SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળ ગ્રંથના અધ્યયન અર્થે કરવામાં આવેલી વિસ્તૃત ચર્ચાઓમાં, વૃત્તિ તથા વ્યાખ્યામાં વ્યાપેલા શ્રી હેમચંદ્રાચાર્યના, મહત્ત્વના તથા ગૌણ વિષયો પરના, મૌલિક તથા સ્વતંત્ર વિચારોને કાળજીપૂર્વક સમન્વિત કરવાનો તથા “કાવ્યાનુશાસન' ગ્રંથના મૂલ્યાંકન માટે નવો જ પરિપ્રેક્ષ્ય પૂરી પાડતી વિવેચનાત્મક સમીક્ષા પ્રસ્તુત કરવાનો અહીં પ્રયાસ કર્યો છે. આમ, (૧) શ્રી હેમચંદ્રાચાર્યના સાહિત્ય પ્રત્યેના અભિગમને સમજવા માટે, (૨) શ્રી હેમચંદ્રાચાર્યના સાહિત્યસિંદ્ધાંતની વ્યવસ્થિત સમીક્ષા કરવા માટે તથા (૩) “કાવ્યાનુશાસનના, સૂત્ર-વૃત્તિ-વ્યાખ્યા એ ત્રણેય વિભાગોમાં ઉપલબ્ધ સાહિત્યિક તથા વિવેચનશાસ્ત્રીય સામગ્રીનું મહત્ત્વ આંકી, સમગ્ર ગ્રંથનો શાસ્ત્રીય મહિમા દર્શાવવા માટે, આ અધ્યયન હાથ ધરવામાં આવ્યું છે. કાવ્યાનુશાસન' ગ્રંથના ત્રણેય ભાગો - સૂત્ર, વૃત્તિ અને વ્યાખ્યાને સમજવામાં મદદરૂપ બને તેવી અધ્યયનપદ્ધતિ અહીં અપનાવવામાં આવી છે અને મૂળ ગ્રંથના દરેક પાસાની તથા પરિચ્છેદની વિચારસામગ્રીને, ખાસ કરીને, આજપર્યત જેની ફક્ત ઉપલક ચર્ચા કરવામાં આવી છે તે “વિવેક' વ્યાખ્યાની વિચારસંપત્તિને સ્પષ્ટ કરીને બહાર લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. વળી, શ્રી હેમચંદ્રાચાર્યના મૂળ ગ્રંથના ઈંચિત મૂલ્યાંકનને ઉપકારક થાય તે માટે અને સંસ્કૃત સાહિત્યશાસ્ત્રમાં “કાવ્યાનુશાસન' ગ્રંથની મહત્તા પ્રકટ થાયતે દૃષ્ટિકોણથી મૂળ ગ્રંથમાં પ્રસ્તુત થયેલા વિચારોની સૂક્ષ્મ સમીક્ષા કરવામાં આવી છે. આમ, સંસ્કૃત સાહિત્યશાસ્ત્રના કવિ, કાવ્ય અને કાવ્યશાસ્ત્ર એ વિષયો સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલી બધી જ બાબતોની આ અધ્યયનગ્રંથમાં છણાવટ કરવામાં આવી છે અને કાવ્યના સર્જન તથા આસ્વાદ અંગે મૂળ ગ્રંથમાંથી ઉપસ્થિત થતા અનેક મુખ્ય અને ગૌણ મુદાઓની વિવેચનાત્મકવિચરણા કરવામાં આવી છે. મૂળ ગ્રંથના કર્તાના સાહિત્ય-સિદ્ધાંત સાથે ગ્રંથમાં જુદા જુદા સ્થળે પ્રસ્તુત થયેલાં મતો, વિચારો, નિરીક્ષણો તથા વિવેચનોની સંગતિ બતાવીને, આ અધ્યયનગ્રંથમાં, સાહિત્યસર્જનની પ્રક્રિયામાં જે અનેક તત્ત્વોનો સંકુલ આંતરસંબંધ જોવા મળે છે તેનો શાસ્ત્રીય અભ્યાસ પ્રસ્તુત કરવાનો પ્રયાસ કર્યો છે. જોઈ શકાશે કે અહીં શ્રી હેમચંદ્રાચાર્યના મૂળ ત્રિસ્તરીય સંસ્કૃત ગ્રંથમાંની સૈદ્ધાત્ત્વિક વિચારવિભાવનાની સામગ્રીનું સુગ્રથિત સ્વરૂપે નિરૂપણ કરવામાં આવ્યું છે. આથી જ, આ અધ્યયન ગ્રંથમાં પણ, એ સુગ્રથિત સ્વરૂપને અનુસરતી આલેખનશૈલી અપનાવવામાં આવી છે. પરિણામે, સંસ્કૃત સાહિત્યવિવેચનાં બધાં ૧૦
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy