. કવિસમયો કે કાવ્યરૂઢિઓ ૬. કાવ્યમાં મૌલિક્તા તથા “હરણ'ના પ્રશ્નો કાવ્યલક્ષણ ૮. કાવ્યનાં ઘટક તત્ત્વો, તેમનો આંતર-સંબંધ તથા કાવ્યના આત્મા સાથે તેમનો સંબંધ ૯. દોષ, ગુણ અને અલંકારનાં લક્ષણો ૧૦. રસ તથા ધ્વનિનો સાહિત્યિક સિદ્ધાંત ૧૧. શબ્દ તથા અર્થ સ્વરૂપ તેમ જ કાર્ય ૧૨. વ્યંગ્ય-અર્થ, તેના પ્રકારો તથા શબ્દના મુવાર્થ તથા લક્ષ્યાર્થ સાથે તેનો સંબંધ ૧૩. વ્યંગ્યાર્થિની શ્રેષ્ઠ પ્રકા-રસધ્વનિ; તેની વ્યાખ્યા પ્રકારો અને ઉદાહરણો
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy